ત્રીજી લહેરની આશંકા વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: 50 જગ્યાએ બનાવશે મોડ્યૂલર હોસ્પિટલ, જાણો શું છે ખાસિયતો

દેશભરમાં બનાવવામાં આવશે 50 મોડ્યુલર હોસ્પિટલ
ઈફ્રાસ્ટ્રક્ટર પર લોડ ઓછો કરવા લેવામાં આવ્યોઆ નિર્ણય
હોસ્પિટલોને બનાવવામાં કોરોડોનો ખર્ચ કરવામાં આવશે
કોરોના વાયરસ સામેની જંગ હજુ પણ ચાલુ છે. કોવિડ-19ની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે કેન્દ્ર સરકાર આવનાર બે-ત્રણ મહિનામાં દેશભરમાં 50 ઈનોવેટિવ મોડ્યુલર હોસ્પિટલ સ્થાપિત કરવાની યોજના બનાવી રહી છે. એક રિપોર્ટ અનુસાર ઈન મોડ્યુલર હોસ્પિટલોને હાલની હોસ્પિટલોની બાજુમાં તૈયાર કરવામાં આવશે. જેથી હાલના ઈફ્રાસ્ટ્રક્ટર પર લોડ ઓછો કરવામાં આવી શકે.

આટલા કરોડનો કરવામાં આવશે ખર્ચ
રિપોર્ટ અનુસાર આઈસીયુની સાથે 100-બેડની સાથે આવા 50 મોડ્યુલર હોસ્પિટલની તૈયારીઓ કરવામાં આવશે. ત્રણ અઠવાડિયામાં બનવા જઈ રહેલી આ હોસ્પિટલોને બનાવવામાં 3 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. 6-7 અઠવાડિયામાં આ સંપૂર્ણ રીતે ચાલુ થઈ જશે. પહેલા બેચમાં બિલાસપુર, અમરાવતી, પુણે, જાલના અને મોહાલીમાં 100 બેડ મોડ્યુલર હોસ્પિટલો બનશે. રાયપુરમાં 20 બેડ વાળી હોસ્પિટલ બનશે જ્યારે બેંગ્લોરમાં 20,50 અને 100 બેડની એક-એક હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે.

25 વર્ષ સુધી હોસ્પિટલ ચાલી શકશે
આ હોસ્પિટલ લગભગ 25 વર્ષ સુધી ચાલી શકે છે અને તેમને એક અઠવાડિયાથી ઓછા સમયમાં નષ્ટ પણ કરી શકાય છે. સાથે જ તેને ક્યાંય પણ લઈ જઈ શકાય છે. દેશના વિવિધ ભાગોમાં જ્યારે કોવિડ-19ના કેસ વધ્યા ત્યારે હોસ્પિટલો પર ભારે દબાણ હતું. આ વચ્ચે અભિનવ મોડ્યુલર હોસ્પિટલ એક મોટી રાહત બનીને સામે આવ્યા છે. મોડ્યુલર હોસ્પિટલ એ હોસ્પિટલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ છે અને હાલની હોસ્પિટલ બિલ્ડિંગની બાજુમાં તેને બનાવી શકાય છે.
Source link
No comments:
Post a Comment