Search This Website

Thursday, June 24, 2021

શિક્ષણમાં ફેરફાર / ગુજરાતની આશરે 5 હજાર શાળાઓ અંગે કરાશે મહત્વનો નિર્ણય, ગાંધીનગર ખાતે શિક્ષણ સચિવોની યોજાશે બેઠક




શિક્ષણમાં ફેરફાર / ગુજરાતની આશરે 5 હજાર શાળાઓ અંગે કરાશે મહત્વનો નિર્ણય, ગાંધીનગર ખાતે શિક્ષણ સચિવોની યોજાશે બેઠક



ગાંધીનગર ખાતે આગામી સપ્તાહે શિક્ષણ સચિવની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. જેમાં 60થી ઓછી સંખ્યાવાળી શાળાઓનું મર્જ કરવા અંગે વિચારણા કરાશે
ધો.1થી 8ની શાળાઓ મર્જ કરવા વિચારણા
શિક્ષણ સચિવની અધ્યક્ષતામાં બેઠક
આગામી સપ્તાહે મળશે બેઠક


રાજ્ય સરકાર દ્વારા ધો.1થી 8ની શાળાઓ મર્જ કરવા વિચારણા ચાલી રહી છે. આગામી સપ્તાહે શિક્ષણ સચિવની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. જેમાં 60થી ઓછી સંખ્યાવાળી શાળાઓનું મર્જ કરવા અંગે વિચારણા કરાશે. એક કિમીની અંદર 2 શાળાઓ હોય તેની યાદી પણ માગવામાં આવી છે. ધો. 6થી 8માં 45થી ઓછા વિદ્યાર્થીવાળી શાળાઓનું લિસ્ટ મગાવવામાં આવ્યું છે. ધો. 6થી 8ની 2 શાળા 3 કિમી સુધીમાં હોય તેની પણ યાદી માગવામાં આવી છે.




શિક્ષણ વિભાગે 6 જિલ્લાઓના ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી
ગુજરાતમાં 4500થી 5000 શાળાઓમાં મર્જ થવાની શક્યતા
28મી અને 29મી જૂને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક
બ્લોક રિસોર્સ કો-ઓર્ડિનેટરને શાળાઓનું પ્રેઝેન્ટેશન લાવવા કહેવાયું
ધોરણ 1થી 8માં 60થી ઓછા વિદ્યાર્થીઓ હોય તો શાળા મર્જ કરવાનો નિયમ
1 કિમીની અંદર બીજી શાળા હોય ત્યાં મર્જ થાય શાળા
ધો.6થી 8મા 45થી ઓછા વિદ્યાર્થીઓ વાળી શાળાનું લીસ્ટ મંગાવાયુ
ધો. 6થી 8મા બીજી શાળા 3 કિમીની અંદરની શાળામાં મર્જ કરવાનો નિયમ
BRC કો-ઓર્ડિનેટર તાલુકાકક્ષાએ કામ કરતા શિક્ષણ વિભાગના અધિકારી હોય છે
6 જિલ્લાના BRC કો-ઓર્ડિનેટરને શાળાઓની રૂબરૂ મુલાકાત લઈને પ્રેઝેન્ટેશન લાવવા કહેવાયું
ઓછા વિદ્યાર્થીઓવાળી કેટલીક શાળાઓ પર બંધ થવાનું જોખમ
મે મહિનામાં સરકારે ગણિત, વિજ્ઞાન અને ગુજરાતીના કરાર આધારિત શિક્ષકો માટે જાહેરાત આપી હતી
11 મહિના કરારના આધારે ગણિત,વિજ્ઞાનના શિક્ષકોની ભરતી માટે અરજીઓ મગાવાઈ હતી
અમદાવાદ, બોટાદ, કચ્છ, પાટણ, સાબરકાંઠા અને મહેસાણાના અધિકારીઓની મિટિંગ
6 જિલ્લાના અધિકારીઓની ગાંધીનગરમાં શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક

Source of VTV

No comments:

Post a Comment