Search This Website

Monday, June 7, 2021

મહારાષ્ટ્રમાં 47 વાર રંગ બદલી ચૂક્યો છે કોરોના વાયરસ, ત્રીજી લહેર પણ લઈ શકે છે ખતરનાક રૂપ


મહારાષ્ટ્રમાં 47 વાર રંગ બદલી ચૂક્યો છે કોરોના વાયરસ, ત્રીજી લહેર પણ લઈ શકે છે ખતરનાક રૂપ



મહારાષ્ટ્રમાં ઘાતક બન્યો કોરોના વાયરસ


47 વાર કોરોના વાયરસે બદલ્યું પોતાનું રૂપ


ત્રીજી લહેર વધારે ખતરનાક હોવાની આશંકા



મહારાષ્ટ્રમાં કોરોનાને લઈને રિસર્ચમાં જાણવા મળ્યું છે કે 3 મહિનામાં અહીં અલગ અલગ લોકોમાં નવા વેરિઅન્ટ જોવા મળ્યા છે. વૈજ્ઞાનિકોને શંકા છે કે હજુ પણ પ્લાઝમા, રેમડેસિવિર અને સ્ટીરોઈડની દવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે અને તેનાથી મ્યૂટેશનને વેગ મળી રહ્યો છે. આ માટે અન્ય રાજ્યોમાં સિક્વન્સિંગ વધારવાની જરૂર છે.



મહારાષ્ટ્રમાં કોરોનાની અસર સૌથી વધારે

રિસર્ચમાં મહારાષ્ટ્રના અનેક જિલ્લાને સામેલ કરાયા છે. કારણકે દેશમાં સૌથી વધારે કોરોના સંક્રમણની અસર ગયા એક વર્ષમાં મહારાષ્ટ્રમા સૌથી વધારે રહી હતી. મહારાષ્ટ્રમાં ફેબ્રુઆરીમાં વાયરસના એસ પ્રોટીનમાં સૌથી વધારે મ્યૂટેશન જોવા મળ્યા હતા. એક એક મ્યૂટેશનની જાણકારી લેવામાં આવી રહી છે.

અનેક મ્યૂટેશનની પહેલાથી હતી જાણકારી

તેઓએ કહ્યું કે વાયરસમાં સતત થઈ રહેલા મ્યૂટેશન અને સંક્રમણના વધતા એક ગંભીર સ્થિતિનું પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જ્યારે એક અધિકારીએ કહ્યું કે બી.1.617 વેરિઅન્ટ કુલ 54 દેશમાં મળી રહ્યો છે. તેના એક અન્ય મ્યૂટેશનને જેલ્ટા વેરિઅન્ટ નામ અપાયું છે. ભારતમાં અન્ય લહેરમાં સ્થાનિક સ્તરે મ્યૂટેશનને લઈને વધારે જીનોમ સિક્વન્સિંગની જરૂર છે. જેથી મ્યૂટેશનની જાણકારી મળી શકે.



શું કહે છે રિસર્ચ




બીજી લહેરના વધતા સંક્રમણમાં મહારાષ્ટ્રની સ્થિતિ મુશ્કેલ બની હતી. નવેમ્બર 2020થી 31 માર્ચ 2021 સુધી અહીં 733 સેમ્પલ મળ્યા છે અને સાથે જ દરેક સેમ્પલમાં 47 વાર મ્યુટેશન જોવા મળ્યું છે. દેશમાં પહેલા ક્યારેય આવું જોવા મળ્યું નથી. ઈટલી, ફ્રાન્સ, યૂકે અને અમેરિકાને જોતા તેનો અંદાજ આવી શકે છે. 733માંથી 598 સેમ્પલની સિક્વન્સિંગમાં વૈજ્ઞાનિકોએ કામયાબી મેળવી હતી પણ ડેલ્ટા વેરિઅન્ટ સિવાય પણ અનેક વેરિઅન્ટ મહારાષ્ટ્રમાં ફેલાઈ રહ્યા છે.



તપાસમાં સામે આવ્યા આ વેરિઅન્ટ

રિપોર્ટમાં ચોંકાવનારી વાત એ સામે આવી કે જ્યારે 273 સેમ્પલમાં બી. 1.617 , 73માં બી. 1.36.29, 67માં બી. 1.1.306, 31માં બી. 1.1.7, 24માં બી.1.1.216, 17મા બી.1.596 અને 15 સેમ્પલમાં બી.1.1 વેરિઅન્ટ મળ્યા છે. આ સિવાય અન્ય 17 સેમ્પલમાં બી.1 અને બી.1.36 વેરિઅન્ટ 12 લોકોના સેમ્પલમાં મળ્યા છે. આ સિવાય પણ અનેક મ્યૂટેશન તપાસમાં મળ્યા છે. જેને લઈને રિસર્ચ ચાલી રહ્યું છે.



આ રાજ્યોમાં સિક્વન્સિંગ વધવાની અપીલ

વૈજ્ઞાનિકોએ યૂપી, બિહાર, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, પ.બંગાળ, તેલંગાણા અને એ રાજ્યોમાં સિક્વન્સિંગ વધારવાની અપીલ કરી છે જ્યાં કેટલાક દિવસોથી વધારે સંક્રમણ જોવા મળી રહ્યું હતું. આ રાજ્યોમાં અનેક જિલ્લા એવા પણ હતા જ્યાં સંક્રમણનો દર 40 ટકાથી વધારે પહોંચ્યો હતો. જે દુનિયાના અન્ય કોઈ દેશમાં જોવા મળ્યો નથી. આ સિવાય રિપોર્ટમાં કહેવાયું છે કે પશ્ચિમ મહારાષ્ટ્રના પુણે, મુંબઈ, ઠાણે અને નાસિકમાં કોરોનાના વંશ ફેલાઈ ચૂક્યા છે. જ્યારે પૂર્વી મહારાષ્ટ્રમાં બી. 1.617 નું સંક્રમણ વધારે જોવા મળી રહ્યું છે.





Source link

No comments:

Post a Comment