Search This Website

Monday, June 14, 2021

ઉત્તરાખંડ સરકારનો મોટો નિર્ણય, 3 જિલ્લાના લોકો માટે ચારધામ ખોલવાનો આદેશ સ્થગિત




ઉત્તરાખંડ સરકારનો મોટો નિર્ણય, 3 જિલ્લાના લોકો માટે ચારધામ ખોલવાનો આદેશ સ્થગિત



ચારધામ યાત્રાને લઈને જિલ્લાસ્તર પર પરવાનગી આપવામાં આવી હતી


ચારધામ યાત્રા ખોલવાનો પોતાનો આદેશ સરકારે સ્થગિત કર્યો


હવે સરકારે કેટલીક છુટની સાથે કોરોના કર્ફ્યૂને વધારવાનું એલાન કર્યુ



ચારધામ યાત્રા ખોલવાનો પોતાનો આદેશ સરકારે સ્થગિત કર્યો

ઉત્તરાખંડ સરકારે ચમૌલી, રુદ્રપ્રયાગ અને ઉત્તરકાશીના લોકો માટે ચારધામ યાત્રા ખોલવાના પોતાના આદેશને સ્થગિત કરી નાંખ્યો છે. આ વાત પર તીરથ સિંહ રાવત સરકારના કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલે કહ્યું કે ચારધામ પ્રવાસને લઈને નૈનીતાલ હાઈકોર્ટમાં સુનવણી ચાલી રહી છે. 16 જૂન બાદ રાજ્ય સરકાર યાત્રા ખોલવા પર વિચાર કરશે.





ચારધામ યાત્રાને લઈને જિલ્લાસ્તર પર પરવાનગી આપવામાં આવી હતી

ઉલ્લેખનીય છે કે આની પહેલા સરકાર દ્વારા ચારધામ યાત્રાને લઈને જિલ્લાસ્તર પર પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ આરટી પીસીઆર નેગેટિવ રિપોર્ટ જરુરી હતો. સરકારે જે જિલ્લાને પ્રવાસની પરવાનગી આપી હતી તેમાં ચમોલી જિલ્લાના યાત્રી બદ્રીનાથ ધામના દર્શન, રુદ્રપ્રયાગ જિલ્લાના કેદારનાથ ધામના દર્શન અને ઉત્તરકાશી જિલ્લાના યાત્રી ગંગોત્રી, યમુનોત્રી ધામના દર્શન કરવાના નિયમ બનાવ્યા હતા. જો કે સરકારે હવે આદેશ સ્થગિત કરી નાંખ્યો છે. જો કે કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીમાં ફક્ત પુજારીઓને પૂજા અર્ચના સંબંધિત એક્ટિવિટીઓ કરવાની પરવાનગી છે.



હવે સરકારે કેટલીક છુટની સાથે કોરોના કર્ફ્યૂને વધારવાનું એલાન કર્યુ

કોરોનાના સંક્રમણમાં ઘટાડો આવતા ઉત્તરાખંડ સરકારે 15થી 22 જૂન સુધી કેટલીક છુટની સાથે કોરોના કર્ફ્યૂને વધારવાનું એલાન કર્યુ છે. સરકાર દ્વારા આપવામાં આવેલી છુટ અંતર્ગત રાજસ્વ કોર્ટમાં 20 કેસ સુધીની સુનવણી થઈ શકશે. આ ઉપરાંત લગ્ન અને અત્યોષ્ટિમાં 50 લોકોની સંખ્યાને પરવાનગી આપવામાં આવી છે. વિક્રમ ઓટોને ચલાવવાની પરવાનગી આપવામાં આવી છે. 16, 18 અને 21 જૂને પરચૂન, જનરલ મર્ચેન્ટની દુકાનની સાથે દારુ સહિત અન્ય વ્યાપારિ સંસ્થાઓ પણ ખુલશે. આ દુકાનો ખોલવાનો સમય સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ફળ, શાકભાજી, ડેરી અને મીઠાઈની દુકાનો ખુલી શકશે. આ દુકાનોનો સમય સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી રહેશે. આ ઉપરાંત 16થી 21 જૂને સ્ટેશનરી અને પુસ્તકોની દુકાનો ખુલ્લી રહેશે.







Source link

No comments:

Post a Comment