આગાહી / ગુજરાતના માથે આગામી 25 કલાક ભારે, આ વિસ્તારોમાં મુશળધાર વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી
આગામી 25 કલાક ભારે વરસાદની આગાહી
મધ્ય ગુજરાતમાં વરસશે ભારે વરસાદq
પવન સાથે વરસાદ રહેવાની સંભાવના
ગુજરાતમાં આગામી 25 કલાક ભારે!
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત બાદથી જ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. ગઇકાલે પંચમહાલ સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો જ્યારે આજે મેઘરાજા આણંદમાં ધડબડાટી બોલાવી હતી ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં આગામી 25 કલાક ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે, આગામી 25 કલાકમાં રાજ્ય માટે ભારે છે. મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
કયા કયા વિસ્તારોમાં પડી શકે વરસાદ?
હવામાન વિભાગનું માનીએ તો આગામી 25 કલાક ભારે વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે જેમાં જૂનાગઢ, ગીર-સોમનાથ, જામનગર, ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પણ ભારે વરસાદ વરસી શકે છે. આણંદ, નડિયાદ, ખેડા, ભરૂચ, નવસારી, ડાંગ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે.
25 કલાક બાદ દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ રહેશે
આગાહી અનુસાર રાજ્યમાં 25 કલાક બાદ વરસાદનું જોર ધીમે ધીમે ઓછું થઈ શકે છે જોકે દક્ષિણ ગુજરાતમાં વરસાદ અવિરત ચાલુ રહેશે.
જાહેર માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયા
આજ સવારથી જાણે આણંદમાં આભ ફાટ્યું હોય એમ સવારે વરસાદ પડતા ચારો કોર પાણી છવાઈ ગયા હતા આણંદમાં સવારે 6 થી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેમાં 6થી 8 વાગ્યા સુધીમાં 5 ઇંચ અને 8થી 10 વાગ્યા સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે અને રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય એવાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે.
Source link
No comments:
Post a Comment