ભારતમાં ફરી કોરોનાએ ચિંતા વધારી? છેલ્લા 24 કલાકામાં નોંધાયેલા આંકડા ચોંકાવનારા

24 કલાકમાં 67,208 નવા કોરોના કેસ
2330 સંક્રમિતોના મોત
મંગળવારે 62,224 કેસ નોંધાયા
દેશમાં કોરોનાના નવા કેસ આવવાની રફતાર ધીમી થઈ ગઈ છે. સતત દસમાં દિવસે સંક્રમણના નવા કેસ એક લાખથી ઓછા આવ્યા છે. સાથે જ મોતના આંકડા પણ ઘટી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના હાલના આંકડાઓ અનુસાર પાછલાં 24 કલાકમાં 67,208 નવા કોરોના કેસ આવ્યા અને 2330 સંક્રમિતોના મોત થયા છે. ગઈકાલે 1 લાખ 3 હજાર 570 લોકો કોરોના સંક્રમણથી સાજા થયા. એટલે કે કાલે 38,692 એક્ટિવ કેસ ઓછા થઈ ગયા. તેનાથી પહેલા મંગળવારે 62,224 કેસ નોંધાયા હતા.
આજે કોરોના સંક્રમણની સ્થિતિ
કુલ કોરોના કેસ- 2, 97,00, 313
કુલ ડિસ્ચાર્જ- 2,84,91,670
કુલ એક્ટિવ કેસ- 8, 26,740
કુલ મોત- 3,81,903l
.jpg?resize=600%2C338&ssl=1)
નવા કેસ કરતા રિકવરીમાં વધારે
દેશમાં સતત 35માં દિવસે કોરોના વાયરસના નવા કેસ કરતા રિકવરી વધારે થઈ છે. 16 જૂન સુધી દેશભરમાં 25 કરોડ 55 લાખ કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 34 લાખ 63 હજાર વેક્સિન લગાવવામાં આવી. ત્યાં જ અત્યાર સુધી લગભગ 38 કરોડ 52 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે. ગઈ કાલે લગભગ 19 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા. જેનો પોઝિટીવરેટ 4 ટકાથી વધારે છે.
દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.28 ટકા છે જ્યારે રિકવરી રેટ લગભગ 96 ટકા છે. એક્ટિવ કેસ ઘટીને 3 ટકાથી ઓછા થઈ ગયા છે. કોરોના એક્ટિવ કેસ મામલે ભારત દુનિયામાં ત્રજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલામાં પણ ભારતનું બીજુ સ્થાન છે. જ્યારે દુનિયામાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત પણ ભારતમાં થઈ છે.
Source link
No comments:
Post a Comment