Search This Website

Sunday, June 13, 2021

ચીને ફરી વધાર્યું ટેન્શન, અહીં ચામાચિડિયામાં મળ્યા કોરોના વાયરસના 24 નવા સ્વરૂપ




ચીને ફરી વધાર્યું ટેન્શન, અહીં ચામાચિડિયામાં મળ્યા કોરોના વાયરસના 24 નવા સ્વરૂપ







ચીને ફરી વધાર્યું ટેન્શન


ચામાચિડિયામાં મળ્યા કોરોના વાયરસના 24 નવા સ્વરૂપ


નવા સ્વરૂપમાં 4 સાર્સ કોવ-2 વાયરસ જેટલા ખતરનાક વાયરસ મળ્યા





દુનિયાભરમાં કોરોના વાયરસની શરૂઆત ચીનથી થઈ છે તેવી ચર્ચાઓ બાદ હવે અહીંથી એક નવી આફતની જાણકારી મળી રહી છે. ચીની શોધકર્તાને દક્ષિણી પશ્ચિમી ચીનના ચામાચિડિયામાં કોરોના વાયરસના 24 નવા જીનોમ મળ્યા છે. તેમાંથી 4 હાલની મહામારી માટે જવાબદાર સાર્સ કોવ-2 વાયરસ જેવા છે. લગભગ આ વાયકસ જેટલા જ ખતરનાક પણ હોઈ શકે છે.






શું કહેવાયું છે રિપોર્ટમાં

જર્નલ સેલમાં પ્રકાશિત આ શોદમાં શેનડોન્ગ વિશ્વવિદ્યાલયના ચીની શોધકર્તાએ કહ્યું કે તેમને મળેલા 24 નવા કોરોના વાયરસ જીનોમથી સ્પષ્ટ છે કે ચામાચિડિયામાં અનેક પ્રકારના વાયરસ છે અને અલગ અલગ લોકોમાં ફેલાય છે. આ જીનોમ અલગ પ્રજાતિથી મળ્યા છે. શોધકર્તાઓએ મે 2019થી નવેમ્બર 2002 સુધીના નમૂના લઈને તપાસ કરી છે. તેના મળ, મૂત્ર અને મોઢામાંથી લેવાયેલા નમૂનાની તપાસ કરાઈ રહી છે. તપાસમાં એક જીનોમ મળ્યો છે જે સાર્સ કોવ-2 જેવો છે. આ સૌથી નજીકનો સ્ટ્રેન છે. તેના સ્પાઈક પ્રોટીન જેવા આનુવંશિક અંતર હોઈ શકે છે.



સંકટ ખતમ થવાની આશા

શોધકર્તાઓએ આ નવા 24 જીનોમ મળ્યા હાદ આશા રાખી છે કે હવે કોરોનાની મહામારી અટકી શકે છે. હાલમાં કેસ પણ ઘટ્યા છે. ગયા વર્ષે જૂનમાં થાઈલેન્ડથી મળેલું સ્વરૂપ અને હવે મળી રહેલા જીનોમથી સ્પષ્ટ છે કે સાર્સ કોવ2 વાયરસ ચામાચિડિાને લઈને સતત ફેલાઈ રહ્યો છે અને કેટલીક જગ્યાઓએ તેની ગતિ ઝડપી છે.






ચીન પર વધી શકે છે દબાણ

વાયકસ ચીનથી આવ્યો છે કે નહીં તેને લઈને દુનિયાભરમાં ચર્ચા ચાલી રહી છે. ચીનમાં મળેલા આ નવા 24 સ્વરૂપને લઈને પણ ચીન પર દબાણ વધી શકે છે. વુહાનનો વાયરસ આ એટલી ઝડપથી ફેલાયો કે તે વૈશ્વિક મહામારી બની. કેટલાક દેશ અને તેના વૈજ્ઞાનિકો માંગ કરી રહ્યા છે કે વાયરસ પ્રાકૃતિક છે કે તેને વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિરોલોજીમાં તૈયાર કરીને દુનિયામાં ફેલાવાયો છે તેની તપાસ જરૂરી છે.

યાંગે આ વાયરસને લેબમાં તૈયાર કરાયાની વાતને નકારી છે

યાંગે આ સમયે કોરોના વાયરસને ચીની લેબમાં બનાવાયા હોવાની વાતને નકારી છે. તેઓએ કહ્યું કે અમે મહામારીની આડમાં ચીન પર દોષારોપણની કોશિશની નિંદા કરીએ છીએ. અમેરિકા પૂરી તાકાત સાથે આ ખોટી ધારણાને સાચી સાબિત કરવાની કોશિશ કરી રહ્યું છે. તેની પર બ્લિંકનના ચીનને માનવજાતિના હિતમા આ મહત્વપૂર્ણ કામમાં પારદર્શિતા લાવવાની અને સહયોગ આપવાની વાત કરી છે. કોરોનાનો ઉદય કેવી રીતે થયો તેની જાણકારી મળતાં તેને રોકવામાં મદદ મળશે. ચીન તેમાં બાધા લાવીને માનવતાની વિરોધમાં કામ કરી રહ્યું છે.







Source link

No comments:

Post a Comment