નવો નિર્ણય / હવે ગુજરાતમાં વૅક્સિન માટે ઑનલાઈન બુકિંગ નહીં કરાવવું પડે, 21 જૂનથી નિયમ લાગુ
ગુજરાતમાં 21 જૂન 2021 સોમવારથી રાજ્યભરના વેક્સિનેશન સેન્ટર્સ પર 18 થી 44 ની વયના લોકો માટે વોક-ઈન-વેક્સિનેશન શરૂ થશે
ગુજરાતમાં વેક્સિનને લઇ મહત્વના સમાચાર
21 જૂનથી બપોરે 3 કલાક બાદ સ્થળ પર થશે રજિસ્ટ્રેશન
18 થી 44 ની વયના લોકો માટે વોક-ઈન-વેક્સિનેશન
ગુજરાતમાં વેક્સિનેશનને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે વેક્સિન લેવા માટે સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરવામાં આવશે. 21 જૂનથી બપોરે 3 કલાક બાદ સ્થળ પર રજિસ્ટ્રેશન થશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ મહત્વનો નિર્ણય કરાયો છે. 18થી 44 વર્ષના લોકો માટે વોક-ઈન વેક્સિનેશનનો કાર્યક્રમ જાહેર કરાયો છે.
21 જૂન સોમવારથી બપોરે 3 કલાક પછી સમગ્ર રાજ્યના વેક્સિનેશન સેન્ટર્સ પર 18થી 44ની વયજૂથના લોકો ઓન સ્પોટ રજીસ્ટ્રેશનથી વોક-ઈન વેક્સિનેશનનો લાભ મેળવી શકશે. અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી જેમણે SMS દ્વારા સમય-સ્થળ-તારીખનો સ્લોટ મેળવ્યો છે તેમને વેક્સિનેશનમાં અગ્રતા અપાશે.
ગુજરાતમાં 18થી 44ની વયજૂથના લોકોને આગામી સોમવાર તારીખ 21મી જૂન 2021થી બપોરે 3 કલાકથી કોરોના વેક્સિન પ્રાયર-રજીસ્ટ્રેશન વિના સમગ્ર રાજ્યના વેક્સિનેશન સેન્ટર પરથી વોક ઈન વેક્સિનેશન અન્વયે સ્થળ પર રજીસ્ટ્રેશન કરીને આપવામાં આવશે. મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતમાં 18થી 44ની વયજૂથના લોકોને આગામી સોમવાર તારીખ 21મી જૂન 2021થી બપોરે 3 કલાકથી કોરોના વેક્સિન પ્રાયર-રજીસ્ટ્રેશન વિના સમગ્ર રાજ્યના વેક્સિનેશન સેન્ટર પરથી વોક ઈન વેક્સિનેશન અન્વયે સ્થળ પર રજીસ્ટ્રેશન કરીને આપવામાં આવશે. મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્યમાં હાલ 18થી 44 વયજૂથમાં વેક્સિનેશન માટે અગાઉથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી સ્થળ, સમય અને તારીખનો સ્લોટ SMS દ્વારા મળ્યા મુજબ વેક્સિનેશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આવું પ્રાયર રજીસ્ટ્રેશન કરાવીને SMS મારફતે સ્લોટ મેળવેલા લોકોને વેક્સિનેશનમાં અગ્રતા અપાશે.
પરંતુ 21 જૂન વિશ્વ યોગ દિવસથી બપોરે 3 કલાક બાદથી પ્રાયર રજીસ્ટ્રેશન સિવાય એટલે કે, વોક-ઈન-રજીસ્ટ્રેશન અંતર્ગત રાજ્યભરના બધા જ રસીકરણ કેન્દ્રોએ સ્થળ પર રજીસ્ટ્રેશન કરીને વેક્સિનના ડોઝની ઉપલબ્ધતાના આધારે વેક્સિનેશન કરવામાં આવશે. ગુજરાતે અત્યાર સુધીમાં 2 કરોડ 15 લાખ વેક્સિન ડોઝ આપીને દેશભરમાં અગ્રીમ સ્થાન મેળવેલું છે.આરોગ્યકર્મીઓ, ફ્રન્ટલાઈન વોરિયર્સ, 45 થી વધુ વયના લોકો તેમજ કોમોર્બીડ વ્યક્તિઓના રસીકરણમાં પણ ગુજરાત અગ્રીમ રાજ્યોમાં રહ્યું છે.
No comments:
Post a Comment