કોરોનાની ત્રીજી લહેરથી બચવા 21 વિશેષજ્ઞોએ આપ્યા 8 સૂચનો
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરની અસર ઓછી થવાની સાથે જ ત્રીજી લહેરની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આને લઈને હજું પણ સતર્કતા રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. કંઈક એવી જ સલાહ ધ લાન્સેન્ટ મેડિકલ જર્નલે એક આલેખમાં 21 વિશેષજ્ઞોએ આપી છે.
આ વિશેષજ્ઞોમાં ભારતની બાયોફોર્માસ્યૂટિકલ કંપની બાયોકોનના સંસ્થાપક કિરણ મજૂમદાર-શો અને જાણિતા સર્જન ડોક્ટર દેવી શેટ્ટી પણ સામેલ છે.
વિશેષજ્ઞોએ સરકારોને કોરોનાના કેસ ફરીથી વધવાથી પહેલા તૈયારીઓ માટે આઠ મુદ્દાઓ પર કામ કરવાની ભલામણ કરી છે.
1. આવશ્યક આરોગ્ય સેવાઓનું વિકેન્દ્રીકરણ થવું જોઈએ. બધા માટે એક જ પ્રકારના ઉપાય યોગ્ય નથી કેમ કે જિલ્લા સ્તર પર કોરોનાના કેસો અને સ્વાસ્થ્ય સેવાઓની સ્થિતિ અલગ-અલગ હોય છે.
2. બધી આવશ્યક આરોગ્ય સેવાઓ જેવા એમ્બ્યુલન્સ, ઓક્સિજન, જરૂરી દવાઓ અને હોસ્પિટલોમાં સારવારની કિંમત પર બોર્ડર પર નિર્ધારિત થવી જોઈએ અને એક પારદર્શી રાષ્ટ્રીય મૂલ્ય નીતિ બનાવવી જોઈએ. હોસ્પિટલમાં સારવાર કરાવવી આર્થિક રીતે ભારે પડવી જોઈએ નહીં અને બધા માટે તેનો ખર્ચ વર્તમાન સ્વાસ્થ્ય વિમા યોજનાઓને ઉઠાવવી જોઈએ.
3. કોવિડ -19 ના સંચાલન સંબંધિત સ્પષ્ટ, પુરાવા-આધારિત માહિતીને વધુ વિસ્તૃત અને અમલમાં મૂકવી જોઈએ. આ જાણકારીમાં ઘર પર જ દેખરેખ અને સારવાર, પ્રાથમિક સારવાર અને જિલ્લા હોસ્પિટલોમાં સારવાર માટે સ્થાનિક ભાષામાં આંતરાષ્ટ્રીય દિશાનિર્દેશ સામેલ હોવા જોઈએ જેમાં સ્થાનિક પરિસ્થિતિઓ અને ક્લિનિક્લ પ્રેક્ટિસ સામેલ હોય.
4. ખાનગી ક્ષેત્ર સહિત સ્વાસ્થ્ય પ્રણાલીના બધા ક્ષેત્રોમાં હાજર બધા માનવ સંસાધનોને કોવિડ-19થી લડાઈ માટે તૈયાર કરવા જોઈએ. આ લડાઈ માટે તેમના પાસે પર્યાપ્ત સંસાધન હોવા જોઈએ, જેમ પોતાની સુરક્ષા માટે ઉપકરણ, ક્લીનિક્લ હસ્તક્ષેપના ઉપયોગ માટે માર્ગદર્શન, વિમો અને માનસિક સ્વાસ્થ્ય માટે સહયોગ.
5. હાલની રસી ડોઝનો વધુ સારી રીતે ઉપયોગ કરવા માટે રાજ્ય સરકારોએ કોરોના વાયરસ રસી માટે વિવિધ સમૂહોને પ્રાધાન્ય આપવું જોઈએ. વેક્સિનનો પૂરવઠો વધવાની સાથે-સાથે તેના દાયરાને વધારે વધારી શકાય છે. રસીકરણ જાહેર હિત માટે છે. તેને માર્કેટ તંત્ર પર છોડવું જોઈએ નહીં.
6. કોવિડ -19 સામેની લડતમાં સમુદાયની એકતા અને લોકોની ભાગીદારી સાથે કામ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ગ્રાઉન્ડ સ્તર પર કામ કરી રહેલા નાગરિક સમાજની સ્વાસ્થ્ય દેખરેખ અને અન્ય વિકાસ ગતિવિધિઓમાં લોકોની ભાગીદારીમાં ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે, જેમ કે મુંબઈ જેવી મોટા શહેરોમાં કોવિડ-19 સામેની લડાઇને મજબૂત કરવી.
7. આવનારા સપ્તાહોમાં કોરોનાના કેસો વધવાની આશંકાને જોતા જિલ્લાઓને સક્રિય રૂપથી તૈયાર કરવા માટે સરકારી ડેટા સંગ્રહ અને મોડલિંગમાં પારદર્શિતા હોવી જોઈએ. સ્વાસ્થ્ય કર્મચારીઓને કોવિડ-19 કેસોમાં અલગ-અલગ ઉંમર અને લિંગના આંકડાઓ, હોસ્પિટલમાં દાખલ થવાનો દર અને મૃત્યુ દર, રસીકરણની સામુદાયિક સ્તર પર કવરેજ, ઉપચાર પ્રોટોકોલની પ્રભાવશીલતાની સમુદાય-આધારિત ટ્રેકિંગ અને લાંબાગાળાના પરિણામો પર ડેટાની આવશ્યકતા હોય છે.
8. કામકાજને બંધ થવા અને નોકરી જવાથી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે અને સ્વાસ્થ્યને લઈને પણ ખતરો વધ્યો છે, તેને કામદારોને રોકડ પૈસા ટ્રાન્સફર કરીને ઓછો કરી શકાય છે. કેટલીક રાજ્ય સરકારોએ આવું કર્યું છે. ઔપચારિક ક્ષેત્રમાં એમ્પ્લોયરોએ હાલના કરારની સ્થિતિને ધ્યાનમાં લીધા વગર બધા કામદારોને રોજગારમાં જાળવી રાખવા આવશ્યક છે. જ્યારે અર્થતંત્ર પાટા પર આવે ત્યારે આ કંપનીઓને વળતર આપવાની સરકારની પ્રતિબદ્ધતા હોવી જોઈએ.
No comments:
Post a Comment