Search This Website

Thursday, June 10, 2021

શિક્ષણની સિસ્ટમ બદલાશે:ઓનલાઇન અભ્યાસ અને શિક્ષકોની હાજરીના મોનિટરિંગ માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના હસ્તે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0ના નવા ભવનનું લોકાર્પણ
શિક્ષણની સિસ્ટમ બદલાશે:ઓનલાઇન અભ્યાસ અને શિક્ષકોની હાજરીના મોનિટરિંગ માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના હસ્તે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0ના નવા ભવનનું લોકાર્પણ
નવીનતમ પ્રોજેકટસ અને શિક્ષણની અન્ય યોજનાઓના મોનિટરિંગ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત
રાજ્યની 5400 પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પર નજર રખાશે


રાજ્યમાં કોરોના મહામારીને પગલે સતત બીજા વર્ષે પણ ઓનલાઈન શિક્ષણ શરૂ થયું છે. એ માટે આજે મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓના અભ્યાસ, ઓનલાઇન હાજરી અને શિક્ષક સજજતા સહિતના વિવિધ પ્રોજેક્ટ્સ– યોજનાઓના અમલીકરણ અને મોનિટરિંગના હેતુસર શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં કાર્યરત કરાયેલા અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0ના નવા ભવનનું લોકાર્પણ કર્યું છે. આ પ્રસંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, રાજ્ય મંત્રી વિભાવરીબહેન દવે તેમજ શિક્ષણ સચિવ વિનોદ રાવ અને શિક્ષણના વરિષ્ઠ અધિકારીઓ મુખ્યમંત્રી સાથે જોડાયા હતા.

શિક્ષણના મોનિટરિંગ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત
મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશાદર્શનમાં શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા પર વિશેષ FOCUS કરીને મિશન વિદ્યા, શિક્ષક-વિદ્યાર્થીની ઓનલાઇન હાજરી, હોમ લર્નિંગ, પિરિયોડિક એસસમેન્ટ ટેસ્ટ જેવા નાવીન્યપૂર્ણ પ્રોજેકટ છેલ્લાં બે વર્ષથી અપનાવેલા છે. આ નવીનતમ પ્રોજેક્ટસ અને શિક્ષણની અન્ય યોજનાઓના મોનિટરિંગ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત થયેલું છે.

3 લાખ શિક્ષક અને 1 કરોડથી વિદ્યાર્થીઓ પર નજર રખાશે
રાજ્યની 5400 જેટલી પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, 3 લાખ કરતાં વધારે શિક્ષકો અને 1 કરોડ ઉપરાંતના વિદ્યાર્થીઓના વિશાળ માળખાની સુઆયોજિત દેખરેખ માટે હવે આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના નવા બિલ્ડિંગને અતિઆધુનિક ટેકનોલોજી-સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ લોકાર્પણ કરેલા આ નવીન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0માં આવતા ડેટાને મશીન લર્નિંગ, વિઝયુઅલ પાવર cQube ટૂલથી એનેલાઇઝ કરાશે. સ્ટેટ લેવલે શિક્ષક અને વિદ્યાર્થીની ઓનલાઇન રિયલ ટાઇમ અટેન્ડન્સ જાણી શકવા સાથે જિલ્લાવાર તેમજ કોર્સવાર માહિતી દીક્ષા પર્ફોર્મન્સના આધાર પર આપી શકાય એવી અદ્યતન સુવિધા આ નવા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0માં ઉપલબ્ધ બનાવાઇ છે.

મુખ્યમંત્રીએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પરથી મોનિટરિંગ કર્યું.

‘શાળા બંધ-શિક્ષણ નહિ’ના મંત્ર સાથે વિદ્યાર્થીઓનું હોમ લર્નિંગ શરૂ
મુખ્યમંત્રીએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0ના ભવન લોકાર્પણ સાથે વીડિયો વોલ મારફત શિક્ષણ વિભાગના ફિલ્ડ સ્ટાફ સાથે સીધો સંવાદ સાધી આ પ્રોજેકટસ સહિત સમગ્ર શિક્ષણ વ્યવસ્થા અંગેના પ્રતિભાવો-ફિડબેક મેળવ્યા હતા. સીએમના માર્ગદર્શનમાં રાજ્યમાં કોરોનાના આ કાળમાં ‘શાળા બંધ-શિક્ષણ નહિ’ના ધ્યેયમંત્ર સાથે વિદ્યાર્થીઓને ઘેરબેઠાં અભ્યાસ હોમ લર્નિંગ માટેના અભિનવ પ્રોજેકટ-ગુજરાત સ્ટુડન્ટડ હોલિસ્ટિક એડપ્ટિવ લર્નિંગ એપનો પણ પ્રારંભ થયો છે. આ પ્રોજેકટ અન્વયે ધોરણ-1થી 12ના વિદ્યાર્થીઓ માટે ઇ-કન્ટેન્ટ અને લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરવામાં આવ્યો છે. ​​​​​​

56 લાખથી વધુ વિદ્યાર્થીઓ G-SHALAથી શિક્ષણ મેળવશે
ઘરે સ્માર્ટફોન-ટેબ્લેટ ધરાવતા હોય તેવા ધોરણ 1થી 12ના 56 લાખથી વધુ વિદ્યાર્થી હોમલર્નિંગ અંતર્ગત લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ G-SHALA (ગુજરાત સ્ટુડન્ટ્સ હોલિસ્ટિક એડપ્ટિવ લર્નિંગ એપ) એપ્લિકેશન અને ઈ-કન્ટેન્ટ થકી શિક્ષણ મેળવે એવું આયોજન કરવામાં આવ્યું છે.આ ઈ-કન્ટેન્ટમાં એનિમેટેડ વીડિયો, પ્રયોગોના સિમ્યુલેશન્સ, સ્વ અધ્યયન અને સ્વ મૂલ્યાંકન મોડ્યુલ અને સંદર્ભ-પૂરક સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ સુવિધાઓને વિદ્યાર્થીઓ કોઈપણ ડિવાઈસ કે પ્લેટફોર્મથી એક્સસ કરી શક્શે.

સીએમ સાથે શિક્ષણમંત્રી સહિતના નેતા ઉપસ્થિત રહ્યા.

નવો અભ્યાસ શરૂ કરાવવામાં આ જ્ઞાન સેતુ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ બનશે
ગુજરાતના વિદ્યાર્થીઓ-બાળકોના ઉજ્જવળ ભાવિના હિતને કેન્દ્રસ્થાને રાખવાના મુખ્યમંત્રીના દૃષ્ટિવંત આયોજન અનુરૂપ ‘‘જ્ઞાન સેતુ-બ્રિજકોર્સ કલાસ રેડીનેસ’’ કાર્યક્રમ પણ શિક્ષણ વિભાગે ધોરણ.1થી 10ના વિદ્યાર્થીઓ માટે આજથી એક માસ એટલે કે 10 જૂનથી 10 જુલાઇ સુધીના સમય માટે શરૂ કર્યો છે. કોરોના મહામારીના વિશિષ્ટ સંજોગોમાં ગયું આખું વર્ષ વિદ્યાર્થીઓએ ઓનલાઇન અભ્યાસ કર્યો છે. નવા વર્ષમાં નવા ધોરણનો અભ્યાસક્રમ શરૂ કરતાં પહેલાં આગલા વર્ષના અભ્યાસક્રમના અગત્યના મુદ્દાઓનું પુનરાવર્તન અને મહાવરાથી તે વધુ પાકા-દૃઢ કરીને જ આગલા ધોરણનો અભ્યાસ શરૂ કરાવવામાં આ જ્ઞાન સેતુ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ બનશે.

ગાંધીનગરમાં કાર્યરત કરાયેલા અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0ના નવા ભવનનું લોકાર્પણ.

શિક્ષકો વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ કે પરોક્ષ માર્ગદર્શન આપશે
જ્ઞાન સેતુ કાર્યક્રમ અન્વયેનું અભ્યાસ સાહિત્ય તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને તે ધો. 1થી 10ના સરકારી શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પૂરૂં પાડવામાં આવશે. એટલું જ નહિ, કોઇપણ વિદ્યાર્થી એ ડાઉનલોડ કરી શકે એ હેતુથી સમગ્ર શિક્ષાની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ બનાવાશે. વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર ડી.ડી.ગિરનાર પરથી 10 જૂનથી 10 જુલાઇ દરમિયાન એપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવશે અને શિક્ષકો વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ કે પરોક્ષ માર્ગદર્શન આપશે.
Source Divya

No comments:

Post a Comment