કોરોનાના કારણે બે વર્ષમાં 20 કરોડ લોકો બેરોજગાર થશે
આગામી વર્ષોમાં વિશ્વભરમાં બેરોજગારી હાહાકાર મચાવશે : સંયુક્ત રાષ્ટ્ર
રોજગારી અને રાષ્ટ્રીય આવકની બાબતમાં બધા દેશોનો રેકોર્ડ દોઢ વર્ષમાં કથળ્યો: ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનનો અહેવાલ
મહામારી ત્રાટકી ન હોત તો દુનિયામાં 2020-21નાં વર્ષમાં 30 કરોડ લોકો માટે રોજગારીની તકો સર્જાવાની શક્યતા હતી
સંયુક્ત રાષ્ટ્રસંઘ : સંયુક્ત રાષ્ટ્રસંઘ સંલગ્ન ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના અહેવાલમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે મહામારીના કારણે દુનિયામાં બેરોજગારીનું મોટું સંકટ સર્જાશે. 2023 સુધીમાં 20.5 કરોડ નવા બેરોજગારો પેદા થાય તેવી દહેશત વ્યક્ત થઈ હતી.
આંતરરાષ્ટ્રીય શ્રમ સંસૃથાના ચિંતાજનક અહેવાલમાં કહેવાયું હતું કે રોજગારી અને રાષ્ટ્રીય આવકની બાબતમાં બધા જ દેશોનો રેકોર્ડ દોઢ વર્ષમાં અતિશય કથળી ગયો છે. આવો જ ટ્રેન્ડ રહેશે તો બધા જ દેશોમાં બેરોજગારીનું સંકટ વિકરાળ બની જશે.
આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનના ટ્વિટર એકાઉન્ટમાંથી એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં વિવિધ આંકડા રજૂ કરીને બેરોજગારીની સમસ્યા દર્શાવવામાં આવી હતી. અહેવાલ પ્રમાણે 2023 સુધીમાં દુનિયામાં 20.5 કરોડ લોકો બેરોજગાર બની જશે. અત્યારે જ દુનિયામાં 10 કરોડ કરતાં વધુ લોકો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે.
વર્લ્ડ એમ્પલોઈમેન્ટ એન્ડ સોશિયલ આઉટલૂક : ટ્રેન્ડ્સ 2021 રીપોર્ટમાં કહેવાયું હતું કે જો મહામારી ત્રાટકી ન હોત તો દુનિયામાં 2020-21ના વર્ષમાં 30 કરોડ જેટલાં લોકો માટે નવી રોજગારીની તકો સર્જાવાની હતી.
કોરોના મહામારીએ દુનિયામાં હાહાકાર મચાવ્યો તેના કારણે 30 કરોડ રોજગારી સર્જાવાને બદલે 10 કરોડ બેરોજગારો પેદા થયા હતા. યુએનની એજન્સીએ કહ્યું હતું કે મહામારીની અસર આ આખા દશકા પર પડશે. 2020માં કુલ કામકાજના સમયમાં 8.8 ટકાનો ઘટાડો થયો હતો. એટલે કે 25.5 કરોડ લોકો એક વર્ષ સુધી કામ કરે એટલી કલાકો વેડફાઈ ગઈ છે. એ ખોટની ભરપાઈ થતાં વર્ષો નીકળી જશે.
અહેવાલમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે મહામારીના કારણે અસંગઠિત ક્ષેત્રના 200 કરોડ જેટલાં મજૂરો, મહિલાઓ અને યુવાનોની રોજગારી પર પણ ગંભીર અસર થઈ છે. આ કરોડો લોકોની દરરોજની રોજગારી અનિયમિત થઈ ગઈ હોવાથી તેમને ગંભીર આિર્થક સંકળામણનો સામનો કરવો પડે છે.
2021ના પ્રથમ ક્વાર્ટરમાં દુનિયામાં લગભગ 14 કરોડ નોકરિયાતો પર નોકરી ગુમાવવાનું જોખમ ખડું થયું હતું. બીજા ક્વાર્ટરમાં 12.7 કરોડ લોકો નોકરી બચાવવા ઝઝૂમી રહ્યા છે. યુએનની એજન્સીએ કહ્યું હતું કે માત્ર હેલૃથની બાબતમાં કોરોના પર કાબૂ મેળવવો એ જ લક્ષ્યાંક ન હોવો જોઈએ. આિર્થક રીતે જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરીને રોજગારી સર્જવા પગલાં લેવા જરૂરી છે.
No comments:
Post a Comment