Search This Website

Friday, June 11, 2021

ડો. એન્થની ફૌસીએ કહ્યું, રસીના 2 ડોઝની વચ્ચે ગેપ વધારવાથી વધી શકે કે સંક્રમણનો ખતરો




ડો. એન્થની ફૌસીએ કહ્યું, રસીના 2 ડોઝની વચ્ચે ગેપ વધારવાથી વધી શકે કે સંક્રમણનો ખતરો



રસીના બે ડોઝની વચ્ચે ગેપ વધવાથી લોકોમાં કોરોનાનું સંકટ – ડો. ફૌસી


અમે સમય પર રસી લગાવવાની સલાહ આપીએ છીએ -ડો. ફૌસી


બની શકે તેટલા લોકોનું રસીકરણ થવું જોઈએ



રસીના બે ડોઝની વચ્ચે ગેપ વધવાથી લોકોમાં કોરોનાનું સંકટ – – ડો. ફૌસી

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડનના ચીફ મેડિકલ એડવાઈઝર ડો. એન્થની ફૌસીએ કહ્યું કે રસીના બે ડોઝની વચ્ચે ગેપ વધવાથી લોકોમાં કોરોનાનું સંકટ વધી શકે છે. ડો. ફૌસીએ ભારત સરકાર દ્વારા ગત મહિને 2 ડોઝનો ગેપ વધારવાને લઈને સવાલનો જવાબ આપી રહ્યા હતા. ફૌસી અમેરિકાના નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ એલર્જીજ એન્ડ ઈંફેક્શિયલ ડિસીજના (NIAID) ડાયરેક્ટર પણ છે.

અમે સમય પર રસી લગાવવાની સલાહ આપીએ છીએ -ડો. ફૌસી

તેમણે એક ચેનલ સાથેની વાતચીતમાં mRNA રસી જેમ કે ફાયઝર માટે 2 ડોઝની વચ્ચે 3 અઠવાડિયા અને મોર્ડના માટે 4 અઠવાડિયાનો ગેપ હોવો જોઈએ જે યોગ્ય છે. અને અમે યુકેમાં જોયું છે કે રસીમાં ગેપનો સમય વધારી દીધો આ દરમિયાન તમે સંક્રમિત થઈ શકો છે. એટલે અમે સમય પર રસી લગાવવાની સલાહ આપીએ છીએ. જો કે તેમણે એમ પણ કહ્યુ છે કે આ ગેપ જરુરી હોય છે જ્યારે તમારી પાસે ઓછો સપ્લાય હોય.





બની શકે તેટલા લોકોનું રસીકરણ થવું જોઈ

ડો. ફૌસીએ એ વાત પર ભાર મુક્યો છે કે વાયરસ(ખાસ ડેલ્ટા વેરિએન્ટ)થી આગળ નીકળવા માટે બની શકે તેટલા લોકોનું રસીકરણ થવું જોઈએ. એક્સપર્ટના જણાવ્યાનુસાર આ 40થી 50 ટકા વધારે સંક્રમિત કરે છે અને તે 62 દેશોમાં ફેલાય છે.

મોદી સરકારે રસીનો ગેપ 28 દિવસથી વધારીને 6થી 8 અઠવાડિયા કર્યો છે

ભારત સરકારે 13 મેએ કોવિશીલ્ડના બન્ને ડોઝ લગાવવાની વચ્ચેનો સમય 6-8 અઠવાડિયા વધારીને 12-16 અઠવાડિયા કરવાનો નિર્ણય કર્યો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયે આ નિર્ણયને લઈને કહ્યુ કે આ વિજ્ઞાન આધારિત નિર્ણય છે. અને આને આ વિશ્વાસની સાથે લેવામાં આવ્યો છે કે આનાથી કોઈ વધારાનું સંકટ નહી આવે. ગત કેટલાક મહિનામાં બીજી વાર એવું થયું હતુ કે જ્યારે કોવિશીલ્ડના બે ડોઝની વચ્ચે ગેપ વધાર્યો. આ પહેલા કેન્દ્ર સરકારે 2 ડોઝની વચ્ચે ગેપને 28 દિવસથી વધારીને 6થી 8 અઠવાડિયા કરવાનો નિર્દેશ આપ્યો હતો.



તમારી પાસે રસીની અછત છે તો ડોઝની વચ્ચે ગેપ વધારવો…

ડો. ફૌસીએ તે સમયે ભારત સરકારના ગેપ વધારવાના નિર્ણયનું સમર્થન કર્યુ હતુ અને કહ્યુ હતુ કે જો તમારી પાસે રસીની અછત છે તો ડોઝની વચ્ચે ગેપ વધારવો ઘણો તાર્કિક નિર્ણય છે. તેમણે કહ્યુ કે આનાથી વધારેમાં વધારે લોકોને ઓછામાં ઓછો એક ડોઝ લાગી જશે. તે સમયે ડો. ફૌસીએ કહ્યુ હતુ કે આ વાતની શક્યતા ઓછી છે કે બીજા ડોઝમાં મોડુ થવાના કારણે તેની અસરકારકતાની ક્ષમતા પર અસર પડશે.





Source link

No comments:

Post a Comment