Search This Website

Sunday, June 13, 2021

ગુજરાત સહિત પંજાબ અને હરિયાણામાં 2 દિવસની ભારે વરસાદની આગાહી, IMDએ જાહેર કરી ચેતવણી




ગુજરાત સહિત પંજાબ અને હરિયાણામાં 2 દિવસની ભારે વરસાદની આગાહી, IMDએ જાહેર કરી ચેતવણી



ગુજરાત સહિત પંજાબ અને હરિયાણામાં વરસાદની સ્થિતિ


48 કલાકમાં પડી શકે છે ભારે વરસાદ


હવામાન વિભાગે જાહેર કર્યું છે એલર્ટ





IMDએ કહ્યું છે કે આ 2 દિવસમાં વિજળી અને ભારે પવનની સાથે વાદળ ગરજશે અને સાથે કેટલાક વિસ્તારોમાં છાંટા પડશે. 15 અને 16 જૂનના રોજ શરૂઆતના કલાકોમાં વરસાદ અને તોફાનની ગતિ વધવાની શક્યતા છે. અનેક સ્થાનો પર હળવાથી મધ્યમ વરસાદની ભારે શક્યતા છે. આ સામાન્ય વરસાદ 1-5 સેમી તો ભારે વરસાદ 7-12 સેમીનો નોંઘાઈ શકે છે.






કઈ જગ્યાઓએ કેવો રહેશે વરસાદ

હવામાન વિભાગની આગાહી અનુસાર હરિયાણાના સિરસામાં 101.4 મિમીનો વરસાદ થયો છે જ્યારે ડબવાલીમાં 62 મીમીનો વરસાદ થયો છે. અન્ય જગ્યાઓમાં નરવાનામાં 32 મીમી, ફતેહાબાદના રતિયામાં 52 મીમી અને સાથે નારનોલમાં મીમી અને રોહતકમાં 14.8 મીમીનો વરસાદ થયો છે.

આ વિસ્તારોમાં રવિવારે થયો હળવોથી મધ્યમ વરસાદ

હવામાન વિભાગે કહ્યું છે કે રવિવારે યમુનાનગર, કુરુક્ષેત્ર, કેથલ, કરનાલ, પાણીપત, ગન્નોર, ફતેહાબાદ, બરવાલા, નરવાના, રજોંધ, અસંધ, સફીદૌં, જીંદ, ગોહાના, હિસાર, હાંસીની આસપાસના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો. આ સાથે પવન પણ ફૂંકાયો હતો.






ગુજરાતમાં પણ આવું રહેશે હવામાન

ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના મતે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. જેમાં સુરત, ડાંગ, તાપી, નર્મદા, નવસારી અને વલસાડમાં વરસાદ વરસે તેવી શક્યતા છે. તો અમરેલી, ગીર-સોમનાથ અને જૂનાગઢમાં પણ વરસાદ વરસે તેવી શક્યતા છે.





Source link

No comments:

Post a Comment