Search This Website

Sunday, June 6, 2021

પાકિસ્તાનમાં 2 ટ્રેનો વચ્ચે મોટો અકસ્માત, 33 લોકોના મોત, 50 ઘાયલ




પાકિસ્તાનમાં 2 ટ્રેનો વચ્ચે મોટો અકસ્માત, 33 લોકોના મોત, 50 ઘાયલ




પાકિસ્તાનમાં એક મોટી રેલ દુર્ઘટના ઘટી છે. જેમાં અત્યાર સુધી 33 લોકોના મોત થયા છે. જ્યારે 50 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ઘટના સિંઘ પ્રાંતના ડહારકીમાં બની છે. આ જગ્યા અહીં ઘોટકી જિલ્લામાં સ્થિત છે. જ્યાં પ્રવાસીઓને 2 ટ્રેનો મિલ્લત એક્સપ્રેસ અને સર સૈય્યદ એક્સપ્રેસ વચ્ચે અકસ્માત થયો છે. 33 લોકોના મોતની પુષ્ટિ જિલ્લાના ડેપ્યૂટી કમિશ્રરે કરી છે. તેવાાં કહેવામાં આવી રહ્યુ છે કે ઘાયલોમાં અનેકની હાલત ગંભીર છે. મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે.

ઘટના સવારના સમયે ડહારકી રેલવે સ્ટેશનની પાસે થઈ છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યુ છે કે અનેક લોકો ટ્રેનની અંદર ફસાયેલા છે. જેમને કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એવું મનાઈ રહ્યુ છે કે થોડાક કલાકોમાં મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.







Source link

No comments:

Post a Comment