Search This Website

Tuesday, June 22, 2021

રાજ્ય સરકારની જાહેરાત:ગુજરાતમાં આગામી ચાર વર્ષ માટે ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી જાહેર કરાઈ, 2 વ્હીલર માટે 20 હજાર અને 4 વ્હીલર માટે દોઢ લાખ સબસિડી




રાજ્ય સરકારની જાહેરાત:ગુજરાતમાં આગામી ચાર વર્ષ માટે ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી જાહેર કરાઈ, 2 વ્હીલર માટે 20 હજાર અને 4 વ્હીલર માટે દોઢ લાખ સબસિડી





દેશમાં સૌ પ્રથમ ગુજરાતે ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી જાહેર કરી
મારુતિ સાથે ત્રણ જાપાનિઝ કંપનીઓ પ્રોડક્શન શરુ કરી દેશે
હાલમાં 250 ચાર્જિંગ સ્ટેશનોને મંજુરી અપાઈ છે
હોટેલો પાસે ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવામાં આવશે




ગુજરાતમાં આગામી ચાર વર્ષ માટે ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી જાહેર કરવામાં આવી છે. આ પોલીસી જાહેર કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજીને ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસીમાં મળનારી સબસીડીની માહિતી આપી હતી. જેમાં 2 વ્હીલર માટે 20 હજાર અને 4 વ્હીલર માટે દોઢ લાખ રૂપિયાની સબસીડી આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

વિજય રૂપાણીએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરી

ગુજરાત રાજ્યમાં ઈન્વેસ્ટમેન્ટ કરવામાં સૌને સમાન તક મળે છે.
આજે નવી પોલિસી શરૂ કરીએ છે
ઇલેક્ટ્રિક વહિકલ વધારે લોકો વાપરતા થાય
પેટ્રોલ ડીઝલ ઓછો વપરાશ થાય તે માટે આ જાહેરાત કરવામાં આવી
ઇલેક્ટ્રિક વહિકલથી પ્રદુષણ ઓછું થાય છે.
ગુજરાત પહેલુ રાજ્ય બનશે જે આવનારા 4 વર્ષ માટે અમલ બનશે
 ​​




લોકો માટે ઈલેકટ્રીક વ્હીકલ બને તે ઉદ્દેશ્ય મહત્વનો છે.
સરકાર 2 વ્હિલર, 3 વ્હિલર અને ફોર વ્હીલર પર ભાર આપે છે
આ પોલીસી 6 લાખ કાર્બન ઉત્સર્જન અટકાવશે
2 વ્હીલર માટે 20 હજાર, 3 વ્હીલર માટે 50 હજાર અને ફોર વ્હીલર માટે દોઢ લાખની સબસીડી મળશે
વાહન ચાર્જ કરવા માટે ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે
સરકાર ચાર્જિંગ સ્ટેશન પર પણ સબસીડી આપશે
આ માટે અલગ અલગ હોટેલો પર ચાર્જિંગ ઓપ્શન માટે વિચારણા હાથ ધરાઈ છે
500 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે
સરકારની હાલની ધારણા પ્રમાણે 1.25 લાખ ટુ વ્હીલર, 75 હજાર રીક્ષા અને 25 હજાર કારથી શરુઆત કરવાની ઈચ્છા છે
સબસીડીમાં પ્રતિ કિલો વોટ સબસીડાઈઝ કરાશે
હાલમાં 250 ચાર્જિંગ સ્ટેશનને મંજુરી અપાઈ છે અને આગળ જતાં 250ને અપાશે
બેટરી સ્વેપિંગ સ્ટેશનને પ્રોત્સાહન અપાશે
રાજ્ય સરકારે અન્ય રાજ્યો કરતાં ઉદારતા પૂર્વક જાહેરાત કરી છે.
સબસીડી આપનારુ ગુજરાત પ્રથમ રાજ્ય બનશે
મારુતિ સાથે ત્રણ જાપાનિઝ કંપની પણ પ્રોડક્શન શરુ કરી દેશે

No comments:

Post a Comment