Search This Website

Monday, June 14, 2021

16થી 20 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસુ બેસવાની શક્યતા, અનેક વિસ્તારમાં પડશે વરસાદ




16થી 20 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસુ બેસવાની શક્યતા, અનેક વિસ્તારમાં પડશે વરસાદ




ગાંધીનગર: અમદાવાદમાં 17થી 19 જૂન વચ્ચે વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદ 39.7 ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યુ હતું. 16થી 20 જૂન વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ચોમાસુ બેસવાની ધારણા છે.


અમદાવાદ રાજ્યમાં 39.7 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યુ હતું. સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 39.7 ડિગ્રી અને લઘુતમ તાપમાન 29.1 ડિગ્રી નોંધાયું હતું. આગામી બે દિવસ દરમિયાન અમદાવાદ સહિત ઉત્તર-મધ્ય ગુજરાતમાં ગરમીનું જોર યથાવત રહ્યા બાદ 16 જૂનથી વાતાવરણમાં પલટો આવશે.

હાલ પવનોની પેટર્ન જોતા 17 જૂનની આસપાસ ઉત્તર-પૂર્વ અરબ સાગરની આસપાસ એક અપર એર સર્ક્યુલેશન સાથે ટ્રફ રચાવાની શક્યતા છે. જેને લીધે ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ વાતાવરણ રચાતા ગુરૂવારથી રવિવાર વચ્ચે અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, તેમજ 20 જૂન સુધીમાં રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં ચોમાસુ બેસી જશે.

No comments:

Post a Comment