Search This Website

Thursday, June 3, 2021

રાજ્યમાં એક્ટિવ કેસ અને મૃત્યુઆંકમાં ઘટાડો થતા હાશકારો: આજે નવા 1333 કેસ નોંધાયા, 18ના મોત

 

રાજ્યમાં એક્ટિવ કેસ અને મૃત્યુઆંકમાં ઘટાડો થતા હાશકારો: આજે નવા 1333 કેસ નોંધાયા, 18ના મોત


૧૩ માર્ચ બાદ પહેલીવાર ૧૪૦૦થી ઓછાં કેસ
- વડોદરામાં સૌથી વધુ ૨૩૫, અમદાવાદમાં ૨૩૨, સુરતમાં ૧૭૭ કેસ નોંધાયા
-  ૨૬,૨૩૨ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ

અમદાવાદ, તા. 2 જૂન 2021, બુધવાર

ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાતા લોકોને થોડી રાહત થઇ છે. છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવાં ૧૩૩૩ કેસ અને ૧૮ મોત નોંધાયા છે. ૧૩ માર્ચ બાદ ગુજરાતમાં પહેલીવાર ૧૪૦૦થી ઓછાં કેસો નોંધાયા છે. આજે સૌથી વધુ વડોદરામાં ૨૩૫અમદાવાદમાં ૨૩૨સુરતમાં ૧૭૭ અને રાજકોટમાં ૧૧૬ કેસ નોંધાયા છે. નવાં ૧૩૩૩ દર્દીઓ સામે ૪૦૯૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેથી હવે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા ૨૬,૨૩૨ થઇ છે.


વડોદરામાં ૨૩૫અમદાવાદમાં ૨૩૨સુરતમાં ૧૭૭ અને રાજકોટમાં ૧૧૬જૂનાગઢમાં ૮૦જામનગરમાં ૪૮,  વલસાડમાં ૩૦અમરેલીમાં ૨૯કચ્છમાં ૨૯ભરૃચમાં ૨૮ભાવનગરમાં ૨૮નવસારીમાં ૨૮ગીર-સોમનાથમાં ૨૭સાબરકાંઠામાં ૨૭બનાસકાંઠામાં ૨૬ખેડામાં ૨૬,પંચમહાલમાં ૨૬મહેસાણામાં ૨૨ અને પોરબંદરમાં ૨૨ કેસ નોંધાયા છે. આ સિવાયના જિલ્લાઓમાં ૨૦થી ઓછાં કેસો નોંધાયા છે. આજે રાજ્યમાં ૧૮ કોવિડ દર્દીઓના મૃત્યુ થયા છેજેમાં સૌથી વધુ  અમદાવાદમાં પાંચ મૃત્યુ નોંધાયા છે અને ગુજરાતમાં કુલ મૃત્યુઆંક ૯૮૭૩ પર પહોંચ્યો છે.


આજે ૧૩૩૩ નવાં દર્દીઓ સામે ૪૦૯૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને કુલ ડિસ્ચાર્જનો આંક  ૭,૭૫,૯૫૮ પર પહોંચ્યો છે. ગુજરાતમાં હજુ પણ ૨૬,૨૩૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી ૪૫૨ દર્દીઓ વેન્ટિલેટર પર અને૨૫,૭૮૦ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં આજે પહેલાં અને બીજાં ડોઝ મળી કુલ ૧,૭૨,૯૦૧ દર્દીઓને રસી આપવામાં આવી છે અને અત્યાર સુધીમાં ૧,૭૪,૬૪,૩૧૪ ડોઝ રસી આપવામાં આવી છે.


 

No comments:

Post a Comment