મહામારી / શું પરીક્ષા વગર 12 મા ધોરણના વિદ્યાર્થીઓને પાસ કરાશે ? રીઝલ્ટ અંગે PM મોદીએ લીધો આ નિર્ણય
posted on at
- CBSE પરીક્ષા અંગે પ્રધાનમંત્રી મોદીએ યોજી હાઈ લેવલ મીટિંગ
- વેલ ડિફાઈન્ડ માપદંડો પ્રમાણે 12 માની પરીક્ષાના રિઝલ્ટ તૈયાર કરાશે
- 12 મા ધોરણની બોર્ડી પરીક્ષા કરી રદ
CBSE ધોરણ 12 ની પરીક્ષા રદ થયા બાદ હવે એવા સવાલ ઉઠવા લાગ્યાં કે શું પરીક્ષા વગર વિદ્યાર્થીઓને પાસ કરી દેવાશે. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા અંગે તો કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ CBSE અધિકારીઓને પરીક્ષાના સારા માપદંડો પ્રમાણે 12 ના રીઝલ્ટ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે.
પ્રધાનમંત્રી મોદીએ ધોરણ 12 ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો
12 મા ધોરણની બોર્ડની પરીક્ષા પર પ્રધાનમંત્રીએ યોજી મહત્વની બેઠક યોજી છે. બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ ધોરણ 12 ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે કોરોના કાળમાં વિદ્યાર્થીઓના જીવન જોખમમાં ન મૂકી શકાય. હાઈ લેવલમાં બેઠકમાં પ્રધાનમંત્રીએ મોદીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે.પ્રધાનમંત્રીની બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, પ્રકાશ જાવડેકર, પીયુષ ગોયેલ, ધર્મેન્દ્ર પ્રધાન, નિર્મલા સીતારામણ અને શિક્ષણ મંત્રાલયના ઘણા અધિકારીઓ હાજર રહ્યાં હતા. બેઠકમાં પરીક્ષાના આયોજન સંબંધિત સૂચનો અને વિકલ્પો પર મંથન થયું હતું.
વિદ્યાર્થીઓની સુરક્ષા અમારી પ્રાથમિકતા
બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે વિદ્યાર્થીઓની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. કોરોનાકાળમાં બાળકો પર તણાવ નાખવો સારી વાત નથી. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ધોરણ 12 ની પરીક્ષાના આયોજનની વિરૃદ્ધ છે. કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું કે 12 મા ધોરણની પરીક્ષા અંગે બાળકો અને માતાપિતા ઘણા ચિંતિત છે. તેઓ ઈચ્છે છે કે વેક્સિનેશન વગર ધોરણ 12 ની પરીક્ષા ન થવી જોઈએ. કેજરીવાલે જણાવ્યું કે મારી કેન્દ્ર સરકારને અપીલ છે કે 12 મા ની પરીક્ષા રદ કરવામાં આવે. છેલ્લા પર્ફોમન્સને આધારે આકલન કરીને વિદ્યાર્થીઓને માર્ક્સ આપવામાં આવે.
No comments:
Post a Comment