Search This Website

Friday, June 4, 2021

Today News 5 june

 

ટુંક સમયમાં જ મળશે બાળકો માટેની કોરોના વેક્સિન પર મળશે ગુડ ન્યૂઝ! કેન્દ્ર સરકારે આપ્યા સંકેત






આ રસીના પરિક્ષણ 12થી 18 વર્ષના બાળકો પર થયા


બાળકો માટે રસી જલ્દી ઉપલબ્ધ થઈ શકે


ટ્રાયલમાં 800થી 100 બાળકો સામેલ



આ રસીના પરિક્ષણ 12થી 18 વર્ષના બાળકો પર થયા

કોરોના વાયરસની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે બાળકો માટે રસી જલ્દી ઉપલબ્ધ થઈ શકે છે. કેન્દ્ર સરકારે સંકેત આપ્યા છે કે બાળકો માટે કોરોનાની રસી જલ્દી આવી શકે છે. સરકાર અનુસાર ઝાયડસ કેડિલાની રસીને જલ્દી મંજૂરી મળી શકે છે. જેના પરિક્ષણ 12થી 18 વર્ષના બાળકો પર થયા છે.

જલ્દી પુરા થશે કોવૈક્સિનના ટ્રાયલ

એક અખબારના રિપોર્ટ મુજબ નીતિ આયોગના સભ્ય વી કે પોલે જણાવ્યુ કે હજુ કોવૈક્સીનના બાળકો પર પરિક્ષણ શરુ થયા છે. પણ તેને પુરા થવામાં સમય નહીં લાગે. કેમ કે પરિક્ષણ પ્રતિરોધક ક્ષમતાના હોય છે. જ્યારે ઝાયડસની રસીના પરિક્ષણ બાળકો પર પુરા થઈ ચુક્યા છે. તેમણે આશા વ્યક્ત કરી કે આવનારા 2 અઠવાડિયામાં તે લાયસન્સ માટે આવી શકે છે. રસીને મંજૂરી આપતા સમયે બાળકોને આપવાનો નિર્ણય પણ લઈ શકાય એમ છે.



ટ્રાયલમાં 800થી 100 બાળકો સામેલ

રિપોર્ટમાં જણાવ્યુ કે ઝાયડસ કેડિલાની રસીનું ત્રીજા ચરણનું પરિક્ષણ પુરી થઈ ચુક્યુ છે. ટ્રાયલમાં 800થી 100 બાળકો સામેલ છે. જેમની ઉંમર 12-18 વર્ષ બચી છે. એટલા માટે આ ઉંમરના બાળકો માટે રસીને મંજૂરી મળવાની શક્યતા છે અને પોલે પણ તે સંકેત આપ્યા છે. જો કે અંતિમ નિર્ણય એક વિશેષજ્ઞ ગ્રુપ ટ્રાયલના આંકડા પર આધાર રાખે છે. ત્યારે 2 અઠવાડિયાની અંદર લાયસન્સ માટે અરજી કરી શકે છે. જેથી એક અઠવાડિયાનો સમય મંજૂરી પ્રક્રિયામાં લાગતો હોવાથી આ મહિનામાં રસી ઉપલબ્ધ થઈ શકે છે.



3 ડોઝ વાળી છે આ રસી

ઝાયડસ કેડિલાની રસીના 3 ડોઝ આપવામાં આવશે. આ ત્વચામાં આપવામાં આવનાર ઈન્ટ્રાડર્મલ રસી છે. આને ઈન્જેક્શનના માધ્યમથી ન આપી શકાય. બલ્કે એક અલગ ડિવાઈસથી ચામડીમાં નાંખવામાં આવશે. એટલા માટે આ બાળકો માટે ખૂબ ઉપયોગી છે. આવનારા ચરણમાં કેડિલાનું પરિક્ષણ 12 વર્ષથી નાની ઉંમરના બાળકો પર કરવામાં આવશે. કેડિલાના પ્રવક્તાએ કહ્યુ કે રસી ચરણના પરિક્ષણ પૂરા થઈ ચૂક્યા છે તથા આંકડા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. તે બાદ મંજૂરી માટે ડ્રગ કન્ટ્રોલરને આવેદન આપવામાં આવશે.


બીજી લહેરનો પ્રકોપ ઘટ્યો પણ દેશના આ રાજ્યમાં કોરોનાએ ટેન્શન વધાર્યુ, પાંચ દિવસ કડક લૉકડાઉન



કેરળમાં 9 જૂન સુધી લોકડાઉન લાગૂ


કોરોના કંટ્રોલ માટે હાઈ લેવલ મીટિંગ કરવામાં આવી


8 મેથી કડક લોકડાઉન લાગુ



કેરળમાં 9 જૂન સુધી લોકડાઉન લાગૂ

કેરળ સરકારે કોરોના સંક્રમણને રોકવા માટે 9 જૂન સુધી લોકડાઉન લાગૂ છે. પરંતુ રાજ્ય સરકારે પોઝિટિવિટી રેટમાં હજું ઘટાડો લાવવા માટે 5મેથી 9 જૂનની વચ્ચે વધારે પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. વ્યવસાયિત એક્ટિવિટીઓને શુક્રવારે સવારે 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી શરુ રાખવાની પરવાનગી આપી હતી. પરંતુ હવે શનિવારથી નેક્સ બુધવાર સુધી બંધ રહેશે.

કોરોના કંટ્રોલ માટે હાઈ લેવલ મીટિંગ કરવામાં આવી

ગુરુવારે કોરોના કંટ્રોલ માટે હાઈ લેવલ મીટિંગ કરવામાં આવી. જેમાં મુખ્યમંત્રી પિનરાઈ વિજયને સંક્રમણ દરને ઓછો કરવા માટે અનેક પ્રસ્તાવ આપ્યા. હાલના લોકડાઉન દરમિયાન પીડીએસ અંતર્ગત આવનારા કરિયાણાની દુકાન, ખાવા પીવાના સામાન, શાકભાજી, દૂધ અને ડેરી ઉત્પાદનો, માંસ જાનવરોનો ચારો, બેકરીની દુકાન ખુલ્લી રહેશે. આ ઉપરાંત ઈલેક્ટ્રીકલ અને કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા સામાનની દુકાન ખુલ્લી રહેશે.



8 મેથી કડક લોકડાઉન લાગુ

કેરળમાં અહું પણ સંક્રમણ દર 15 ટકાથી વધારે છે. રાજ્યમાં વાયરસને ફેલાતો અટકાવવા માટે 8 મેથી કડક લોકડાઉન લાગુ છે. રાજ્યમાં હોટ સ્પોર્ટની યાદી 6 વિસ્તારમાંથી હટાવવાથી કુલ સંખ્યા 871 રહી ગઈ છે. રાજ્ય સરકારે 10 જૂનથી સરકારી કાર્યાલયો, નિગમો અને આયોગોમાં 50 ટકા ક્ષમતાની સાથે કર્મચારીઓની પરવાનગી આપી છે. આ પહેલા 7 જૂનથી શરુ થવાના હતા.

રાજ્યમાં આ નિયમોનું પાલન ફરજિયાત

સરકારે એમ પણ કહ્યું કે જો એપાર્ટમેન્ટ અથવા રેસિડેન્ટ અસોસિયેશનમાં કોઈ પણ પોઝિટિવ આવે છે. તો તાત્કાલીક હેલ્થ સેન્ટર, પોલીસ અને સ્થાનીય અધિકારીઓને એલર્ટ કરવાના રહેશે. નોટિસ બોર્ડ પર સંક્રમિત આવનારાનો ફ્લેટ નંબર લખાશે. અપાર્ટમેન્ટની લિફ્ટ દિવસમાં ઓછામાં ઓછી 3 વાર સેનેટાઈઝ કરાશે. ત્રીજી લહેરને રોકવા માટે પ્રવાસી મજૂરને રસી લગાવવી પડશે. સમય સમય પર તપાસ કરાવવી પડશે. સરકાર બોર્ડર વિસ્તારમાં રસીકરણ કરવાની તૈયારી કરી રહી છે. રાજ્યની બહારથી આવનારને કોરોના નેગેટિવ રિપોર્ટ ફરજિયાત બતાવવાનો રહેશે.


શું છે કોરોનાની સ્થિતિ

કેરળમાં ગુરુવારે કોરોના સંક્રમણના 18, 853 નવા મામલા આવ્યા. જેમાં રાજ્યમાં પોઝિટિવ થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 25.54 લાખ થઈ ગઈ. રાજ્યમાં સંક્રમણથી 153 વધુ લોકોના મોત થવાથી કુલ મૃત્યુ આંક 9375 થઈ ગઈ છે. ગુરુવારે મલપ્પુરમમાં સૌથી વધારે 2,448 મામલા આવ્યા છે, આ બાદ કોલ્લમમાં 2272 અને પલક્કડમાં 2201 મામલા આવ્યા છે. કાલે આવ્યા નવા કેસમાં 79 હેલ્થકેર વર્કસ પણ સામેલ છે. રાજ્યમાં હાલમાં 1.84 લાખ એક્ટિવ કેસ છે.

વરસાદ / મેઘરાજાએ ગુજરાતમાં ધડબડાટી બોલાવી, હજુ આ વિસ્તારોમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી





ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક વરસાદી માહોલ


સૌરાષ્ટ્રમાં 5 દિવસ વરસાદ પડે તેવી પણ શક્યતાઓ સેવાઈ


અમદાવાદમાં બે ઈંચ વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાયા



દેશમાં સૌ પ્રથમ કેરળમાં ચોમાસું બેસે છે અને ત્યાંથી ચોમાસાની શરૂઆત થતી હોય છે હવે કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે આગળ વધી રહ્યું છે.કેરળના દરિયાકાંઠે અને તેની આસપાસના વિસ્તારો દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર ઉપર વાદળો બંધાવાનું શરૂ થઈ ગયું છે જે બાદ દેશ અને રાજ્યમાં ચોમાસાની સિઝન બેસશે.

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક વરસાદી માહોલ

હાલ પ્રિ મોન્સુન એક્વિવિટીને વાતાવણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે જેના પગલે રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ પણ વરસ્યો છે હજુ પણ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં 5 દિવસ વરસાદ પડે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. જ્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક વરસાદી માહોલ રહેશે.તેમજ ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, સુરત, તાપી, પંચમહાલમાં પણ વરસાદ પડે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. સાથે જ સૌરાષ્ટ્રના મોટા ભાગનાં વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં બે ઈંચ વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાયા

ગઈ કાલે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન અને વીજળી સાથે વરસાદનું વરસ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અંદાજીત એક કલાકમાં બે ઈંસ વરસાદ ખાબક્યો હોવાનું પણ મનાઈ રહ્યું છે. શહેરના રાણીપ, ન્યુ રાણીપ, બોડકદેવ, વસ્ત્રાપુર સુભાષબ્રિજ, સહિત એસજી હાઈવે અને ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ ખાબક્યો હતો.

અંડરપાસનું પણ સીસીટીવી દ્વારા મોનિટરીંગ

શહેરમાં એક કલાક પડેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા તંત્રની પ્રિ મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. વૃક્ષો ધારાશાયી થયા છે અને વિસ્તારોમાં વીજ પૂરવઠો પણ ખોરવાયો છે. મહત્વનું છે કે શહેરમાં વરસાદ પડતાની સાથે અંડરપાસમાં પાણી ભરાઈ જતું હોય છે ત્યારે અંડરપાસનું પણ સીસીટીવી દ્વારા મોનિટરીંગ કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં અનેક જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ

અમદાવાદ શહેર સહિત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં પણ વરસાદની અસર જોવા મળી હતી વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખૂશી જોવા મળી રહી છે. મહત્વનું છે કે ચોમાસાની સિઝન શરૂ થતા ખેડૂતો ચોમાસું પાકનું આયોજન કરતા હોય છે ત્યારે વરસાદને લઈ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

રસીકરણ પર PM મોદીએ તાબડતોબ બોલાવી બેઠક, વેક્સિનના વેડફાટ પર આપી દીધું મોટું નિવેદન






સરકારે કહ્યુ રસી નિર્માતાઓને મદદ કરવામાં આવી રહી છે


રસીના વેડફાટને ઓછો કરવા પગલા ભરવાની જરુર -પીએમ


અધિકારીઓએ પીએમને રસી ઉત્પાદન વધારવાના રોડમેપ અંગે જાણકારી આપી



રસીના વેડફાટને ઓછો કરવા પગલા ભરવાની જરુર -પીએમ

PM મોદીએ શુક્રવારે દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનની પ્રગતિ સમીક્ષા મીટિંગ કરી હતી. પીએમ મોદીએ અધિકારીઓને કહ્યુ કે રસીના વેડફાટને ઓછો કરવા પગલા ભરવાની જરુર છે.



સરકારે કહ્યુ રસી નિર્માતાઓને મદદ કરવામાં આવી રહી છે

પીએમઓએ પોતાના નિવેદનમાં કહ્યું કે સરકાર દ્વારા વધારે ઉત્પાદન એકમો, ડિસ્ટ્રીબ્યૂશન, કાચા માલના સ્પ્લાય વગેરે સંબંધી રસી નિર્માતાઓને મદદ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ પીએમ મોદીની રસીકરણ પ્રક્રિયાને હજું વધારે અનુકુળ બનાવવા માટે ટેક્નોલોજી મોર્ચા પર કરવામાં આવેલા ઉપાયોથી અવગત કરાવ્યા. બેઠકમાં પીએમઓએ કહ્યુ કે સરકાર રસી નિર્માતાઓના ઉત્પાદન એકમોમાં વૃદ્ધિની સાથે નાણા પોષણ અને કાચા માલનો સપ્લાયમાં મદદ કરી રહી છે.

અધિકારીઓએ પીએમને રસી ઉત્પાદન વધારવાના રોડમેપ અંગે જાણકારી આપી

પીએમ મોદીએ વિભિન્ન રાજ્યોમાં રસીના વેડફાટની સ્થિતિની સમીક્ષા કરતા કહ્યુ કે વડફાટની સંખ્યા હજું પણ વધારે છે અને આને ઓછા કરવા પગલા ભરવાની જરુર છે. અધિકારીઓએ પીએમને રસી ઉત્પાદન વધારવાના રોડમેપ અંગે જાણકારી આપી છે. પીએમે સ્વાસ્થાયકર્મી અને પહેલી હરોળના કર્મચારીઓના રસીકરણની જાણકારી લીધી અને 18થી 44 વર્ષના લોકોના રસીકરણની સ્થિતિની સમીક્ષા કરી. તેમણે કહ્યું નિર્દેશ છતા રસીનો વડફાટ હજું પણ વધારે છે તેને ઓછો કરવાની જરુર છે.



જાણો દેશમાં રસીકરણની સ્થિતિ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવાર સાંજે જણાવ્યું કે અત્યાર સુધી દેશમાં લગાવવામાં આવેલા રસીના ડોઝની કુલ સંખ્યા 22.75 કરોડને પાર કરી ગઈ છે. દેશમાં અત્યાર સુધી કુલ 22 કરોડ 75 લાખ, 67 હજાર, 873 ડોઝ લગાવાઈ ચૂક્યા છે. મંત્રાલયે કહ્યું કે જેમાં ગત 24 કલાકમાં 33 લાખ ડોઝ લગાવવામાં આવ્યા. દેશમાં 18થી 44 વર્ષના વાયુ વર્ગના 2. 59 કરોડથી વધારે લોકો રસી લગાવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે પીએમઓએ કહ્યું કે રક્ષી મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રીનિર્મલા સીતારમણ, મંત્રી પીયૂષ ગોયલ તથા પ્રકાશ જાવડેકર ઉપરાંત અનેક વરિષ્ઠ અધિકારી બેઠકમાં સામેલ થયા હતા.

કોરોના રસીથી મોત સાથે જોડાયેલા PIBના ફેક્ટ ચેકને ફેસબુક, ઈન્સ્ટાગ્રામે હટાવ્યા, સરકારની દખલ બાદ આપ્યો આ જવાબ




સરકારની દખલ બાદ કંપનીને ફરી પોસ્ટ પ્રકાશિત કરી


કન્ટેન્ટને ભૂલથી બ્લોક કરવામાં આવ્યુ હતુ -ફેસબુક


ખોટા સમાચારો શેર કરવાના કારણે પીઆઈબીના પેજને અનપબ્લિશ કરી શકાય



સરકારની દખલ બાદ કંપનીને ફરી પોસ્ટ પ્રકાશિત કરી

કેન્દ્ર સરકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મની વચ્ચે તકરાર જારી છે. હાલમાં જ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામને પ્રેસ ઈન્ફરમેશન બ્યૂરોની એક પોસ્ટની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સરકારે હસ્તક્ષેપનો સામનો કરવો પડ્યો. પીઆઈબીએ પોતાની એક પોસ્ટમાં રસીના મોત સાથે જોડાયેલા તથ્યોની તપાસ કરી હતી. આ બન્ને પ્લેટફોર્મ્સે આ પોસ્ટને હટાવી દીધી હતી. જો કે સરકારની દખલ બાદ કંપનીને આને ફરી પ્રકાશિત કરવી પડી.

કોરોના રસી લગાવનાર વ્યક્તિની 2 વર્ષમાં મોત થઈ શકે

25મેએ પીઆઈબી ફેક્ટ ચેકના હેંડલથી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરવામાં આવી. જેમાં સરકારી સંસ્થાને ફ્રાન્સના નોબલ પુરસ્કાર વિજેતા લુક મોન્ટેગ્રિયરના હવાલાથી રસીને લઈને કરવામાં આવેલા દાવાનું ખંડન કર્યુ હતુ. વાયરલ પોસ્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે કોરોના રસી લગાવનાર વ્યક્તિની 2 વર્ષમાં મોત થઈ શકે છે.



કોરોના રસી પૂરી રીતે સુરક્ષિત છે

પીઆઈબી તરફથી શેર કરવામાં આવેલી પોસ્ટ અનુસાર ફ્રાન્સના નોબલ પુરસ્તાર વિજેતાના હવાલાથી કોરોનાને લઈને એક તસવીર કથિત રુપથી સોશિયલ મીડિયા પર ફેલાવાઈ રહી હતી. તસ્વીરમાં કરવામાં આવેલા દાવા ખોટા છે… કોરોના રસી પૂરી રીતે સુરક્ષિત છે. આ તસવીરને આગળ શેર ન કરે. આ પોસ્ટ જારી થયા બાદ થનારા પ્લેટફોર્મ્સ વગર કોઈ સ્પષ્ટીકરણે હટાવવામાં આવી હતી.

ખોટા સમાચારો શેર કરવાના કારણે પીઆઈબીના પેજને અનપબ્લિશ કરી શકાય

એક અખબારના રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યુ છે કે ફેસબુકે આ બાદ એક ચેતવણી જારી કરી હતી. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે ખોટા સમાચારો શેર કરવાના કારણે પીઆઈબીના પેજને અનપબ્લિશ કરી શકાય છે. સોશિયલ મીડિયાની આ કાર્યવાહી બાદ પીઆઈબીએ આઈટી મંત્રાલય તરફ નજર દોડાવી હતી. એ બાદ મંત્રાલયે આને ઈમેલ ના માધ્યમથી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનો સંપર્ક સાધ્યો અને બન્ને પ્લેટફોર્મ પર પોસ્ટ ફરી મુકવામાં આવી.



કન્ટેન્ટને ભૂલથી બ્લોક કરવામાં આવ્યુ હતુ -ફેસબુક

ફેસબુકના પ્રવક્તાએ અખબારને જણાવ્યુ કે કન્ટેન્ટને ભૂલથી બ્લોક કરવામાં આવ્યુ હતુ. પરંતુ બાદમાં તેને રિસ્ટોર કરી દેવાયુ હતુ. આ ઘટના બાદથી આઈટી મંત્રાલયે ફેક્ટ ચેકિંગ પ્રક્રિયાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. રિપોર્ટ મુજબ સંભાવના વ્યક્ત કરવામા આવી રહી છે કે મંત્રાલય સોશિયલ મીડિયા કંપનીઓના ફેક્ટ ચેકિંગ પ્રક્રિયાની પારદર્શી બનાવે અને નિયુક્ત કરવામાં આવેવા ફેક્ટ ચેકર્સની જાણકારી શેક કરવા માટે પત્ર લખી શકે છે.

ભારતે Corona Vaccinationમાં અમેરિકાને પણ છોડ્યું પાછળ, જાણો કેટલું થયું રસીકરણ


ભારતમાં રસીકરણે મેળવી સફળતા


અમેરિકાને પાછળ છોડી પહેલા ક્રમે પહોંચ્યું


કેન્દ્ર સરકારે વેક્સીનેશનના પહેલા ડોઝને લઈને મેળવી સફળતા



ભારતે કોરોન વેક્સીનનો પહેલો ડોઝ લઈ ચૂકેલા લોકોની સંખ્યા મામલે અમેરિકાને પાછળ છોડી દીધું છે. આ દાવો શુક્રવારે કેન્દ્ર સરકારે કર્યો છે.

વેક્સીનેશનમાં અમેરિકાને છોડ્યું પાછળ

કેન્દ્ર સરકારે કહ્યું કે આવનારા દિવસોમાં વેક્સીનેશન અભિયાનમાં વધારો કરાશે. નીતિ આયોગના સભ્ય વીકે પોલે કહ્યું કે દેશમાં 60 વર્ષથી ઉપરની ઉંમરના લોકોની 43 ટકા વસ્તીને કોરોનાની વેક્સિન અપાઇ છે. આ સાથે 45 વર્ષથી ઉપરના લગભગ 37 ટકા લોકોનું રસીકરણ શક્ય બન્યું છે. તેઓએ કહ્યું કે ભારતમાં કોરોના વેક્સિનનો એક ડોઝ લગાવનારાની સંખ્યા 17.2 કરોડની થઈ છે જ્યારે અમેરિકામાં આ સંખ્યા 16.9 કરોડની થઈ છે.

વેક્સિનનો એક ડોઝ આપવામાં ભારત અમેરિકાથી આગળઃ નીતિ આયોગ



વીકે પોલનું કહેવું છે કે આપણે કોરોના વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં અમેરિકાને પાછળ છોડી દીધું છે. આ સાથે એમ માની શકાય છે આપણે વેક્સિન અભિયાનમાં સુધારો કરી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં તેને વધારે ઝડપી બનાવીશું.


કેસ ઘટી રહ્યા હોવા છતાં સતર્ક રહેવાની જરૂર

પોલે કહ્યું કે કોરોનાની બીજી લહેર વૈશ્વિક આંકડાની સરખામણીએ ઘટી છે. ભારતમાં 10 લાખની વસ્તી પર કોરોનાના 20519 કેસ છે. વિશ્વની સરેરાશ હજુ પણ તે 22181થી વધારે છે. કોરોનાને રોકવા વેક્સિનના કામમાં ઢીલાશ રખાશે તો કેસ ફરી એક વાર વધી શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ લવ અગ્રવાલે કહ્યું કે કોરોનાના નવા કેસમાં ઘટાડો થયો છે. 7મેના રોજ સંક્રમણ સૌથી વધારે હતું પરંતુ હવે કેસમાં લગભગ 68 ટકાનો ઘટાડો આવ્યો છે.






દર્દીની સંખ્યામાં થયો 21 લાખનો ઘટાડો

લવ અગ્રવાલે એમ પણ કહ્યું કે 10મેના રોજ કોરોનાના દર્દીની સંખ્યા પીક પર હતી. હવે તેમાં ઘટાડો થયો છે. દેશના 377 જિલ્લામાં કોરોના સંક્રમણ 5 ટકાથી પણ ઓછું છે.


Source link




No comments:

Post a Comment