Search This Website

Saturday, June 5, 2021

‘પાણી-માટી અને પવન, જીવનનો આધાર’ – પર્યાવરણ માટે આગામી 10 વર્ષ કેમ છે મહત્વપૂર્ણ
‘પાણી-માટી અને પવન, જીવનનો આધાર’ – પર્યાવરણ માટે આગામી 10 વર્ષ કેમ છે મહત્વપૂર્ણ


પ્રતિષ્ઠિત પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણા આપણી વચ્ચેથી 15 દિવસ પહેલા જ ગયા છે પરંતુ આ દરમિયાન પર્યાવરણ સાથે જોડાયેલા અનેક ગંભીર મુદ્દાઓ એક વખત ફરીથી આપણી સામે પ્રશ્ન ઉઠાવવા લાગ્યા છે.બહુગુણાના મૃત્યુના કેટલાક દિવસ પહેલા જ અનેક રાજ્યોએ અરબ સાગરથી ઉઠેલા ચક્રવાત તાઉતેની માર સહન કરી અને તેના ગયાના થોડા જ દિવસો પછી બંગાળની ખાડીમાંથી ઉઠેલા ચક્રવાસ યશનો પણ સામનો કરવો પડ્યો. નિષ્ણાતો માની રહ્યાં છે કે, ગ્લોબલ વોર્મિંગના કારણે અરબ સાગરમાં વધારે તોફાન ઉભા થઈ રહ્યાં છે. સ્વભાવિક છે કે, તેનો સામનો માનવજાતને જ કરવો પડશે.

પર્યાવરણના સંરક્ષણ માટે રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તર પર અનેક કાર્યક્રમ દર વર્ષે ચાલે છે. જેનો માત્ર એક જ હેતુ છે- પર્યાવરણને બચાવવું.1970 દરમિયાન હિમાલયની વાદિયોમાં પર્યાવરણને બચાવવા માટે માટી-પાણી અને પવનને લઈને એક નારો ગુંજ્યો હતો, જેને સુંદરલાલ બહુગુણાએ વધારે લોકપ્રિય બનાવી દીધો છે. તેઓ કહેતા હતા-

ક્યાં હૈ જંગલ કે ઉપકાર
મિટ્ટી પાની ઔર બયાર (પવન)
જિંદા રહેને કે આધાર

હવા, પાણી, માટ્ટી અને જંગર અમારા જીવનનો મુખ્ય આધાર છે. તેને નુકશાન પણ લોકોએ જ પહોંચાડ્યો છે અને તેના સંરક્ષણ માટે લોકો જ સંઘર્ષ કરી રહ્યાં છે. પર્યાવરણનો સીધો સંબંધ લોકો સાથે છે, તેમના અધિકારો અને શાંતિ સાથે છે. તેથી આંતરાષ્ટ્રીય રીતે પેરિસ જળવાયું કરારથી લઈને અતીતમાં સ્ટોકહોમ કન્વેન્શનની કોશિશ કરવામાં આવી.

આ વાતોની ચર્ચા આપણે વિશ્વ પર્યાવરણ દિવસને નજરમાં રાખીને કરી રહ્યાં છીએ. આ હેઠળ ગુજરાત એક્સક્લૂઝિવ પર્યાવરણ સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓ પર પ્રકાશ નાંખી રહ્યું છે.ઈકોસિસ્ટમ રીસ્ટોરેશન

વિશ્વ પર્યાવરણ દિવસ 2021ની થીમ ‘ઈકોસિસ્ટમ રીસ્ટોરેશન’ છે. તેના પર પાકિસ્તાન આને હોસ્ટ કરી રહ્યું છે. દર વર્ષે એક નવી થીમ સાથે વિશ્વના અલગ-અલગ દેશ આ દિવસને હોસ્ટ કરે છે. 2011 અને 2018માં ભારતે આને હોસ્ટ કર્યું છે.

આ વર્ષ તે માટે પણ મહત્વપૂર્ણ છે કેમ કે સંયુક્ત રાષ્ટ્ર 2021થી લઈને 2030ને ‘ઈકોસિસ્ટમ રિસ્ટોરેશન’ દશકાના રૂપમાં મનાવશે જે હેઠળ દુનિયાભરમાં અનેક કાર્યક્રમ ચલાવવામાં આવશે, જેનો એકમાત્ર લક્ષ્ય પર્યાવરણને બચાવવાનો હશે.

પર્યાવરણવિદ વેન્કેટેશન દત્તે જણાવ્યું કે, “રીસ્ટોરેશન ખુબ જ જરૂરી છે અને ઘણા દિવસો પછી આપણું ધ્યાન ઈકોસિસ્ટમ પર ગયું છે.”

તેમને જણાવ્યું, ‘સસ્ટેનેબલ ડેવલેપમેન્ટ ગોલ્સને પૂરૂ કરવા માટે જરૂરી છે કે, અમે ઈકોસિસ્ટમ રીસ્ટોરેશન પર વાત કરીએ. સસ્ટેનેબલ ડેવલેપમેન્ટ હેઠળ સંયુક્ત રાષ્ટ્રે 17 લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેને 2030 સુધી મેળવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.’

દત્ત કહે છે, “આર્થિક સંકટના જે કારણ છે તે ઈકોલોજી સંકટ સાથે જોડાયેલા છીએ. આર્થિક વિકાસનું ફાઉન્ડેશન ઈકોલોજીમાં જ છે.”

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 1972માં 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસના રૂપમાં મનાવવાની શરૂઆત કરી હતી. ઓનલી વન અર્થના સ્લોગન હેઠળ 1974માં પ્રથમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ત્યારથી લઈને પ્રતિવર્ષ નવી થીમ સાથે દુનિયાભરમાં મનાવવામાં આવે છે અને પર્યાવરણના સંરક્ષણનું સંદેશ આપવામાં આવે છે.

ભારતની ભૂમિકા

ઈકોસિસ્ટમ રીસ્ટોરેશનની મહત્તાના લોકો સુધી પહોંચવા માટે પર્યાવરણ મંત્રાલય સતત ટ્વિટર દ્વારા અભિયાન ચલાવી રહ્યું છે. એક ટ્વિટમાં મંત્રાલયે જણાવ્યું છે કે, ભારતનું ફોરેસ્ટ કવર 7,12,249 સ્કાયર કિમી થઈ ગયું છે જે આખા દેશના ભૌગોલિક ક્ષેત્રનું 21.67 ટકા છે. પર્યાવરણ દિવસને નજર હેઠળરાખીને ટ્વિટર પર ફિલ્મ સ્ટાર પણ રિસ્ટોરેશનનું અભિયાન ચલાવી રહ્યાં છે.

ચીન પછી ભારત દુનિયાની બીજી સૌથી વસ્તી ધરાવતો દેશ છે અને વૈશ્વિક સ્તર પર ચાલી રહેલા પર્યાવરણ સંરક્ષણમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા છે. પરંતુ આગામી એક દશકાાં ઈકોસિસ્ટમ રીસ્ટોરેશનમાં ભારતની શું ભૂમિકા બની શકે છે, તેના પર પર્યાવરણવિદ વેંકેટેશન દત્તે જણાવ્યું છે કે, ભારતે પોતાની પોઝિશન સ્પષ્ટ કરી છે. આપણી કાર્બન ફુટપ્રિન્ટ અન્ય બીજા વિકસિત દેશોની સરખામણીમાં ખુબ જ ઓછી છે. ભારતમાં માથાદીઠ ઉત્સર્જન પણ ખૂબ ઓછો છે.

તેમને કહ્યું, “આવનારા સમયમાં ભારતને વિકાસ માટે વધારે કાર્બન એમિશનની જરૂરત રહેશે પરંતુ અમે પોતાની કૂટનીતિ દ્વારા દુનિયાને તે જણાવી શકીએ છીએ કે, ઓછામાં ઓછા સંસાધન અને કાર્બન ઉત્સર્જકોને ઓછા કરીને આગળ વધારી શકાય છે. ”

ઉલ્લેખનિય છે કે, 2020-21ના બજેટમાં પર્યાવરણ મંત્રાલયે પાછલા વર્ષની સરખામણીમાં 230 કરોડ રૂપિયાનો કામ મૂક્યો છે. આ વિશે જાણવા અને આવનારા સમયમાં મંત્રાલય દ્વારા કરવામાં આવી રહેલી કોશિશો વિશે જાણવા માટે કેન્દ્રીય પર્યાવરણ રાજ્ય મંત્રી બાબુલ સુપ્રીયો પાસેથી જાણકારી મેળવવાની કોશિશ કરી હતી પરંતુ તેઓ ઉપલબ્ધ થયા નહતા.

બજેટના કાપ પર દત્ત કહે છે, આપણે આપણા વિકાસને યોગ્ય દિશા આપવાની જરૂરત છે પરંતુ સાથે જ પર્યાવરણ પર વધારે પૈસા ખર્ચ કરવા જોઈએ.

પર્યાવરણ અને માનવાધિકાર

પર્યાવરણને બચાવવા અને તેના સંરક્ષણની લડાઈ લાંબા સમયથી ચાલી રહી છે. તે સાથે સમય-સમયે કવાયત પણ તેજ થતી રહી છે. તેના પરિણામે નેટ જીરો અને પેરિસ જળવાયુ કરાર જોવા મળ્યા છે.

પર્યાવરણ અને માનવાધિકારનો સીધો સંબંધ છે. બધા મનુષ્ય જીવન માટે પર્યાવરણ પર નિર્ભર છે. એક સ્વસ્થ, સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણ માનવ જીવન, સ્વાસ્થ્ય, સ્વતંત્રતાનો અધિકાર. યોગ્ય અને સ્વસ્થ પર્યાવરણ વગર આપણે આપણી આકાંક્ષાઓને પૂરી કરી શકવાના નથી.

જોકે, વર્ષોમાં માનવાધિકાર અને પર્યાવરણને ખુબ જ મોટા સ્તર પર જોડીને દેખવામાં આવી રહી છે. આને લઈને આંતરાષ્ટ્રીય રૂપમાં એકેડમિક અધ્યન પણ ખુબ જ ઝડપી રીતે થઈ રહ્યું છે. પરંતુ હજુ પણ ઘણું બધુ છે જેના પ્રશ્નના જવાબ શોધવાના બાકી છે.પર્યાવરણને મૂળભૂત માનવાધિકારના રૂપમાં વિશ્વના અનેક દેશોએ પોતાના બંધારણમાં જગ્યા આપી છે. પાછલા અનેક દશકાઓમાં અદાલતોએ પણ પોતાના નિર્ણયોમાં આને બંધારણીય અધિકારોના રૂપમાં નોંધયા છે. એક રિપોર્ટ અનુસાર જે દેશોએ પર્યાવરણના અધિકારોને માન્યતા આપી છે, ત્યાં પર્યાવરણ સૂચકાંકમાં સૂધારો થયો છે.

ઉદાહરણના રૂપમાં 2019ના એક ઐતિહાસિક નિર્ણયમાં ડચ સુપ્રીમ કોર્ટે ઉરગેંડા ફાઉન્ડેશન Vs સ્ટેટ ઓફ નેધરલેન્ડ્સમાં ડચ સરકારને ફટકાર લગાવતા કાર્બન ઉત્સર્જન ઓછો કરવા અને વૈશ્વિક સ્તર પર જળવાયુ પરિવર્તનની દિશામાં કામ કરવાનું કહ્યું હતું.

પરંતુ વિડમ્બના તે છે કે, જ્યારે વિશ્વના અનેક દેશોએ પર્યાવરણને એક અધિકારના રૂપમાં જગ્યા આપી છે, તે છતાં પણ સંયુક્ત રાષ્ટ્રે આને અત્યાર સુધી માન્યતા આપી નથી.

પરંતુ માનવાધિકાર અને પર્યાવરણ સંરક્ષણને જોડનાર સ્ટોકહોમ કન્વેન્શનને જ્યારે 2022માં 50 વર્ષ પૂરા થઈ જશે, ત્યારે તેને જોતા સંયુક્ત રાષ્ટ્ર પાસે તે આશા રાખવામાં આવી રહી છે કે તે પર્યાવરણને એક અધિકાર પર માન્યતા આપે.

ભારત અને પર્યાવરણ

વિશ્વનો એક મોટો અને મહત્વપૂર્ણ દેશ હોવાના કારણે પર્યાવરણ સંરક્ષણને લઈને બધાની નજર ભારત પર ટકેલી રહી છે. પરંતુ ભારતમાં વિકાસની સ્પીડની તેજીના કારણે પર્યાવરણને ખુબ જ નુકશાન પણ પહોંચી રહ્યું છે. જોકે પર્યાવરણ સંરક્ષણ સાથે જોડાયેલા મુદ્દાઓ પર અદાલતે અનેક ઐતિહાસિક નિર્ણય પણ આપ્યા છે.

ભારતમાં પર્યાવરણને બચાવવા માટે અનેક આંદોલન થયા છે અને તેની એક પ્રેરણાદાયક વિરાસત રહી છે. સુંદરલાલ બહુગુણા, ચંડી પ્રસાદ ભટ્ટ અને અન્ય લોકોના નેતૃત્વમાં ઉત્તરાખંડમાં થયેલા ચિપકો આંદોલન વિશે બધા જ લોકો જાણે છે.

તે પછી 90ના દશકામાં ટિહરીમાં ચાલી રહેલા ડેમ પ્રોજેક્ટને બચાવવા માટે પણ એક લાંબો સંઘર્ષ રહ્યો છે. જોકે, સરકારે આને રોક્યો નહીં અને તેના કારણે ટિહરી ક્ષેત્રને પ્રાકૃતિક રીતે ખુબ જ નુકશાન પહોંચ્યું છે.

કુમાઉં યુનિવર્સિટીમાં ઈતિહાસના આસિસ્ટન્ટ પ્રોફેસર રીતેશ શાહે જણાવ્યું કે, ઉત્તરાખંડમાં અનેક જગ્યાઓ પર મૈતી આંદોલન શરૂ થયો, ત્યારે તે લોકોમાં ખુબ જ પ્રસિદ્ધ થયો. મૈતિનો અર્થ માતાનું ઘર થાય છે. જ્યારે કોઈ છોકરીના લગ્ન થાય છે ત્યારે તેઓ એક વૃક્ષ રોપે છે. ઉત્તરાખંડમાં તે ખુબ જ પ્રચલિત છે.

તેમને કહ્યું, “પોત-પોતાના સ્તર પર પર્યાવરણને બચાવવાની ખુબ જ કોશિશો થઈ રહી છે. કોવિડના કારણે પર્યાવરણ સાથે જોડાયેલા આંદોલન પર શું ફરક પડી રહ્યો છે,તેના પર પ્રોફેસરે શાહે કહ્યું, આ એક-બે વર્ષોમાં વધારે અસર પડી નથી. ”

તેમને કહ્યું, ‘સુંદરલાલ બહુગુણાનું વ્યક્તિત્વ ખુબ જ મોટું હતુ અને તેમને પર્યાવરણને લોકો માટે એક ચિંતાનો વિષય બનાવ્યો. તેમને અનેક લોકોને પ્રભાવિત કર્યા છે. તેમની પરંપરાને લોકો આગળ વધારી રહ્યાં છે.’

ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રથી થઈને પ્રસાર થનાર નર્મદા નદી પર ડેમ યોજનાન વિરૂદ્ધ પણ લાંબા સમયથી આદિવાસી, ખેડૂત, પર્યાવરણવિદ અને માનવાધિકાર કાર્યકર્તા નર્મદા બચાવો આંદોલન હેઠળ વિરોધ કરી રહ્યાં છે. આ આંદોલનનું નેતૃત્વ સામાજિક કાર્યકર્તા મેઘા પાટેકર લાંબા સમયથી કરતા રહ્યં છે પરંતુ તે છતાં સરકારોએ નર્મદા પર અનેક મોટા-મોટા ડેમોનું નિર્માણ કર્યું જેના કારણે ત્યાંના લોકોને પરિણામ ભોગવવું પડી રહ્યું છે.નર્મદા બચાવો આંદોલન સાથે જોડાયેલા અને સ્વતંત્ર પત્રકાર રોહિત શિવહરે જણાવ્યું કે, ડેમ બનાવવાથી એક આખો સમાજ પ્રભાવિત થાય છે. નર્મદા નદીને બચાવવા માટે આખું આંદોલન ચલાવવામાં આવ્યું હતુ, વિસ્થાપનની સમસ્યા તે પછી સામે આવી છે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં ઉત્તરાખંડમાં તપોવનમાં ગ્લેશિયરના તૂટવાના કારણે ભારે તબાહી મચી. એનટીપીસીના પ્રોજેક્ટને મોટા પાયે નુકશાન પહોંચ્યુ અને 100થી વધારે લોકોના મોત થઈ ગયા.

તે ઉપરાંત આ વર્ષે ઉત્તરાખંડના જંગલોમાં પણ આગ લાગવાની ઘટનાઓ સામે આવી જેના કારણે હજારો એકર જંગલ નષ્ટ થઈ ગયો. સતત વધતા તાપમાન અને માનવ જનિત કારણોના કારણે આવી ઘટનાઓ ઘટી રહી છે, જે મનુષ્ય સાથે પર્યાવરણને પણ પ્રભાવિત કરે છે.

કોવિડ મહામારી અને પર્યાવરણ

કોરોના મહામારીના કારણે થયેલા પરિવર્તનની અસર પર્યાવરણ ઉપર પણ પડી છે. આ વૈશ્વિક મહામારીના કારણે દુનિયાભરના દેશ પ્રભાવિત થયા અને અનેક દેશોમાં લાગેલા લોકડાઉન અને પ્રતિબંધોના કારણે પર્યાવરણ પર સકારાત્મક અને નકારાત્મક પરિવર્તન, બંને થતાં જોવા મળ્યા.

આ દરમિયાન જોવા મળ્યું કે વાયુની ગુણવત્તા, જળ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણમાં ખુબ જ ઘટાડો આવ્યો છે. ભારતમાં ગંગા નદી આનું ઉદાહરણ છે, જેમાં દેખવામાં આવ્યું છે કે અનેક જગ્યાઓ પર જળ સ્તર વધ્યું અને ઉદ્યોગોનું દૂષિત પાણી ના જવાના કારણે તેના પાણીની ગુણવત્તામાં સુધારો થયો છે. પરંતુ મહામારીએ કેટલાક નકારાત્મક પ્રભાવ પણ આપ્યા છે. આ વચ્ચે મેડિકલ વેસ્ટના ડિસ્પોસલના ગંભીર પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.

વેંકેટેશ દત્ત કહે છે, કોરોના કાળમાં પ્રકૃતિ કેટલીક હદ્દ સુધી રીસ્ટાર્ટ થઈ છે અને આ દરમિયાન આપણને સબક મળ્યું છે કે પર્યાવરણને ખુશ રાખ્યા વગર આપણે અર્થવ્યવસ્થાને સારી રીતે રાખી શકીએ નહીં. એક કુદરતી આપત્તિ અને અર્થવ્યવસ્થા છીન્ન-ભિન્ન.અર્થવ્યવસ્થાને માનવીય પાસાઓ સાથે જોડચા દત્ત કહે છે, આપણે વિકાસના નવા માપદંડ શોધવા પડશે. જીડીપીથી અલગ જઈને અન્ય ઈન્ડેક્શ બનાવવા પડશે. હ્યુમન ડેવલેપમેન્ટ ઈન્ડેક્શ (એએચડીઆઈ) પણ યોગ્ય રીતે પર્યાવરણની વાત કરતું નથી. તેથી આપણે હ્યુમન વેલફેર ઈન્ડેક્શ બનાવવાની જરૂરત છે.

તેમને કહ્યું, તે નક્કી કરવું પડશે કે આપણે જીડીપી કઈ કિંમત પર જોઈએ. વિકાસના કારણે પર્યાવરણને જે વિનાશ થઈ રહ્યું છે તેનું આંકલન થઈ શકી રહ્યું નથી.

ભારતમાં પર્યાવરણ અને પ્રકૃતિના હિમાયતીઓમાં મહાત્મા ગાંધીને ભૂલી શકાય નહીં. તેમને પોતાના જીવનમાં પર્યાવરણના મહત્વ અનેક વખત સમજાવ્યા છે. તેમને કહ્યું હતુ, પ્રકૃતિ દરેક મનુષ્યની આવશ્યકતાઓને પૂરી કરવામાં સક્ષમ છે, પંરતુ કોઈ પણ એક મનુષ્યના લોભને પૂરો કરવાની તેમાં ક્ષમતા નથી.

પાછલા કેટલાક વર્ષોમાં પર્યાવરણમાં આવી રહેલા ફેરફારોને જોતા તેના પર ઉંડા વિચારો કરીએ તો તેના સંરક્ષણની દિશામાં એક સમાધાન મળી શકે છે. નહીં તો આવનારા વર્ષોમાં તબાહીનો મંજર વધારે ભયાનક હશે. તેથી માનવીય લોભોના કારણે પર્યાવરણને નુકશાન પહોંચાડવાનું બંધ કરવું પડશે અને પોતાના સ્તર પર કામ શરૂ કરવું પડશે.

No comments:

Post a Comment