પરિણામ:ધોરણ 10ના વિદ્યાર્થીઓને હાલ ટેમ્પરરી માર્કશિટ આપવામાં આવી, ઓરિજિનલ માર્કશિટ જુલાઈના બીજા સપ્તાહમાં અપાશે

કોરોના મહામારીને કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. માસ પ્રમોશન આપ્યા બાદ આજે રાતે 8 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જો કે આ પરિણામ ફક્ત સ્કૂલો જ જોઈ શકશે. વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી પરિણામ મેળવવાનું રહેશે. સ્કૂલોએ ઓનલાઈન પરિણામ પરથી માર્કશીટ તૈયાર કરી વિદ્યાર્થીઓને આપવાની રહેશે. આજે સવારથી જ સ્કૂલોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માર્કશીટ લેવા માટે પહોંચ્યા હતાં.
હાલમાં વિદ્યાર્થીઓને ટેમ્પરરી બેઝ પર માર્કશિટ અપાશે
આ માર્કશીટ માત્ર એડમીશન આપવા માટે જ આપવામાં આવશે. હાલમાં વિદ્યાર્થીઓને ટેમ્પરરી બેઝ પર માર્કશિટ અપાશે. પરંતુ ઓરિજિનલ માર્કશિટ જુલાઈના બીજા સપ્તાહમાં આપવામાં આવશે. ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામ 7.30 વાગ્યાથી ડાઉનલોડ થવાની શરૂઆત થઈ હતી.વહેલી સવારે રીઝલ્ટ ડાઉનલોડ થવામાં પરેશાની થઈ હતી.
ચકાસણી કર્યા બાદ વિદ્યાર્થીઓને માર્કશીટ અપાશે
વિદ્યાર્થીઓને અલગ અલગ ગ્રુપમાં શાળામાં બોલાવવામાં આવશે. હાલમાં શાળા કક્ષાએ પરિણામની ચકાસણી કર્યા બાદ વિદ્યાર્થીઓને માર્કશીટ અપાશે.માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્કશીટની હાર્ડકોપીનું વિતરણ શાળા કક્ષાએ જુલાઈના બીજા સપ્તાહમાં કરાશે. પરિણામ પત્રકમાં વિવાદ બાદ “માસ પ્રમોશન” નો ઉલ્લેખ નહીં.માર્કશીટમાં “qualified for secondary school certificate” નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વેબસાઇટ પર સર્વર એરર આવી રહી છે
સામાજિક વિજ્ઞાનમાં 27,913 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, ગણિતમાં 26,809 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, વિજ્ઞાનમાં 20,865 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. જ્યારે 1,73,732 વિદ્યાર્થીઓ ગ્રેસિંગ માર્ક સાથે પાસ થયા છે. શિક્ષણ વિભાગ દ્વારા મોડી સાંજે 8 વાગ્યે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. આ પરિણામ માત્ર સ્કૂલો જ જોઈ શકશે.તમામ સ્કૂલ બોર્ડની વેબસાઇટ GSEB.ORG પર જઈને પરિણામ જોઈ શકશે. પરંતુ મોડી જાહેરાતને પગલે સ્કૂલો પણ મુઝવણમાં મુકાઈ છે. મોટા ભાગની સ્કૂલો અત્યારે 3-4 વાગ્યા સુધીમાં બંધ થઈ જાય છે અને સાંજે જાહેરાત કરાતા સ્કૂલો બંધ હોવાથી પરિણામ કેવી રીતે જોઈ શકશે? આવતીકાલે સવારે સ્કૂલો શરૂ થશે ત્યારે જ સ્કૂલો પરિણામ જોઈ શકશે. અત્યારે સ્કૂલ દ્વારા પણ પરિણામ માટે વેબસાઇટ પર તપાસ કરવામાં આવી ત્યારે વેબસાઇટ પર સર્વર એરર આવી રહી છે.
10,977 સ્કૂલોના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર
રાજ્યની 1276 સરકારી, 5325 ગ્રાન્ટ ઇન એઇડ, 4331 સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય 45 સ્કૂલો મળી કુલ 10,977 સ્કૂલોમાં ધોરણ-10 ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમનું પરિણામ પણ જાહેર કરી દીધું છે.
Source link
No comments:
Post a Comment