કામની વાત / માત્ર 10 રૂપિયા ઘરે બેઠા મળી રહ્યા છે LED બલ્બ, જાણો કઈ રીતે મોદી સરકારની યોજનામાં મળશે લાભ
LED બલ્બ મળશે માત્ર 10 રૂપિયામાં
2015માં પ્રધાનમંત્રી ઉજાલા યોજનાની શરૂઆત
5 રાજ્યોમાં વહેચાયા સૌથી વધુ બલ્બ
આ યોજના હેઠળ નિયુક્ત કરેલા કર્મચારીઓ પ્રત્યેક ગામમાં જશે અને તેમની પાસેથી 5 જૂના બલ્બ લઇને 10 રૂપિયામાં નવો LED બલ્બ આપશે.
આ યોજનાની શરૂઆત માર્ચ 2021માં ભોજપુર જિલ્લાના આરામાં કેન્દ્રીય ઉર્જા રાજ્યમંત્રી RK સિંહે કરી હતી. હાલ ત્યાંના ગ્રામીણ વિસ્તારમાં LED બલ્બ આપવામાં આવી રહ્યાં છે. કેન્દ્ર સરકાર સતત પોતાના કામથી સમાજના દરેક વર્ગ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે. આ જ ક્રમમાં બિહારમાં પટના સહિત 12 જિલ્લામાં ગ્રામીણ વીજળી ઉપભોક્તાઓને આવતા મહીને કેન્દ્ર સરકાર, ગ્રામ ઉજાલા યોજના હેઠળ 10 રૂપિયામાં LED બલ્બ આપશે. તેમાં પટના, ભાગલપુર, બાંકા, ભભુઆ, બેગૂસરાય, મુંગેર, નાલંદા વગેરેનો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકાર સતત પોતાના કામથી સમાજના દરેક વર્ગ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે. આ જ ક્રમમાં બિહારમાં પટના સહિત 12 જિલ્લામાં ગ્રામીણ વીજળી ઉપભોક્તાઓને આવતા મહીને કેન્દ્ર સરકાર, ગ્રામ ઉજાલા યોજના હેઠળ 10 રૂપિયામાં LED બલ્બ આપશે. તેમાં પટના, ભાગલપુર, બાંકા, ભભુઆ, બેગૂસરાય, મુંગેર, નાલંદા વગેરેનો સમાવેશ થાય છે.

ભોજપુરમાં 25 લાખ LED બલ્બ આપવામાં આવશે. બીજા ચરણમાં રાજ્યના એક કરોડ ગ્રામીણ લોકોને બલ્બ આપવામાં આવશે. આ યોજનાનો હેતુ ઉર્જા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.
કેન્દ્ર સરકારે 1 મે 2015માં પ્રધાનમંત્રી ઉજાલા યોજનાનું એલાન કર્યુ હતું. જેના હેઠળ ઓછા ભાવમાં LED ઉપબલ્ધ કરાવવામાં આવતા હતા, જેના કારણે વીજળીની બચત થઇ શકે. પીએમ મોદીએ દેશને પ્રકાશના પથ પર લઇ જવાનું અચુક સાધન આ યોજનાને ગણાવ્યું હતુ.
યોજનાના શરૂઆતી વર્ષોમાં 125 શહેરોમાં લગભગ 9 કરોડ LED બલ્બ આપવામાં આવ્યા હતા. જેનાથી લગભગ 550 કરોડ રૂપિયાની બચત થઇ હગતી. જાણકારી માટે જણાવી દઇએ કે આ યોજના વીજળી મંત્રાલયની સંયુક્ત ઉપક્રમ કંપની EESL તરફથી કરવામાં આવી રહ્યું છે.
મળતી માહીતી અનુસાર 24 જૂન સુધી કુલ 36,74,41,809 કરોડ LED બલ્બનું વિતરણ કરવામાં આવ્યું છે. ઓડીસા, ગુજરાત, ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં વિતરણ કરવામાં આવ્યુ છે.
SOURCE of VTV
No comments:
Post a Comment