Search This Website

Thursday, June 17, 2021

10-11માં ધોરણના માર્ક્સથી નક્કી થશે CBSE 12નું રિઝલ્ટ, 31 જુલાઇએ પરિણામ જાહેર થશે




10-11માં ધોરણના માર્ક્સથી નક્કી થશે CBSE 12નું રિઝલ્ટ, 31 જુલાઇએ પરિણામ જાહેર થશે






નવી દિલ્હી: CBSE બોર્ડની 12માં ધોરણની માર્કશીટ તૈયાર કરવાને લઇને બનેલી 13 સભ્યોની સમિતીએ સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ સોપી દીધો છે. સીબીએસઇએ જણાવ્યુ કે 10માં, 11માં અને 12માં ધોરણની પ્રી બોર્ડના પરિણામને 12માં ધોરણના ફાઇનલ રિઝલ્ટનો આધાર બનાવવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર તરફથી અટોર્ની જનરલે કહ્યુ કે સીબીએસઇના પરિણામ 31 જુલાઇએ આવશે.


સીબીએસઇએ કહ્યુ કે, 10માં ધોરણના 5 વિષયમાંથી 3 વિષયમાં સૌથી સારા માર્ક લેવામાં આવશે, આ રીતે 11માં ધોરણના પાંચ વિષયના એવરેજ લેવામાં આવશે અને 12માં ધોરણના પ્રી-બોર્ડ પરીક્ષા અને પ્રેક્ટિકલ નંબર લેવામાં આવશે. 10માં ધોરણના નંબર 30 ટકા, 11માં ધોરણના નંબર 30 ટકા અને 12માં ધોરણના 40 ટકાના આધાર પર પરિણામ જાહેર કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટમાં સીબીએસઇએ કહ્યુ કે પરિણામ સમિતીએ પરીક્ષાની વિશ્વસનીયતાના આધાર પર વેટેજ પર નિર્ણય કર્યો છે, સ્કૂલોની નીતિ પ્રી બોર્ડમાં વધુ અંક આપવાની છે, એવામાં સીબીએસઇ હજારો સ્કૂલોમાંથી દરેક માટે પરિણામ સમિતીની રચના થશે, સ્કૂલના બે સીનિયર શિક્ષક અને પાડોશી સ્કૂલના શિક્ષક મોડરેશન કમિટીના રૂપમાં કાર્ય કરશે જેથી સુનિશ્ચિત થઇ શકે કે સ્કૂલના અંકોને વધારી-ચઢાવીને નથી જણાવ્યા, આ કમિટી વિદ્યાર્થીના ગત ત્રણ વર્ષના પ્રદર્શનને આંકશે.

મહત્વપૂર્ણ છે કે 4 જૂને સીબીએસઇએ અસેસમેન્ટ પોલિસી નક્કી કરવા માટે 13 સભ્યોની એક સમિતીની રચના કરી હતી. સમિતીને રિપોર્ટ તૈયાર કરવા માટે દસ દિવસનો સમય આપવામાં આવ્યો હતો. પરિણામને લઇને કેટલીક રીતના અસેસમેન્ટ પર વાત થઇ રહી છે, જેમાં એક રીત એવી પણ છે કે બોર્ડ 10માંની ફાઇનલ માર્ક્સ અને 12માંના આંતરિક મૂલ્યાંકનના આધાર પર પણ રિઝલ્ટ તૈયાર કરી શકે છે. આ સિવાય સરકારે પહેલા આ નક્કી કરી દીધુ હતુ કે જો વિદ્યાર્થી પોતાના પરિણામથી ખુશ નથી તો કોરોનાથી બગડેલી સામાન્ય સ્થિતિ થવા પર તેમાં અંક સુધાર માટે અરજી કરી શકે છે.



No comments:

Post a Comment