પહેલી જુલાઈથી ખુલશે ધોરણ 1 થી 8ની સ્કૂલો, જાણો ક્યાં લેવાયો નિર્ણય I School Reopening, Know When Schools Will Reopen In up
યુપીમાં યોગી સરકારે ધોરણ 1 થી 8 ની સ્કૂલો ખોલવાનો કર્યો નિર્ણય
શિક્ષકો અને કર્મચારીઓને સ્કૂલ બોલાવી શકશે સ્કૂલો
યુપીમા આગામી અઠવાડિયાથી મળશે કોરોના કર્ફ્યુમાં છૂટ
યુપી સરકારે એક આદેશ જારી કરતા જણાવ્યું કે હાલમાં ઓનલાઈન ધોરણે શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે. હાલમાં સ્કૂલો વિદ્યાર્થીઓને નહીં બોલાવી શકશે. પરંતુ 1 જુલાઈથી બાળકો સ્કૂલમાં આવી શકશે. રાજ્યમાં કોરોનાના કેસોમા મોટો ઘટાડો આવતા સરકાર સ્કૂલો ખોલવાની પરમિશન આપી છે. જોકે સ્કૂલોમાં કોરોનાના નિયમોનું કડકાઈથી પાલન કરવાનું જણાવાયુ છે.
આગમી અઠવાડિયે ખુલશે મોલ અને રેસ્ટોરન્ટ
યોગી સરકારે રાજ્યમાં લાગુ કોરોના કર્ફ્યુમાં છૂટ આપવાનો નિર્ણય લીધો છે. આ અંગે મંગળવારે ટીમ-9 ની બેઠક થઈ. બેઠકમાં સીએમ યોગીએ આગામી અઠવાડિયાથી નાઈટ કોરોના કર્ફ્યુમાં છૂટ આપવાની તથા મોલ અને રેસ્ટોરન્ટ ખોલવાની પરમિશન આપી હતી.
પાર્ક, સ્ટ્રીટ ફૂડને પણ મંજૂરી
તે ઉપરાંત 21 જુનથી પાર્ક, સ્ટ્રીટ ફૂડની પણ મંજૂરી આપવામાં આવી છે. યુપી સરકાર વતી જારી ગાઈડલાઈનમાં જણાવાયું છે કે આવા તમામ સ્થળોએ કોવિડ હેલ્પ ડેસ્ક શરુ કરવાનું રહેશે.
Source link
No comments:
Post a Comment