કચ્છના કોરોના દર્દીની છાતી પર પગ રાખી ભૂવો કરી રહ્યો છે તંત્ર-મત્ર, અંતે થયું મોત, જુઓ VIDEO
posted on at
- VTV ન્યૂઝના અહેવાલની અસર
- કોરોના દર્દીની ભુવા દ્વારા સારવાર મામલે ફરિયાદ
- ભુવા સહિત રાપરના 3 આરોપીઓ સામે ફરિયાદ
બનાસકાંઠામાં ફરી એકવાર અંધશ્રદ્ધાના કારણે કોરોના ગ્રસ્ત દર્દીનું મોત થયું છે. અને જોવામાં આવે તો, આ મોત નહીં હત્યા જ કહી શકાય છે. જેમાં કોરોના સંક્રમિત દર્દી હોસ્પિટલમાં જવાને બદલે ઘરે જ ભૂવા બોલાવ્યો હતો. અને ડોક્ટરો પર વિશ્વાસ ન મૂકી ભૂવા પાસે વિધિ કરાવી હતી.
આ વિધિનો એક વીડિયો પણ વાઈરલ થયો છે. જેમાં એક કોરોના દર્દીની છાતી પર ભૂવો પગ રાખી રહ્યો છે. અને ક્યારેક ગળે લગાવી રહ્યો છે. જે દર્દીને હોસ્પિટલના ખાટલા પર ઓક્સિજનની જરૂર છે. તેની સામે બેસી એક ભૂવો બીડી પી રહ્યો છે. ભૂવા પાસે સારવાર લેનારા દર્દીનું અંતે ઓક્સિઝન લેવલ ઘટી જતાં મોત નીપજયું છે. જોકે 20 દિવસ પહેલા બનેલી આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં પાલનપુર પશ્ચિમ પોલીસે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કોરોના દર્દીએ ભૂવા પર વિશ્વાસ રાખ્યો અને મોત મળ્યું
મેડિકલ સાયન્સ આજે કેટલું પણ આધુનિક હોય, 21મી સદીના ટેકનોલોજી અને સાયન્સના યુગ તરફ હરણફાળ ભરી રહ્યો હોય પરંતુ ગુજરાતના છેવાડે આવેલા બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ અંધશ્રદ્ધાની કેટલીય ઘટનાઓ આજે પણ બને છે. જેમાં આજે જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં કોરોના ગ્રસ્ત દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાને બદલે ઘરે જ તેમના ભૂવાએ વિધિ કર્યા બાદ દર્દીની તબિયત વધુ લથડતા મોત નીપજયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
કોરોનાની સારવાર માટે તેમના ભાઈને ત્યાં આવ્યા હતા
કચ્છના આડેસર ગામે રહેતા ભવનભાઈ પ્રજાપતિ એક મહિના અગાઉ કોરોના બીમારીથી સંક્રમિત હતા. જેના કારણે સારવાર માટે ડીસમાં રહેતા તેમના ભાઈને ત્યાં આવ્યા હતા. પરંતુ ડીસામાં કોઈ હોસ્પિટલમાં ખાલી નહોતી. અને પાલનપુર ખાતે રહેતા બીજા ભાઈના ઘરે પહોંચ્યા હતા. જો કે તે સમયે પાલનપુરમાં તેમના અન્ય ભાઈના ઘરે કચ્છના રાપર ખાતે રહેતા તેમના ભૂવા ભવનભાઈની તબિયતના સમાચાર લેવા માટે આવ્યા હતા. અને તે સમયે તેઓએ હોસ્પિટલમાં જવાને બદલે ભૂવા પાસે વિધિ કરાવી સાજા થઇ જશે. આવું માની હોસ્પિટલમાં જવાનું ટાળ્યું હતું. તે દરમિયાન ગુરુએ ચેલા માનતા કોરોનાગ્રસ્ત ભવનભાઈના સીધા સુવડાવી તેમના છાતી પર એક પગ મૂકી મંત્રોચ્ચાર કર્યા હતા અને તેઓ જલદી સાજા થઇ જશે તેવા આશીર્વાદ આપ્યા હતા, જો કે આ સમગ્ર વિધિના થોડાક સમય બાદ ભવનભાઈની તબિયત વધુ લથડતા તેનું મોતનું નીપજ્યું હતું.
ભૂવા સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાય
આ સમગ્ર ઘટના 20 દિવસ અગાઉની છે અને હવે 20 દિવસ પછી આ સમગ્ર ઘટનામાં વિધિ કોરોનાગ્રસ્ત દર્દી પર વિધિ થતી હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં હકીકત સામે આવી છે આ મામલે તેમના મૃતકના પરિવારજનો કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે. જોકે બીજી તરફ પાલનપુર પશ્ચિમ પોલીસે મંતતંત્ર દ્વારા કોરોનાગ્રસ્ત વ્યક્તિની સારવાર કરનાર મોહન ભગત ગુરુ ( ભુવો ) સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
No comments:
Post a Comment