ઉત્તરાખંડ: દેવપ્રયાગમાં વાદળ ફાટતા જળબંબાકાર, તબાહીનો VIDEO જોઈને રુવાંડા ઉભા થઈ જશે
posted on at
- દેવપ્રયાગમાં વાદળ ફાટતા જળબંબાકાર
- નદીઓના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘુસ્યા
- ઉત્તરકાશીમાં પણ નદીઓના જળસ્તરમાં વધારો
- નદીઓમાં પુરની સ્થિતિ સર્જાતા લોકોમાં ડરનો માહોલ
મળતી જાણકારી પ્રમાણે, દેવપ્રયાગમાં મંગળવારે વાદળ ફાટવાના કારણે આવેલા સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તો આ ઘટનાને પગલે મ્યુનિસિપલ બહુહેતુક ભવન અને આઈટીઆઈ મકાન તૂટી પડ્યા હતા.
બચાવ કાર્ય પૂરજોશમાં
આ સાથે જ પાણી સાથે આવેલા કાટમાળમાં 8 દુકાનો પણ ડૂબી ગઈ હતી. જો કે, કોવિડ કર્ફ્યુને કારણે કોઇ જાનહાનિ થઈ નહોંતી. કાટમાળને કારણે ભાગીરથીનું જળસ્તર વધ્યું છે. આ ઘટના વિશે માહિતી આપતાં ટિહરી એસએચઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 12-13 દુકાનોને ધ્વસ્ત થઈ ચૂકી છે. અમે લોકોને એલર્ટ કર્યા છે અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલુ છે.
જાનહાનીના કોઇ અહેવાલો નહીં
વાદળ ફાટવાની ઘટનાને પગલે શાંતા નદીમાં આવેલ પૂરને લીધે શાંતિ બજારમાં તબાહીના દ્રશ્યો સર્જાયા હતા. આઈટીઆઈની ત્રણ માળની બિલ્ડિંગ સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગઈ હતી. જ્યારે શાંતા નદીના કાંઠે આવેલી દસથી વધુ દુકાનોને નુકસાન થયું હતું. દેવપ્રયાગ નગરથી બસ સ્ટેન્ડ તરફનો રસ્તો અને પુલીપુરી સંપૂર્ણપણે ધોવાઈ ગયા હતા. કાટમાળમાં દટાયેલા કોઈને કારણે પરિસ્થિતિ હજી સાફ થઈ નથી. કોરોના કર્ફ્યુને કારણે આઈટીઆઈ સહિતની દુકાનો બંધ રહેવાથી જનજીવન અને સંપત્તિનું મોટું નુકસાન બચી ગયું છે.
મોડી સાંજે બની વાદળ ફાટવાની ઘટના
ઉલ્લેખનીય છે કે, મંગળવારે સાંજે 4 વાગ્યાની આસપાસ દશરથ પહાડ પર વાદળ ફાટવાની ઘટના બની હતી, જેના કારણે શાંતા નદીમાં પૂર આવ્યું હતું. બસ સ્ટેન્ડથી થઈને શાંતા નદી ભાગીરથીને મળે છે. પૂરની સાથે આવેલ ભારે બોલ્ડરને કારણે શાંતિ બજારમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા.
થોડા દિવસ પહેલા ગ્લેશિયર તૂટવાની પણ બની હતી ઘટના
ઉત્તરાખંડમાં ફરી એકવાર મોટો ગ્લેશિયર તૂટ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં છે. ઉલ્લેખનીય છે કે, ગ્લેશિયર તૂટ્યો હોવાની જાણકારી ભારતીય સેના દ્વારા આપવામાં આવી હતી. બોર્ડર રોડ ટાસ્ક ફોર્સના કમાન્ડર કર્નલ મનીષ કપિલે જણાવ્યું હતું કે, ચમોલી જિલ્લાના જોશીમઠ નજીક આ ગ્લેશિયર ITBPની 8 બીએન પોસ્ટની નજીક માલારી અને સુમના વચ્ચે તૂટ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે, આ ગ્લેશિયર ખૂબ જ મોટો છે.
ફેબ્રુઆરી મહિનામાં અહીં જ તૂટ્યો હતો હિમખંડ
ઉત્તરાખંડમાં ફરી એક વાર કુદરતી કોપ સર્જાયો છે. રાજ્યના ચમોલીના રેણી ગામ નજીક એક મહાકાય ગ્લેશિયર(હિમશીલા) તૂટી પડતા ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. હિમશીલા તૂટી પડવાને કારણે ચમોલીના જોશીમઠ વિસ્તારની ધોળીગંગા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. સૌથી વધારે તબાહી ઋષિગંગા પાવર પ્રોજેક્ટની થઈ હતી.પાવર પ્રોજેક્ટમાં કામ કરતા 100-150 લોકો લાપત્તા થયા છે તથા અત્યાર સુધી 10 લોકોની લાશ મળી આવી છે. સ્થાનિક વહીવટી તંત્રને સમાચાર મળતા જ ઘટના સ્થળે રાહત કામગીરી પહોંચાડવા તજવીજ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોના ઘરને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે.
No comments:
Post a Comment