અર્થતંત્રને ફરી બેઠું કરવા RBIનો ‘ડોઝ’ : મોદી સરકારના ખજાનામાં આવશે 99,122 કરોડ રૂપિયા
posted on at
- RBI સેન્ટ્રલ બોર્ડની બેઠકમાં લેવામાં આવ્યો મોટો નિર્ણય
- સરકારને 99,122 કરોડ રૂપિયા આપશે RBI
- આકસ્મિક જોખમ બફર 5.50 ટકા રાખવાનો નિર્ણય
મોદી સરકારને ખજાનામાં RBI આપશે નાણાં
ભારત સહિત આખા વિશ્વમાં કોરોના વાયરસનો કહેર જોવાઆ મળ્યો છે. ભારતના અર્થતંત્રને વાયરસના કારણે ખૂબ જ ફટકો પડ્યો છે ત્યારે અર્થતત્રને ફરીથી પાટે ચડાવવા માટે હવે કેન્દ્ર સરકાર RBI પાસેથી મદદ લઈ રહી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા 31 માર્ચ 2021ની બેઠકમાં ભારત સરકાર માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્યક્ષત બેન્ક દ્વારા ભારત સરકારને 99,122 કરોડ રૂપિયા આપવામાં આવશે.
RBIની બેઠકમાં લેવાયો નિર્ણય
નોંધનીય છે કે કોરોના વાયરસની બીજી લહેરમાં અર્થવ્યવસ્થા પર કોરોના વાયરસનો પ્રકોપ કઈ રીતે ઓછો કરી શકાય તથા વર્તમાન આર્થિક સંકટને પહોંચી વળવા માટેની સમીક્ષા કરવામાં આવી હતી જે બાદ બેઠકમાં સરકારને નાણાં હસ્તાંતરીત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. નોંધનીય છે કે આ બેઠકમાં ડેપ્યુટી ગવર્નર મહેશ કુમાર જૈન, માઇકલ દેવવ્રત પાતરા, એમ રાજેશ્વર તથા ટી રવિ શંકર સામેલ થયા હતા.
RBI પાસે આ વર્ષે હતી સરપ્લસ
RBI દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર મોદી સરકારના ખજાનામાં હજારો કરોડ રૂપિયા આપવામાં આવશે. નોંધનીય છે કે હાલમાં RBI પાસે સરપ્લસ હતું કારણ કે ગયા વર્ષે બેન્ક ગોલ્ડ તથા વિદેશી મુદ્રા બજારમાં ખૂબ જ એક્ટિવ રહી હતી.
કોરોના વાયરસના કારણે સૌથી મોટું નુકસાન અર્થતંત્રને થયું છે. લાખો લોકોએ પોતાની નોકરીઓ ગુમાવી છે જ્યારે કેટલાક મિડલ ક્લાસના લોકો હાલમાં ગરીબીમાં આવી ગયા છે ત્યારે RBI દ્વારા મોટી મદદ કરવામાં આવશે.
No comments:
Post a Comment