PM આવાસને લઈને રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન, કહ્યું દેશને જોઈએ છે…
posted on at
- વિપક્ષે ફરી એકવાર કેન્દ્રની મોદી સરકાર પર કર્યા પ્રહાર
- PM આવાસને લઈને રાહુલ ગાંધીએ સાધ્યું નિશાન
- દેશને આવાસ નહીં, શ્વાસની છે જરૂરઃ રાહુલ ગાંધી
દેશ કોરોના સંક્રમણની બીજી લહેર સામે લડી રહ્યો છે ત્યારે સેન્ટ્રલ વિસ્ટા પરિયોજનાને લઈને વિવાદ શરૂ થયો છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક વિપક્ષી નેતાઓએ તેને લઈને સવાલ કર્યા છે. આજે રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે દેશને પીએમ આવાસ નહીં પણ શ્વાસ જોઈએ છે.
દેશને આવાસ નહીં, શ્વાસની છે જરૂરઃ રાહુલ ગાંધી
કેન્દ્ર સરકારની મહાત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પરિયોજના સતત વિવાદમાં જોવા મળી રહી છે. દિલ્હીમાં આ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે પણ કોરોનામાં તેને રોકવાની માંગ જોર પકડી રહી છે. શુક્રવારે આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થઈ છે. અરજદારની તરફથી કહેવાયું છે કે સમયની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેને રોકી દેવું જોઈએ.
જાણો શું છે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ
રાજપથ પર લગભગ 2.5 કીમીના લાંબા રસ્તાને સેન્ટ્રલ વિસ્ટા કહેવામાં આવી કહ્યો છે. ઈન્ડિયા ગેટથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી સેન્ટ્રલ વિસ્ટા માર્ગમાં લગભગ 44 ઈમારત વગેરે છે. સંસદ ભવન, નોર્થ બ્લોક, સાઉથ બ્લોક વગેરે સામેલ છે. આ ઝોનને રિ પ્લાન કરાઈ રહ્યો છે. જેનું નામ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ રખાયું છે તેનો ખર્ચ લગભગ 30 હજાર કરોડ રૂપિયાનો છે.
બનશે સંસદ ભવન
વિસ્ટા પ્રોજેક્ટમાં જૂના ગોળાકાર સંસદ ભવનની સામે 13 એકર જમીન પર નવા ત્રિકોણાકાર સંસદ ભવન બનશે. આ જમીન પર પાર્ક, અસ્થાયી નિર્માણ અને પાર્કિંગ છે. આ બધું હટશે. નવા સંસદ ભવનમાં લોકસભા અને રાજ્યસભાના માટે એક એક ઈમારત બનશે પણ સેન્ટ્રલ હોલ નહીં બને.
No comments:
Post a Comment