
ગરીબ દેશો “આત્મનિર્ભર ભારત” ની મદદ કરી રહ્યું છે અને PM મોદી સેન્ટ્રલ વિસ્ટાનાં કામો કરાઈ રહ્યા છે – જાણો કોણે કહી આ વાત | Poor countries are helping “self-reliant India” and PM Modi is working on Central Vista
posted on at
- શિવસેનાનાં મુખ્ય સામાયિક સામનામાં પ્રકાશિત થયો છે લેખ
- “આત્મનિર્ભર ભારત” ની આ હાલત માટે માત્ર રાજનેતાઓને જ જવાબદાર
- સુપ્રીમ અને હાઈકોર્ટનો ફટકાર બાદ પણ સરકાર ચૂપ
શિવસેનાનાં મુખ્ય સામાયિક સામનામાં પ્રકાશિત થયો છે લેખ
શિવસેનાનાં મુખ્ય સામાયિક સામનામાં કોરોનાને લઈને એક લેખ લખવામાં આવ્યો હતો. આ લેખમાં PM મોદીની ઘણી આલોચના કરવામાં આવી છે. સામનામાં લખ્યું છે કે સમગ્ર દુનિયા ભારતને દયાની નજરે જોઈ રહ્યું છે. નાના નાના દેશો પણ આતમનિર્ભર ભારતને મદદ કરી રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાં મોદી સરકાર સાવ નિષ્ફળ ગઈ છે તેવા તીખા પ્રહાર કરવામાં આવ્યા છે. તેમાં લખ્યું છે કે કોરોના જે પ્રમાણે ભારતમાં ફેલાઇ રહ્યો છે તેના કારણે આખું વિશ્વ સંકટમાં આવી જશે. એટલે બધા જ દેશો ભારતની મદદે આવે તેવી અપીલ યુનિસેફે પણ કરી હતી.
“આત્મનિર્ભર ભારત” ની આ હાલત માટે માત્ર રાજનેતાઓને જ જવાબદાર
સાથે એ પણ લખ્યું છે કે આ મુજબના સંકટ પાકિસ્તાન, રવાંડા, અને કાંગો જેવા દેશમાં આવ્યા હતા, પણ “આત્મનિર્ભર ભારત” ની આ હાલત માટે માત્ર રાજનેતાઓને જ જવાબદાર છે. બીજા ગરીબ દેશો જ્યારે ભારતની મદદ કરી રહ્યા છે ત્યારે PM મોદીનએ સેંટ્રલ વિસ્ટાનું કામ બંધ કરવાની તૈયારી પણ ના દર્શાવી.
નહેરુ અને ગાંધીની વ્યવસ્થાનાં લીધે ટક્યો છે આ દેશ
તેમાં લખ્યું છે કે “બાંગ્લાદેશે ભારતને 10 હજાર રેમડેસીવર ઇન્જેકશન મોકલ્યા, ભૂટાન જેવા નાના દેશે આપણને ઑક્સીજન મોકલ્યો છે. નેપાળ, મ્યાનમાર, શ્રીલંકા જેવા દેશોએ આત્મનિર્ભર ભારતની મદદ કરી છે. જો કોઈએ મદદ નાં કરી હોત કરોડો લોકો મારી ગયા હોત. ભારતના સ્મશાનોની ચિતા માંથી નીકળતો ધુમાડો હવે આસપાસનાં દેશોને પણ દેખાય રહ્યો છે. ભારત જેવી હાલત પોતાના દેશની ના થાય તે માટે આખું વિશ્વ ભારતની મદદ કરી રહ્યું છે.
સુપ્રીમ અને હાઈકોર્ટનો ફટકાર બાદ પણ સરકાર ચૂપ
વધુમાં લખ્યું છે કે એકદમ ભયાનક સ્વરૂપ દેખાઈ રહ્યું છે તેમ છતાં ભાજપનાં લોકો બંગાળમાં મમતા વિરુધ્ધ પ્રદર્શન અને રાજનીતિ કરવામાંથી ઊંચા નથી આવતા. સુપ્રીમ અને હાઈકોર્ટ પણ આ મુદ્દે સરકારને ફટકારી રહી છે. આના કરતાં જો કોઈ સંવેદનશીલ કે દેશભક્તિ વાળી સરકાર હોત તો રાજનીતિ કર્યા વગર આ સંકટ સામે લડતી. પણ બંગાળનાં બહાના બતાવી કેન્દ્ર સરકાર મૂંગી બેઠી છે. હાલ ભારતમાં કોરોનાનાં મૃત્યુનાં દરથી નવો રેકોર્ડ બની રહ્યો છે, પણ સરકાર ચૂપચાપ બધુ જોઈ રહી છે.
No comments:
Post a Comment