કોરોના સંકટ વચ્ચે PM મોદીએ તાત્કાલિક બોલાવી મોટી બેઠક, રાજ્યોને આપ્યા આ આદેશ
posted on at
- PM મોદીએ કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે કરી બેઠક
- રાજ્યમાં વેક્સિનેશન ધીમું ન પડવું જોઇએ
- રાજ્યમાં દવાની અછત અને વેક્સિનેશનને લઇ સૂચના આપી
આ બેઠકમાં દેશના તમામ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવેલ, આ સાથે જ બેઠકમાં દવાઓની અછત અને રસીકરણ અભિયાનને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેટલા આદેશ આપ્યા હતા.
રાજ્યોમાં રસીકરણ અભિયાન ધીમું ન થવું જોઇએ તેવા આપ્યા PM મોદીએ આદેશ
આ સાથે જ રાજ્યોને PM મોદીએ કોરોના રસીકરણ અભિયાનની ગતિ ધીમી ન પડે તેવા આદેશો પણ આપ્યા હતા. આ જાણકારી પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા જાહેર માધ્યમોને આપવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યા રાજ્યોને દિશા-નિર્દેશ
પીએમઓએ કહ્યું કે, દેશના રાજ્યોમાં કોવિડ પ્રકોપ અંગેની વિગતવાર જાણકારી વડા પ્રધાન સમક્ષ રજૂ કરવામાં આવી હતી. તેમને 12 રાજ્યોમાં 1 લાખથી વધુ સક્રિય કેસ અંગે માહિતી આપવામાં આવી હતી. આ સાથે, પ્રધાનમંત્રીને સૌથી વધુ કોરોનાના કેસ ધરાવનારા જિલ્લાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ નિર્દેશ આપ્યો કે રાજ્યોને આરોગ્ય સેવાઓના માળખાગત સુવિધામાં સુધારણા કરવા માટે જરૂરી પાસાઓ અંગે સહાય અને માર્ગદર્શન આપવું જોઈએ.
પ્રધાનમંત્રી મોદીની આ અગત્યની બેઠકમાં કોરોનાની ગતિને અટકાવવા અને તાત્કાલિક અસરથી ઉપાયો સુનિશ્ચિત કરવાના ઉપાયો અંગે ચર્ચા કરવામાં આવી છે. PM મોદીએ કહ્યું હતું કે, રાજ્યોએ એવા જિલ્લાઓની ઓળખ કરવા માટે એક ગાઇડલાઇન મોકલવામાં આવી હતી, જ્યાં કેસ પોઝિટિવિટી રેટ 10 ટકા અથવા તેનાથી વધુ છે અથવા ઓક્સિજન સપોર્ટેડ તથા ICU બેડ 60 ટકાથી વધુ ભરેલા છે.
વેક્સિનનું ઉત્પાદન વધારવા પર અપાયો ભાર
આ બેઠકમાં પ્રધાનમંત્રીએ દવાઓની ઉપલબ્ધતાની પણ સમીક્ષા કરી હતી. તેમણે રમડેસિવિર સહિત દવાઓના ઉત્પાદનમાં ઝડપથી વૃદ્ધિ થાય તેના વિશે જાણકારી આપી હતી. તો રસીકરણ અને રસીના ઉત્પાદનમાં વધારો કરવા અંગેના રોડમેપની પ્રગતિની સમીક્ષા કરી હતી.
નેશનલ લૉકડાઉનના ઓપ્શન પર વિચારણા ચાલી રહી હોવાની નીતિ આયોગે કરી વાત
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આ મામલે કોઇપણ પ્રકારની ચોક્કસ ના પાડવામાં તો નથી આવી પરંતુ નીતિ આયોગના સભ્ય વીકે પોલે બુધવારે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા જણાવ્યું હતું કે, નેશનલ લૉકડાઉનના ઓપ્શન પર વિચારણાઓ ચાલી રહી છે.
નેશનલ લૉકડાઉનના ઓપ્શન પર કરાઇ રહી છે વિચારણા
વીકે પોલનું નિવેદન એટલા માટે અગત્યનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે, તેઓ નેશનલ કોવિડ-19 ફોર્સના હેડ છે. જો તેમનું નિવેદનને જોઇએ તો તેમણે કહ્યું હતું કે, તાજેતરની સ્થિતિને લઈને એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. સાથે જ જો પાબંધીઓની વાત કરીએ તો કડક પ્રતિબંધની જરૂર લાગે છે તો હંમેશા ઓપ્શન પર ચર્ચા કરવામાં આવે છે.
બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં નીતિ આયોગના સભ્યએ કહ્યું હતું કે, રાજ્ય સરકારોને પહેલા જ સ્થાનિક સ્થિતિના આધાર પર 10 ટકાથી વધુ પોઝિટિવિટી રેટના આધારે પાબંધીઓ લગાવવાની સલાહ આપવામાં આવી છે.
અનેક રાજ્યોએ કોરોનાને મ્હાત આપવા લીધા કડક પગલા
દેશમાં સંપૂર્ણ લૉકડાઉનને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. જ્યારે કેટલાક રાજ્યોએ પહેલા જ લૉકડાઉન, કર્ફ્યૂ, નાઇટ કર્ફ્યૂ, વીકેન્ડ લૉકડાઉન જેવા અનેક પગલા લીધા છે. મહારાષ્ટ્ર, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, જેવા અને રાજ્યોએ કોરોનાને નાથવા માટે કડક પગલા લીધા છે.
સંપૂર્ણ લૉકડાઉનની સતત થઇ રહી છે માગ
આપને જણાવી દઇએ કે, ભારતમાં જ્યારે કોરોનાની બીજી લહેરે પોતાનો પ્રકોપ દેખાડવાનું શરૂ કર્યું ત્યારથી અનેક દિગ્ગજો અને એક્સપર્ટ્સ દ્વારા નેશનલ લૉકડાઉન લગાવવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ દેશભરમાં સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવાની માગણી કરી હતી.
ત્રીજી લહેર ક્યાં સુધીમાં આવશે તે અંગે કંઈ ન કહી શકાય- એક્સપર્ટ
કોરોનાની બીજી લહેર કહેર વર્તાવી રહી છે. ત્યારે હવે ત્રીજી લહેરને લઈને એક્સપર્ટનું માનવું છે કે તે આવશે. પરંતુ તે ક્યાં સુધીમાં આવશે તે અંગે કંઈ ન કહી શકાય. કેન્દ્ર સરકારના પ્રિંન્સિપલ સાયન્ટિફિક એડવાઈઝર પ્રોફેસર વિજય રાધવને બુધવારે કહ્યુ કે બીજી લહેર બાદ ત્રીજી લહેર આવશે. પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે ત્રીજી લહેર આવશે ક્યારે આવશે અને કેટલી ખતરનાક હશે તે ન કહી શકાય. કોરોના સતત વેરિએન્ટ બદલી રહ્યો છે ત્રીજી લહેર માટે તૈયાર રહેવુ પડશે. તેમણે કહ્યુ કે રસી અસરકારક છે પણ તેને અપગ્રેડ કરવા પર કામ કરાયી રહ્યું છે.
દેશમાં કોરોના સંકટ ચિંતાજનક સ્થિતિએ
દેશમાં કોરોનાની બીજી લહેર રોકાવાનું નામ નથી લઈ રહી. 24 કલાકમાં 4 લાખ 6 હજાર 383 નવા દર્દી આવ્યા.આવું બીજી વાર છે જ્યારે 24 કલાકમાં 4 લાખથી વધારે નવા દર્દી મળ્યા. આ પહેલા 30 એપ્રિલે 4 લાખ 2 હજાર 14 મામલા સામે આવ્યા હતા. ત્યારે 3525 લોકોના મોત થયા હતા. આજે સાજા થનારાની સંખ્યાની સંખ્યા મંગળવારની સરખામણીએ ઓછી છે. મંગળવારે 3.37 લાખ સાજા થયા હતા. આજે 3.24 લાખ દર્દી સાજા થયા છે. ગત 24 કલાકમાં 3 હજાર 838 લોકોના મોત થયા છે.
No comments:
Post a Comment