Media News : જાણો કોરોના વેક્સિનના પહેલા અને બીજા ડોઝ વિશે......અગત્યની બાબત
સમયસર રસીનો બીજો ડોઝ ના લેવામાં આવે તો પહેલો ડોઝ નકામો થઈ જાય ? શું ફરી નવેસરથી ડોઝ લેવા પડે ?કોરોનાની રસી લીધા પછી કોઈ કારણે બીજો ડોઝ લેવામાં લાંબો સમય થઈ જાય તો શું થાય ? બધું નવેસરથી શરૂ કરવાની જરૂર છે ? જાતે કોઈ નિર્ણય લેતા પહેલા એક્સપર્ટની વાત માનજો.
જો કોઈ કારણે કોરોનાની રસીનો બીજો ડોઝ નિશ્ચિત સમય પર ના લઈ શકાય તો બીજો ડોઝ પહેલો ડોઝ જ માનવામાં આવશે ? એટલે શું કોરોનાથી સુરક્ષિત રહેવા માટે ત્રણ ડોઝ લેવા પડશે વેક્સીનને લઈને ઘણાં લોકોના મગજમાં અલગ-અલગ સવાલો થઈ રહ્યા છે.
જોકે, કોઈ કારણોસર બીજો ડોઝ સમયસર ના લઈ શક્યા હોય તો તેમને એક્સપર્ટ શિડ્યુલમાં કોઈ ફેરફાર નહી કરવાની સલાહ આપી રહ્યા છે.
એ વાતનું ધ્યાન રહે કે કોરોનાની પહેલો ડોઝ લીધાના ૪ થી ૬ અઠવાડિયા પછી બીજો ડોઝ લેવા અંગે જણાવવામાં આવી રહ્યું છે.
દેશમાં હાલ કોવિશીલ્ડ અને કોવેક્સીન જ લગાવવામાં આવી રહી છે અને નિયમ પ્રમાણે જે રસીનો પહેલો ડોઝ લીધો હોય તેનો જ બીજો ડોઝ લેવો જોઈએ. એક્સપર્ટનું માનવું છે કે જો તમે આ બેમાંથી કોઈ રસીને લીધી હોય તો તેના ૪ થી ૬ અઠવાડિયા કરતા વધારે સમય પસાર થઈ ગયો હોય પરંતુ બીજો ડોઝ કોઈ કારણોસર ના લઈ શક્યા હોય તો એવું ના વિચારશો કે પહેલો ડોઝ નકામો ગયો છે.
એક્સપર્ટનું કહેવું છે કે બીજો ડોઝ લેવામાં મોડું થાય એનો મતલબ એ નથી કે હવે વેક્સીન માટે ફરી શિડ્યુલ કરવું પડશે. તેઓ કહે છે કે વેક્સીન લીધાના ૬ અઠવાડિયા પછી બીજા ડોઝ ના લઈ શકો તો તો પણ તમારે એક જ વાર રસી લેવાની છે.
રસીકરણ પછી વિપરિત પરિસ્થિતિ સર્જાય તો તેના પર નજર રાખવા માટેની રાષ્ટ્રીય સમિતિના સભ્ય ડો. એન .કે. અરોરા કહે છે કે જો બીજો ડોઝ લેવામાં મોડું થાય તો ચિંતાની કોઈ વાત નથી. તેમણે કહ્યું, અમને ખબર છે લોકો બીજો ડોઝ સમય પર લઈ શકતા નથી, તેમણે ચિંતા કરવાની જરુર નથી. જ પડેલા ડોઝ પછી ૬ અઠવાડિયાની જગ્યાએ ૮ થી ૧૦ અઠવાડિયા થઈ જાય તો પણ બીજો ડોઝ સફળ રહે છે. કોઈએ પણ મોડું ધવા પર ફરીથી નવેસરથી વક્સીનના લગાવડાવવી જોઈએ.
No comments:
Post a Comment