Search This Website

Monday, May 3, 2021

અમદાવાદમાં આજે રમાનારી IPLની મેચ રદ, KKRના બે ખેલાડી કોરોના પોઝિટિવ





અમદાવાદમાં આજે રમાનારી IPLની મેચ રદ, KKRના બે ખેલાડી કોરોના પોઝિટિવ

-May 03, 2021











અમદાવાદ: કોરોનાનો કહેર હવે આઇપીએલ પર પણ પડી ગયો છે. સોમવારે કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની અમદાવાદમાં રમાનારી મેચને રદ કરી દેવામાં આવી છે. જાણકારી અનુસાર કોલકાતાના બે ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યા છે.


આઇપીએલની 14મી સીઝનની 30મી મેચ સોમવારે અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે રમાવાની હતી. આ મુકાબલો 7.30થી શરૂ થવાનો હતો.

કોરોના સંક્રમણ કાળમાં બીસીસીઆઇએ મજબૂત બાયો-બબલનો હવાલો આપ્યો હતો, જે બાદ અત્યાર સુધી 29 મેચ સફળતાપૂર્વક રમાડવામાં આવી હતી. ચેન્નાઇ અને મુંબઇના તબક્કાની તમામ મેચ પુરી થઇ ગઇ હતી પરંતુ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સીઝનની 30મી મેચને રદ કરી દેવામાં આવી છે.


સુત્રો અનુસાર કોલકાતા નાઇટ રાઇડર્સના વરૂણ ચક્રવર્તી અને સંદીપ વોરિયરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. કોલકાતાના બન્ને ખેલાડીને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા પેટ કમિન્સ સહિતના ખેલાડીઓએ પોતાનો આઇસોલેટ કરી દીધા છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ

ભારતમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યુ છે અને રોજના ત્રણ લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. આ દરમિયાન દરરોજ ચાર લાખથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે. રોજના મૃતકોનો આંકડો પણ ત્રણ હજારથી વધુ છે. સતત 4 જીત સાથે એક સમયે ટોપ પર રહેલી વિરાટ કોહલીની આગેવાની ધરાવતી આરસીબીની ટીમ 3 મેચમાં 2 હાર બાદ ત્રીજા સ્થાને આવી ગઇ છે. કોલકાતાની ટીમ 7માંથી 2 મેચ જીતી શકી છે અને તે પોઇન્ટ ટેબલમાં 7માં સ્થાન પર છે.

No comments:

Post a Comment