Search This Website

Tuesday, May 4, 2021

કોરોનાના કહેર વચ્ચે IPL રદ, BCCIનો મોટો નિર્ણય





કોરોનાના કહેર વચ્ચે IPL રદ, BCCIનો મોટો નિર્ણય













નવી દિલ્હી: કોરોના વાયરસના વધતા ખતરા વચ્ચે આઇપીએલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી આઇપીએલની કેટલીક ટીમોમાં કોરોનાના કેસ સામે આવ્યા હતા, જે બાદ બીસીસીઆઇ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટીમના ખેલાડીઓ અને સભ્યોના સતત પોઝિટિવ થવાના સમાચાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.


કોરોના સંક્રમણ કાળમાં બીસીસીઆઇએ મજબૂત બાયો-બબલનો હવાલો આપ્યો હતો, જે બાદ 29 મેચ જ સફળતાપૂર્વક કરાવવામાં આવી શકી છે. ચેન્નાઇ અને મુંબઇના તબક્કાની તમામ મેચ પુરી થઇ હતી પરંતુ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સીઝનની 30મી મેચ રમાઇ શકી નહતી.

BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુકલાએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યુ કે IPL આ સીઝન માટે સ્થગિત કરવામાં આવી રહી છે. આ પહેલા કેટલાક ખેલાડીઓના કોરોના પોઝિટિવ થવાના સમાચાર સામે આવ્યા હતા. BCCI ચર્ચા કરી રહ્યુ હતું કે ટૂર્નામેન્ટને કોઇ એક જગ્યાએ શિફ્ટ કરવામાં આવે અથવા અસ્થાઇ રીતે રદ કરવામાં આવે. હવે અંતે નિર્ણય થઇ ગયો છે કે આઇપીએલને સ્થગિત કરી દેવામાં આવી છે.


આ ખેલાડી થઇ ચુક્યા છે સંક્રમિત

અમદાવાદમાં કોલકાતા નાઇટ રાઇડર્સના બે ખેલાડી વરૂણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર કોરોના પોઝિટિવ થયા હતા. તે બાદ ચેન્નાઇ સુપરકિંગ્સના લક્ષ્મીપતિ બાલાજી, સીઓઓ વિશ્વનાથન અને અન્ય એક ક્રૂ મેમ્બર કોરોના પોઝિટિવ આવ્યા હતા. તે બાદ દિલ્હી કેપિટલ્સનો અમિત મિશ્રા તેમજ સનરાઇઝર્સ હૈદરાબાદના રિદ્ધિમાન સાહાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.


આ પણ વાંચો :- મહામારી / આ એકમાત્ર ઉપાયથી ભારતમાં કોરોના કાબૂમાં આવી જશે, દુનિયાના ટોચના મહામારી નિષ્ણાંતે ફરી સલાહ આપી

No comments:

Post a Comment