કેન્દ્રએ લૉકડાઉનના પ્રસ્તાવને કચરામાં ફેંક્યો, ઉપર બેસેલા લોકો ગ્રાઉન્ડ રિયાલિટી સમજવા તૈયાર નથી : IMAનો આરોપ
posted on at
- IMA દ્વારા દેશમાં સંપૂર્ણ લૉકડાઉનની કરી માગ
- IMAએ કેન્દ્ર સરકાર પર કર્યા આક્ષેપ
- અલગ-અલગ લૉકડાઉન અર્થ વગરનું છે
જો કે, કેન્દ્ર સરકારે તેમના આ પ્રસ્તાવને કચરા ટોપલીમાં ફેંકી દીધો હતો. IMAએ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને લખ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને આરોગ્ય મંત્રાલય ઊંઘમાંથી જાગે. કોરોના સંકટ વચ્ચે આવી રહેલા પડકારોનો સામનો કરે.
IMAનો કેન્દ્ર સરકાર પર આક્ષેપ
આ સાથે જ IMAએ આરોપ લગાવ્યો હતો કે, તેમના સભ્યો અને તબીબી ક્ષેત્રના વિદ્વાનોની સલાહને ભારત સરકારે નજર અંદાજ કરી છે અને અમારા પ્રસ્તાવને ડસ્ટબીનમાં ફેંકી દીધો છે.
જમીની સ્તરની હકીકત જાણવા તૈયાર નથી સરકાર : IMA
IMAએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીને લઈને જે પણ નિર્ણયો લીધા છે. તેના નીચલા સ્તર સાથે કોઇ જ લેવા-દેવા નથી. ઉપર બેઠેલા લોકો ગ્રાઉન્ડ લેવલની હકીકતને સમજવા તૈયાર નથી. IMAએ પોતાના પત્રમાં કહ્યું કે, તેઓ છેલ્લા 20 દિવસથી સતત કેન્દ્ર સરકારને પૂર્ણ લૉકડાઉનનું સૂચન કર્યું હતું.
અલગ-અલગ લૉકડાઉન અર્થ વગરનું છે
સાથે જ IMAએ એમપણ જણાવ્યું કે, અલગ-અલગ લૉકડાઉનથી કાંઇ જ નહીં થાય. જે રાજ્યો પોતાના લેવલે લૉકડાઉન લાદી રહ્યા છે તેનો કોઇ જ ફાયદો નથી. કેન્દ્ર સરકારને IMAએ વિનંતી કરી હતી કે, તબીબી વ્યવસ્થા સુધારવામાં આવે, મેડિકલ ટીમને સમય અને સુવિધાઓ આપવામાં આવે જેથી વધતા જતાં કોરોનાના સ્થિતિને સંભાળી શકાય.
કેન્દ્ર સરકારને IMAએ પૂછ્યો સવાલ
તો કેન્દ્ર સરકારને IMAએ સવાલ કર્યો હતો કે, ભારત સરકારે રસીકરણ મોડા કેમ શરૂ કર્યું ? કારણ કે, ભારત સરકાર વેક્સિનની એ રીતે વહેંચણી કરી શકે જેથી તમામ લોકો સુધી પહોંચી શકે ? મેડિકલ એસોસિયેસને એક સવાલ એવો પણ પૂછ્યો કે, અલગ-અલગ વેક્સિનની અલગ-અલગ કિંમત કેમ નક્કી કરવામાં આવી છે?
આરોગ્ય મંત્રાલયના પગલાને લઈને વ્યક્ત કરી ચિંતા
IMAએ કેન્દ્ર સરકારને એમ પણ પૂછ્યું કે, દેશમાં ઓક્સિજની અછત કેમ સર્જાઇ છે ? શું વાયરસ પર કાબૂ મેળવવા માટે ડોક્ટર્સ નિષ્ફળ નિવડ્યા છે ? દેશમાં કોરોના વાયરસને લઈને નવા સંશોધન કેમ કરવામાં આવી રહ્યા નથી? આ સાથે જ IMAએ આરોગ્ય મંત્રાલયની કોરોનાને લઈને આળસ અને લેવામાં આવેલ પગલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
નાઇટ કર્ફ્યૂનો કોઇ ફાયદો નહીં હોવાની વાત કરી
IMAએ કહ્યું કે, જો કેન્દ્ર સરકારે તેમની વાત માનીને સંપૂર્ણ લૉકડાઉન લાગુ કર્યું હોત તો આજે દરરોજ 4 લાખ કોરોનાના કેસ જોવા મળ્યા ન હોત. તો રાત્રિ લૉકડાઉનનો પણ કોઇ ફાયદો નહીં હોવાની વાત IMAએ કરી હતી.
IMAના આરોગ્ય મંત્રાલય પર પ્રહાર
IMAએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત કોરોનાને અટકાવવા માટે ઇનોવેટિવ રીત અપનાવી રહ્યા છે. તેમણે 1 મેથી 18 વર્ષી ઉપરના તમામ લોકો માટે વેક્સિન આપવાનો નિર્ણય લીધો છે. પરંતુ દુખ એ વાતનું છે કે, આરોગ્ય મંત્રાલય આ અભિયાનનો રોડમેપ યોગ્ય રીતે બનાવી રહ્યું નથી. વેક્સિનનો સ્ટોક યોગ્ય રીતે તૈયાર કર્યો નથી.
કેન્દ્ર સરકારની થઇ રહી છે નિંદા
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસને લઈને મચેલ હાહાકારને લઈને કેન્દ્ર સરકારની દરેક જગ્યાએ નિંદા થઇ રહી છે. આ પહેલા જાણીતા સાયન્સ જર્નલ નેચરમાં રિપોર્ટ આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ભારત અને બ્રાઝિલની સરકારે કોરોના વાયરસને લઈને વૈજ્ઞાનિકોની સલાહ ન માની તેના કારણે આવી પરિસ્થિતિ સર્જાઇ છે.
No comments:
Post a Comment