તો કદાચ આગામી સમયમાં ઘરે જ તમારો કોરોના ટેસ્ટ થશે, ICMR ડિરેક્ટરે આપ્યા સંકેત I India conducting 18-20 lakh Covid-19 tests per day: ICMR
posted on at
- ICMR ડિરેક્ટર બલરામ ભાર્ગવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું
- ઘેર કોરોના ટેસ્ટના વિકલ્પોની ચર્ચા ચાલી રહી છે
- કોરોનાથી સંક્રમિત લોકોએ આરટીપીસીઆર ટેસ્ટની જરુર નથી
- સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં રેપિડ એન્ટિજન ટેસ્ટને છૂટ અપાઈ
કોરોનાથી સંક્રમિત થનાર લોકોએ ફરી આરટીપીસીઆરની જરુર નથી
ICMR ના ડિરેક્ટર બલરામ ભાર્ગવે કહ્યું કે જે લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે તેમણે ફરી વાર આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની જરુર નથી. સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં રેપિડ એન્ટિજન ટેસ્ટને છૂટ અપાઈ છે. તેને માટે કોઈ મંજૂરીની જરુર નથી.
દેશમાં પોઝિટિવીટી રેટ લગભગ 21 ટકાની આસપાસ
ભાર્ગવે જણાવ્યું કે દેશમાં પોઝિટિવીટી રેટ લગભગ 21 ટકાની આસપાસ છે, દેશના 310 જિલ્લામાં પોઝિટિવિટી રેટ દેશના સરેરાશ પોઝિટિવિટી રેટથી વધારે છે. વહેલો ટેસ્ટ, આઈસોલેશન અને ઘરેલુ સારસંભાળ જ કોરોનાનો ફેલાવો અટકાવવાની ચાવી છે. એપ્રિલ અને મે મહિનામાં સરેરાશ 16-29 લાખ RTPCR થઈ રહ્યાં હતા. આજે તો આપણે રવિવારને બાદ કરતા દરરોજ 18-20 લાખ ટેસ્ટ કરી રહ્યાં છીએ.
એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે આરટીપીસીઆર ટેસ્ટની જરુર નથી
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભુષણે જણાવ્યું કે હવે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે આરટીપીસીઆર ટેસ્ટની કોઈ જરુર નથી. એટલું જ નહીં પરંતુ કોઈ દર્દી હોસ્પિટલમાંથી રિકવર થઈ રહ્યો હોય તો પણ આટીપીસીઆર ટેસ્ટ કરાવવાની કોઈ જરુર નથી. એટલે કે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થવા માટે આટીપીસીઆર ટેસ્ટ કરાવવાની કોઈ જરુર નથી.
રાજ્ય સરકારોએ વેક્સિનનો બીજો ડોઝ લગાડનાર લોકોને પ્રાથમિકતા આપવી જોઈએ
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભુષણે મંગળવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે વેક્સિનનો બીજો ડોઝ લગાડનાર લોકોને રાજ્ય સરકારોએ પ્રાથમિકતા આપવી જોઈએ. લોકો બીજો ડોઝ લેવાની પ્રતિક્ષામાં છે તેથી આ વાતને સૌથી પહેલા મહત્વ આપવું જોઈએ.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના અંગે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે રાજ્ય વાઈઝ કોરોનાના કેસો ઘટી રહ્યાં છે.26 રાજ્યોમાં પોઝિટિવિટી રેટ 15 ટકા છે. તો 6 રાજ્યમાં 5 થી 15 ટકા કેસ છે. મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, તંલેગાણા, ચંદીગઢ, લદ્દાખ, દમણ અને દીવ,લક્ષ્યદીપ તથા નિકોબારમાં પ્રતિદિન કેસો ઘટી રહ્યાં છે.
No comments:
Post a Comment