
મુંબઈ બાદ હવે આ શહેરમાં કોરોના નબળો પડ્યો, મોત અને કેસોમાં થયો મોટો ઘટાડો I 19,133 Fresh Covid Cases In Delhi, Positivity Rate Drops Below 25%
posted on at
- રાજધાની દિલ્હીમાં કોરોના નબળો પડ્યો હોવાનો સંકેત
- એક દિવસમાં 2000 કેસો ઘટ્યાં
- પોઝિટિવીટી રેટ પણ 24.29 ટકા રહ્યો
- કોરોનાથી મરનાર લોકોની સંખ્યા પણ ઘટી
દિલ્હીમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 19,133 જેટલા કેસો નોંધાયા છે તથા 335 લોકોના મોત થયા છે.
દિલ્હીમાં એક દિવસમાં કોરોનાના કેસોમા લગભગ 2000 જેટલો ઘટાડો નોંધાયો છે.દિલ્હીનો પોઝિટિવીટી રેટ પણ 24.29 ટકા રહ્યો છે. છેલ્લા લગભગ 9 દિવસથી પોઝિટિવીટી રેટમાં ઘટાડો આવી રહ્યો છે. મહામારી નિષ્ણાંતોએ જણાવ્યું કે હવે દિલ્હીનો ગ્રાફ ધીરે ધીરે નીચે આવી રહ્યો છે. જો આગામી થોડા સમય સુધી આ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો દિલ્હી વહેલી તકે કોરોના મુક્ત બનશે.
છેલ્લા 9-10 દિવસમાં પોઝિટિવીટી રેટમાં સતત ઘટાડો
27 એપ્રિલે દિલ્હીમાં પોઝિટિવીટી રેટ 32.7 ટકા, 28 એપ્રિલે 31.8 ટકા, 29 એપ્રિલે પોઝિટિવીટી રેટ 32.8 ટકા, 30 એપ્રિલે 32.7 ટકા, 2 મેએ 28.3 ટકા, 3 મેએ 29.6 ટકા, 4 મેએ 26.7 ટકા અને 5 મેએ 26.4 ટકા નોંધાયો હતો. છેલ્લા 9-10 દિવસમાં દિલ્હીમાં પોઝિટિવીટી રેટમાં સતત ઘટાડો આવી રહ્યો છે.
મોતની સંખ્યા પણ 400 થી ઓછી થઈ
દિલ્હીમાં મોતનો આંકડો પણ 400 થી ઓછો થયો છે. 4 મેએ દિલ્હીમાં કોરોનાને કારણે 338 લોકોના મોત થયા જ્યારે 5 મે ના દિવસે 311 લોકોના મોત થયા.નિષ્ણાંતોએ જણાવ્યું કે આગામી 10 થી 15 દિવસમાં હજુ પણ મોત અને કેસોની સંખ્યામાં ઘટાડો આવશે.
દેશમાં 24 કલાકમાં 3 હજાર 838 લોકોના મોત થયા
દેશમાં કોરોનાની બીજી લહેર રોકાવાનું નામ નથી લઈ રહી. 24 કલાકમાં 4 લાખ 6 હજાર 383 નવા દર્દી આવ્યા. આવું બીજી વાર છે જ્યારે 24 કલાકમાં 4 લાખથી વધારે નવા દર્દી મળ્યા. આ પહેલા 30 એપ્રિલે 4 લાખ 2 હજાર 14 મામલા સામે આવ્યા હતા. ત્યારે 3525 લોકોના મોત થયા હતા. આજે સાજા થનારાની સંખ્યાની સંખ્યા મંગળવારની સરખામણીએ ઓછી છે. મંગળવારે 3.37 લાખ સાજા થયા હતા. આજે 3.24 લાખ દર્દી સાજા થયા છે. ગત 24 કલાકમાં 3 હજાર 838 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્ર બાદ હવે કર્ણાટક અને કેરળમાં સ્થિતિ ચિંતાજનક
રોજ આવનારા દર્દીની સંખ્યાના મામલામાં હવે મહારાષ્ટ્ર બાદ કર્ણાટકા અને કેરળ ડરાવી રહ્યા છે. કર્ણાટકમાં બુધવારે રેકોર્ડ બ્રેક 50 હજારથી વધારે કેસ આવ્યા જ્યારે કેરળમાં 41, 953 લોકો પોઝિટિવ થયા છે.
No comments:
Post a Comment