Search This Website

Wednesday, May 19, 2021

કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં લીધો નિર્ણયઃ DAP ખાતર પરની સબસિટી 140 ટકા વધારી

કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં લીધો નિર્ણયઃ DAP ખાતર પરની સબસિટી 140 ટકા વધારી

કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વનું પગલું લેતાં રાસાયણિક ખાતર પરની સબસિડી વધારવા નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી ઉચ્ચ કક્ષાની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વનું પગલું લેતાં રાસાયણિક ખાતર પરની સબસિડી વધારવા નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી ઉચ્ચ કક્ષાની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

DAP પરની સબસિડીને 140 ટકા વધારવામાં આવી છે. ખેડૂતોને ડીએપીની એક ગુણ પર રૂપિયા 500ને બદલે, રૂપિયા 1200 સબસિડી મળશે. ખેડૂતોને ડીએપી ખાતરની એક ગુણ રૂપિયા 2400ને બદલે, 1200 રૂપિયામાં મળશે. આ નિર્ણયને પગલે સરકારી તિજોરી પર રૂપિયા 14,775 કરોડનો વધારાનો બોજ પડશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ નિર્ણયને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં રાસાયણિક ખાતરના ભાવ મળ્યા હોવા છતાં જૂના ભાવે ખાતર મળશે. ખેડૂતોના હિતમાં આ વર્ષે સરકારે આ બીજો મહત્વનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી મોદીએ આ મુદ્દે ટ્વિટ કરીને પણ જાણકારી આપી હતી. આ પહેલાં  અક્ષય તૃતીયાના રોજ, ખેડૂતોના બેન્ક ખાતામાં પીએમ સન્માન નીધિના હપ્તાની રકમ જમા કરવામાં આવી હતી.

No comments:

Post a Comment