Search This Website

Monday, May 10, 2021

વેક્સિનેશન માટે એપ:સ્વાસ્થ્ય મંત્રાલયે CoWIN એપ લોન્ચ કરી, અહીં રજિસ્ટ્રેશન કરાવ્યા પછી જ વેક્સિનેશન થશે





વેક્સિનેશન માટે એપ:સ્વાસ્થ્ય મંત્રાલયે CoWIN એપ લોન્ચ કરી, અહીં રજિસ્ટ્રેશન કરાવ્યા પછી જ વેક્સિનેશન થશે





કોવિન એપની મદદથી વેક્સિન ડિલિવરીના રિયલ ટાઈમ મોનિટરિંગમાં મદદ મળશે
એપનાં માધ્યમથી સરકાર વેક્સિનેશન કરાવેલા લોકોનો ડેટા સુરક્ષિત રાખી શકશે




વર્ષ 2021ની શરૂઆત કોવિડ વેક્સિનની ગુડ ન્યુઝ સાથે થઈ છે. કોવિશીલ્ડ અને કોવેક્સિન નામની વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. વેક્સિન લોકો સુધી પહોંચે તે માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા CoWIN એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપની મદદથી વેક્સિન ડિલિવરીનાં રિયલ ટાઈમ મોનિટરિંગમાં મદદ મળશે. એપનાં માધ્યમથી સરકાર વેક્સિનેશન થયેલા લોકોનો ડેટા સુરક્ષિત રાખી શકશે.

આ એપ પર રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ વેકિસનેશન કરવામાં આવશે. જોકે હાલ એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર અવેલેબલ નથી. કેટલાક રિપોર્ટ પ્રમાણે હાલ આ એપનું પ્રોડક્શનનું કામ પૂરું નથી થયું.

શું છે CoWIN એપ?
CoWIN (કોવિડ-19 વેક્સિન ઈન્ટેલિજન્સ નેટવર્ક) eVIN (ઈલેક્ટ્રોનિક વેક્સિન ઈન્ટેલિજન્સ નેટવર્ક)નું અપગ્રેડેડ વર્ઝન છે. એપ્લિકેશનનું કામ પૂરું થયા બાદ તે પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર ફ્રીમાં અવેલેબલ થશે. સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે કોરોના વેક્સિનેશ 3 ફેઝમાં થશે. તેમાં પ્રથમ ફેઝમાં ફ્રન્ટલાઈન પ્રોફેશનલ્સ, બીજા ફેઝમાં ઈમર્જન્સી સર્વિસિસ સાથે જોડાયેલા લોકો અને ત્રીજા ફેઝમાં ગંભીર સ્થિતિ ધરાવતા લોકોને વેક્સિન અપાશે.

CoWIN એપ પર રજિસ્ટ્રેશનની પ્રોસેસ
વેક્સિનેશન માટે એપ પર રજિસ્ટ્રેશન કરવું પડશે. જોકે હાલ એપ ઈન્સ્ટોલ માટે અવેલેબેલ નથી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રજિસ્ટ્રેશનની પ્રોસેસ આ પ્રમાણે હશે...

કોવિનની ઓફિશિયલ વેબસાઈટ પર સેલ્ફ રજિસ્ટ્રેશન માટે ફોટો અને આઈડીની આવશ્યકતા રહેશે.
આઈડીમાં વોટર આઈડી, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ અને પેન્શન ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી શકાશે.
રજિસ્ટ્રેશન દરમિયાન મોબાઈલ નંબર સબમિટ કરાવાનો રહેશે.
રજિસ્ટ્રેશન થતાં જ SMSનાં માધ્યમથી વેક્સિનેશનની ડેટ, ટાઈમ અને જગ્યાની માહિતી મળી જશે.

કોવિન એપનાં 5 મોડ્યુલ
આ એપથી વેક્સિનેશન પ્રોસેસ એડિમિનિસ્ટ્રેટિવ એક્ટિવિટીઝ, વેક્સિનેશન કર્મીઓ અને એ તમામ લોકો માટે એક પ્લેટફોર્મ પર કામ કરશે જેનું વેક્સિનેશન થવાનું છે. તેમાં પ્રશાસનિક મોડ્યુલ, રજિસ્ટ્રેશન મોડ્યુલ, વેક્સિનેશન મોડ્યુલ, લાભાન્વિત સ્વીકૃતિ મોડ્યુલ અને રિપોર્ટ મોડ્યુલ એમ કુલ 5 મોડ્યુલ સામેલ છે.

પ્રશાસનિક મોડ્યુલ: એ લોકો જે વેક્સિનેશન ઈવેન્ટનું સંચાલન કરશે. આ મોડ્યુલનાં માધ્યમથી તેઓ સેશન નક્કી કરશે. તેના માધ્યમથી વેક્સિન લગાવનાર લોકો અને પ્રબંધકોને નોટિફિકેશનનાં માધ્યમથી માહિતી મળશે.
રજિસ્ટ્રેશન મોડ્યુલ: વેક્સિનેશન પ્રોગ્રામમાં રજિસ્ટ્રેશન કરાવનાર લોકો માટે આ મોડ્યુલ છે.
વેક્સિનેશન મોડ્યુલ: એ લોકોની માહિતી વેરિફાય કરશે જેમણે વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને સ્ટેટસ અપડેટ પણ આપશે.
લાભાન્વિત સ્વીકૃતિ મોડ્યુલ: તેના માધ્યમથી વેક્સિન મેળવનારા લોકોને મેસેજ મોકલવામાં આવશે. તેનાથી QR કોડ પણ જનરેટ થશે અને લોકોને વેક્સિનનું ઈ સર્ટિફિકેટ પણ મળશે.
રિપોર્ટ મોડ્યુલ: તેનાં માધ્યમથી વેક્સિનેશન પ્રોગ્રામનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જેમ કે વેક્સિનેશનના કેટલા સેશન થયા, કેટલા લોકોને વેક્સિન મળી, કેટલા લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું પરંતુ વેકિસન ન લીધી વગેરે.




No comments:

Post a Comment