ગુજરાતમાં કોરોના સંકટની વચ્ચે ત્રીજી લહેરને લઈને CM રૂપાણીએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું
posted on at
- કોરોના કેસને લઈને બોલ્યાં CM રૂપાણી
- “હજુ ખરાબ સ્થિતિ બને તો સરકારની તૈયારી”
- “ઓક્સિજન અછતથી કોઈનું મૃત્યુ નહી”
કોરોના કેસને લઈને CM રૂપાણીનું નિવેદન
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. મે મહિનાની શરૂઆતથી કોરોના વાયરસના કેસની ગતિ ધીમી તો પડી છે પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં હજુ ખૂબ જ ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા મારુ ગામ કોરોનામુક્ત ગામ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. એવામાં આજે સીએમ રૂપાણીએ ગાંધીનગરના કાલોલમાં એક ગામની મુલાકાત લીધી હતી.
બેડ વગર લોકો હેરાન હોય તેવી સ્થિતિ નથી: રૂપાણી
આરસોડિયા ગામમાં સીએમ રૂપાણીએ કહ્યું કે જૉ ગુજરાતમાં હજુ પણ સ્થિતિ ખરાબ બને તો સરકારની તૈયારી છે. સરકારે રાજ્યની હોસ્પિટલોના એક લાખ બેડ તૈયાર કરી દેવામાં આવ્યા છે જ્યારે એક મહિનામાં સાત લાખ રેમડેસિવિર ઈંજેક્શન આપવામાં આવ્યા છે.
ઓક્સિજન અછતથી કોઈનું મૃત્યુ નહીં, ત્રીજી લહેરની પણ તૈયારી શરૂ કરી દીધી છેઃ રૂપાણી
CM રૂપાણીએ આ ગામમાં મોટું નિવેદન આપ્યું હતું કે રાજ્યમાં ઑક્સીજનની અછતથી કોઈનું મૃત્યુ થયું નથી. પ્રથમ લહેર કરતાં બીજી લહેરમાં કેસ વધ્યા છે પરંતુ બેડ વગર લોકો હેરાન હોય તેવી સ્થિતિ નથી. રાજ્યમાં કોરોના કેસ ઘટતા જાય છે અને સરકારે ત્રીજી લહેરની તૈયારી પણ શરૂ કરી દીધી છે. સરકાર ઑક્સીજન અંગે મોનીટરીંગ કરી રહી છે.
જો ડર ગયા વો મર ગયા -CM
CM રૂપાણીએ ફરી લોકોને ઘરમાં રહેવા સલાહ આપી હતી અને કહ્યું કે કોરોના પડકારનો સામનો કરીશું. બીજી લહેરમાં આપણી પાસે વધારે વ્યવસ્થા છે. ઓક્સિજન છે ,રેમડેસિવિર છે અને ડોક્ટર છે અને પ્રથમ લહેરમા આપણી પાસે અટલી વ્યવસ્થા ન હતી. CM રૂપાણીએ લોકોને હિંમત અપાવતા કહ્યું હતું કે જૉ ડર ગયા વો મર ગયા.
No comments:
Post a Comment