Search This Website

Monday, May 17, 2021

CM રૂપાણીની જાહેરાત: ગુજરાતમાં રાત્રી કર્ફ્યૂ અને મર્યાદિત પ્રતિબંધો આગામી ત્રણ દિવસ સુધી લંબાવાયા

 

CM રૂપાણીની જાહેરાત: ગુજરાતમાં રાત્રી કર્ફ્યૂ અને મર્યાદિત પ્રતિબંધો આગામી ત્રણ દિવસ સુધી લંબાવાયા


  • ગુજરાતમાં આંશિક લોકડાઉનનો સમય વધાર્યો
  • 18 તારીખે આંશિક લોકડાઉનનો સમય પૂરો થતો હતો
  • 18 તારીખ પછીના 3 દિવસ સુધી લોકડાઉનમાં કર્યો વધારો

ગાંધીનગરમાં તૌકતે વાવાઝોડા વિશે માહિતી આપવા દરમિયાન મુખ્યમંત્રીએ ગુજરાતમાં લોકડાઉન અંગે પણ જાહેરાત કરી છે. જેમાં 19, 20 અને 21 મે સુધી આંશિક લોકડાઉનનો સમય લંંબાવ્યો છે. મહત્વનું છે કે, 18 મેના દિવસે આંશિક લોકડાઉનનો સમય પૂર્ણ થઈ રહ્યો હતો. પરંતુ ગુજરાત પર વાવાઝોડાના સંકટના કારણે આંશિક લોકડાઉનમાં વધારો કર્યો છે. જો કે, મુખ્યમંત્રીએ કહ્યું કે, ત્રણ દિવસ પછી લોકડાઉન વિશે વિચારવામાં આવશે. સાથે મુખ્યમંત્રીએ કોરોનાના કેસ વિશે પણ નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. 

સરકાર દ્વારા આંશિક લોકડાઉન અંગે જાહેર કરાઈ પ્રેસનોટ

ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના 36 શહેરોમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા જાહેરાત કરાઈ છે. ૧૮મી મે ૨૦૨૧થી રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીના આ રાત્રી કર્ફ્યુનો અમલ તા.૨૧મી મે ૨૦૨૧ની સવારે ૬ વાગ્યા સુધી આ શહેરોમાં કરવાનો રહેશે. ૮ મહાનગરો સહિત ૩૬ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો લાગુ રહેશે. આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશેઃ અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી, ખાદ્યપદાર્થોની દુકાનો તથા ચશ્માની દુકાનો ચાલુ રહેશે

No comments:

Post a Comment