CBSE BOARD SSC પરીક્ષા રદ થઈ
પણ વિધ્યાર્થીને કેવી રીતે ગુણ મૂકીને પાસ કરશે જાણો
- બની શકે ગુજરાત બોર્ડ માં પણ એટલે શિક્ષકો જાણી લો આ પદ્ધતિ
- CBSE BOARD SSC (સીબીએસઇ) દ્વારા
- કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને રદ કરવામાં આવેલી
- 10 મી બોર્ડની પરીક્ષા માટે માર્કિંગ પોલિસી જાહેર કરી છે.
- દરેક વિષય માટે માર્ક્સ કેવીરીતે મળશે આવો જાણીએ.
CBSE BOARD દ્વારા જારી કરાયેલા
- એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે
- કે દરેક વિષય માટે 20 ગુણ
- આંતરિક આકારણી દ્વારા આપવામાં આવશે
- જ્યારે સત્ર દરમિયાન લેવાયેલી પરીક્ષામાં
- મળેલા નંબરોના આધારે 80 ગુણ આપવામાં આવશે.
જો કે, સીબીએસઈ પરીક્ષા નિયંત્રકએ નિર્દેશ આપ્યો છે
- કે શાળાઓએ ખાતરી કરવી જોઈએ કે તેઓએ
- 10 માં ની બોર્ડની પરીક્ષામાં આપેલા ગુણ
- શાળાના વિદ્યાર્થીઓના અગાઉના પ્રદર્શનને અનુરૂપ છે.
- એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે
- પરિણામને અંતિમ સ્વરૂપ આપવા માટે
- શાળાઓએ આચાર્યની અધ્યક્ષતામાં
- આઠ સભ્યોની સમિતિની રચના કરવી પડશે.
- વિશેષ એ પણ કહ્યું હતું કે મૂલ્યાંકનમાં અયોગ્ય
- અને પક્ષપાતી વર્તન કરવા બદલ શાળાઓ
- સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
- પરીક્ષાના પરીણામ આ વર્ષે જૂનમાં જાહેર કરવામાં આવશે.
CBSE અનુસાર,
1- વિદ્યાર્થીઓનું એસેસમેન્ટ પ્રત્યેક વિષયના
- કુલ 100 ગુણમાંથી 20 ગુણનું હશે.
- 80 ગુણ વર્ષ એન્ડ પરીક્ષા માટે નિર્ધારીત હશે.
- વિદ્યાર્થીઓએ 20 ગુણ માટે આ ઈન્ટરનલ એસેસમેન્ટ
- તેમના સ્કૂલ દ્વારા તૈયાર કરવામાં આવશે.
- મોટાભાગની સ્કૂલો ઈન્ટરનલ એસેસમેન્ટનો ડેટા
- CBSE પોર્ટલ પર અપલોડ કરી ચૂક્યા છે.
- બાકીની સ્કૂલોએ પણ કોઈપણ સંજોગોમાં
- 11 જૂન 2021 સુધી ઈન્ટરનલ એસેસમેન્ટનો
- ડેટા અપલોડ કરી દેવાનો રહેશે.
2- પરીક્ષાઓ રદ્દ થવાના કારણે
- બાકીના 80 ગુણનો ડેટા પણ સ્કૂલોએ તૈયાર કરવાનો રહેશે.
- તેના માટે સ્કૂલ દ્વારા એક વર્ષ દરમિયાન
- આયોજીત કરવામાં આવેલા અલગ-અલગ ટેસ્ટ
- પરીક્ષાને આધારે તૈયાર કરાશે.
- આ માર્ક્સ સ્કૂલની ગત પરીક્ષાની સમાન હશે.
3-સમિતિ બનશે કોણ કોણ હશે સમિતિમાં
- દરેક શાળામાં પરીણામ તૈયાર કરવા માટે એક સમિતિ બનશે
- જેમાં સ્કૂલના આચાર્ય
- અને 7 શિક્ષકો સામેલ હશે.
- આ સમિતિ પરિણામને અંતિમ રૂપ આપશે.
- પાંચ શિક્ષક સ્કૂલના અલગ-અલગ
- વિષયો(ગણિત, સોશિયલ સાયન્સ અને સાયન્સ અને ભાષા)ના હશે
- અને બે શિક્ષક નજીકની સ્કૂલના હશે.
4-શું આપવામાં આવશે એ માટે મહેનતાણું
- બહારની સ્કૂલના એ સદસ્ય શિક્ષકોને
- 2500 રૂપિયા બોર્ડ તરફથી આપવામાં આવશે,
- સ્કૂલના શિક્ષકોને 1500 રૂપિયા અપાશે.
- તેના માટે બોર્ડ એક પોર્ટલની વ્યવસ્થા કરશે.
- આ રીતે મળશે પરીક્ષાના 80 ગુણ
- 1- પીરિઓડિક ટેસ્ટ/ યૂનિટ ટેસ્ટ ---10 ગુણ
- 2- અર્ધ વાર્ષિક / મિડ ટર્મ પરીક્ષા----30 ગુણ
- 3- પ્રી બોર્ડ પરીક્ષા -------------------40 ગુણ
- કુલ ------------------------------------ 80 ગુણ
No comments:
Post a Comment