સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વરસાદની આગાહી : જાણો ક્યારે ક્યાં ગરજશે મેઘો
posted on at
- ગુજરાતમાં વરસાદની આગાહી
- આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં પડી શકે છે વરસાદ
- 27-28મે દરમિયાન દ.ગુજરાતમાં પડી શકે છે વરસાદ
ગુજરાતમાં આજે વરસાદની આગાહી
ગુજરાતમાં થોડા દિવસ પહેલા જ વાવાઝોડું ત્રાટક્યું હતું જેના કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે હવે આજે ફરીથી વરસાદની આગાહી કરવામાં આવી છે.
27 અને 28મે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની શકયતા
હવામાન ખાતાની આગહીયા અનુસાર આજે સૌરાષ્ટ્ર અને કચ્છામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે જ વાતાવરણમાં ભેજનું વાતાવરણ જોવા મળશે. આગામી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. 27 અને 28 મે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ શક્યતા છે. નોંધનીય છે કે વરસાદના એક દિવસ બાદ ફરીથી બધા જ વિસ્તારોમાં ગરમીનો અનુભવ થશે તેવું અનુમાન છે.
સૌરાષ્ટ્રના જળાશયોમાં પાણીનો જથ્થો વધ્યો
નોંધનીય છે કે સૌરાષ્ટ્રમાં વાવાઝોડાએ તબાહી મચાવી છે, હજારો કરોડનું નુકસાન થયું છે જેમાં વીજ વિભાગને સૌથી વધારે નુકસાન થયું છે. સૌરાષ્ટ્ર વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જળાશયોમાં પાણીનો જથ્થો પણ વધ્યો છે. નવા નીરની આવકના કારણે જે જળાશયો ચોમાસામાં ખાલી હતા ત્યાં પણ પાણીનો સંગ્રહ વધ્યો છે. ભાવનગરના શેત્રુંજી ડેમમાં 57 ટકા પાણી ભરાઈ ગયું છે.
No comments:
Post a Comment