કોરોના વેક્સિનથી આ નવ લોકો પર છપ્પરફાડ રૂપિયાની આવક : બની ગયા અબજોપતિ
posted on at
- સૌથી ઉપર દવા કંપની મોર્ડનાના સ્ટીફન બૈંસલ અને બાયોએનટેકના ઉગુર સાહીન
- 9 લોકોની સંપત્તિમાં 19.3 અબજ ડોલરનો ફાયદો થયો
- પૂનાવાલા પાસે 12.7 અબજ
9 લોકોની સંપત્તિમાં 19.3 અબજ ડોલરનો ફાયદો થયો
આ એલાયન્સે એક રિપોર્ટમાં કહ્યુ છે કે આ 9 લોકોની સંપત્તિમાં 19.3 અબજ ડોલર (14 ખરબ રુપિયા)નો ફાયદો થયો છે અને આ અનેક ગરીબ દેશોને જરુરિયાતની રસીના 1.3 ગણાથી વધારે રસી આપવા માટે પુરતા છે. ધ પીપલ્સ રસી એલાયન્સ વિભિન્ન સંગઠનો અને કાર્યકર્તાઓનું એક ગ્રુપ છે જે રસીના પેટન્ટ અધિકારને ખતમ કરવાની માંગ કરી રહ્યા છે. આ અલાયન્સનો ભાગ ઓક્સફૈમ નામનું સંગઠન પણ છે.
સૌથી ઉપર દવા કંપની મોર્ડનાના સ્ટીફન બૈંસલ અને બાયોએનટેકના ઉગુર સાહીન
નવા અબજપતિનીઓની યાદીમાં સૌથી ઉપર દવા કંપની મોર્ડનાના સ્ટીફન બૈંસલ અને બાયોએનટેકના ઉગુર સાહીન છે. ત્રણ અન્ય ખરબપતિ ચીનની રસી કંપની કૈનસીનો બાયોલોજિક્સના સંસ્થાપક છે. આ નવા 9 અબજપતિઓના આંકડા ફોર્બ્સના ધનિકોની યાદીમાં મળેલા ડેટાના આધારે છે.
નવા અબજપતિની યાદીમાં
નવા અબજપતિની યાદીમાં મોર્ડનાના સીઈઓ સ્ટીફેન બંસલ (4.3 અબજ ડોલર), બાયોએનટેકના સીઈઓ ઉગુર સાહિન(4 અબજ ડોલર), મોર્ડનાના સંસ્થાપક રોકાણકાર ટિમોથી સ્પ્રિંગર (2.2 અબજ ડોલર), મોર્ડનાના ચેરમેન નૌબાર અફેયાન (1.9 અબર ડોલર), આરઓવીઆઈના અધ્યક્ષ જુઆન લોપેજ લેબમોન્ટે (1.8 અબજ ડોલર) સાથે મોર્ડનાના સંસ્થાપક રોકાણકાર રોબર્ટ લેંગર (1.6 અબજ ડોલર), કૈનસિનો બાયોલોજિક્સના સહ સંસ્થાપક ઝુતાઓ (1.3 અબજ ડોલર), કૈનસિનો બાયોલોજિક્સના વરિષ્ઠ ઉપાધ્યક્ષ કિઉ ડોંગક્સૂ (1.2 અબજ ડોલર) અને કૈનસિનો બાયોલોજિક્સના વરિષ્ઠ ઉપાધ્યક્ષ તથા સહ- સંસ્થાપક માઓ હુઈન્હોઆ(એક અબજ ડોલર) સામેલ છે.
પૂનાવાલા પાસે 12.7 અબજ
સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના સંસ્થાપક સાઈરસ પૂનાવાલા સામેલ છે. જેમની સંપત્તિ ગત વર્ષ 8.2 અબજ ડોલરથી વધીને 2021માં 12.7 અબજ ડોલર થઈ ગઈ અને કેડિલા હેલ્થકેરના ચેરમેન પંકજ પટેલની સંપત્તિ ગત વર્ષ 2.9 બિલિયન ડોલરથી વધીને આ વર્ષે 5 અબજ ડોલર થઈ ગઈ છે.
No comments:
Post a Comment