
આસામના મુખ્યમંત્રી તરીકે આ નેતાના નામ પર ભાજપે લગાવી મહોર, આવતીકાલે લેશે શપથ
posted on at
- હિંમંતા બિસ્વા સરમા બનશે આસામના નવા મુખ્યમંત્રી
- ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
- આવતીકાલે મુખ્યમંત્રી પદના લેશે શપથ
ઉલ્લેખનીય છે કે,કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે આ માહિતી આપી. આ અગાઉ, વિદાય થયેલ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે રવિવારે જ રાજ્યપાલ જગદીશ મુખીને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું.
ઘણા સમયથી ચાલી રહેલી અટકળોનો આવ્યો અંત
આપને જણાવી દઇએ કે દિલ્હીમાં બેઠક બાદથી એવી અટકળો ચાલી રહી હતી કે આસામની કમાન હિંમંતા બિસ્વા સરમાને સોંપવામાં આવી શકે છે, જ્યારે સોનોવાલને ફરીથી દિલ્હી બોલાવી શકાય છે.
સરમા પહેલાથી જ રેસમાં આગળ હતા
આસામમાં છેલ્લા છ દિવસથી નવા મુખ્ય પ્રધાનને લઈને ભાજપના નેતૃત્વમાં ભારે મૂંઝવણ હતી. આના નિરાકરણ માટે કેન્દ્રીય નેતૃત્વએ શનિવારે વિદાય લેતા મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ અને રાજ્યના આરોગ્ય પ્રધાન અને મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર હેમંત બિસ્વા સર્માને દિલ્હી બોલાવીને તેમની સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ બેઠક ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાના નિવાસસ્થાને લગભગ ત્રણ કલાક સુધી ચાલી હતી. આ સમયગાળા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન પ્રધાન બી.એલ. સંતોષ પણ હાજર રહ્યા હતા. એવા સંકેત મળી રહ્યા છે કે, પક્ષ કોઈ સંકેત આપવા માંગતો નથી કે પક્ષમાં મતભેદ અથવા કેન્દ્રીય નેતૃત્વ પર દબાણ ઉભું થાય.
No comments:
Post a Comment