કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો બનશે શિકાર, જાણો ક્યાં સુધીમાં આવશે વેક્સીન
posted on at
- કોરોનાની ત્રીજી લહેરને લઈને એલર્ટ અપાયું
- કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો બનશે શિકાર
- જાણો ક્યાં સુધીમાં આવશે વેક્સીન
કોરોનાની બીજી લહેરને લઈને દેશમાં હાહાકાર મચ્યો છે અને સાથે તમામને ડર છે. દરેક લોકો એલર્ટ રહી રહ્યા છે. બીજી લહેર પર બેદરકારી રાખી તે ત્રીજી લહેરમાં દાખવી શકાશે નહીં. ત્રીજી લહેરનો ખતરો બાળકોમાં વધારે જોવા મળી શકે છે. આ લહેર ખતરનાક હોવાની સાથે સાથે બાળકોને સંક્રમિત કરશે.
2020માં 50 વર્ષથી ઉપરના લોકોને વધારે થયું સંક્રમણ
2020ની કોરોનાની પહેલી લહેરમાં 50 વર્ષથી ઉપરના લોકો અને સીનિયર સિટિઝન્સ સંક્રમણનો શિકાર બન્યા છે. તો બીજી લહેરમાં 2021માં 31-50 વર્ષના લોકોને વધારે સંક્રમણ થયું છે. હવે ત્રીજી લહેરમાં બાળકોને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ લહેરમાં 6-12 વર્ષના બાળકોને માટે ખતરો વધી શકે છે.
મહારાષ્ટ્ર સરકારે શરૂ કરી તૈયારી
મહારાષ્ટ્રમાં ત્રીજી લહેરને લઈને ટેન્શન વધ્યું છે. અહીં જુલાઈથી સપ્ટેમ્બરમાં ત્રીજી લહેર આવવાની શક્યતા વધી છે. અહીં પીડીએટ્રિક કોવિડ કેર વોર્ડ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લા કલેક્ટર અને નગર પાલિકાને આદેશ અપાયા છે. સુવિધા માટે અલગ કોવિડ વોર્ડ બનાવાશે.
આ ઉંમરના લોકોને અપાઈ રહી છે વેક્સીન
બીજી લહેરની સાથે તૈયારી કરાઈ છે કે ત્રીજી લહેર ક્યારે આવશે તેને લઈને કોઈ આગાહી નથી. દેશમાં 45 વર્ષથી ઉપરના લોકોમાં 31 ટકા લોકોને પહેલી વેક્સીન અપાઈ છે તો 18-44 વર્ષના ઉપરના લોકો માટે 1 મેથી વેક્સીનેશન શરૂ કરાયું છે.
18 વર્ષથી નીચેના માટે વેક્સીન નહીં
કોરોનાની આવનારી લહેરમાં બાળકોને વધારે ખતરો હોવાનું અનુમાન કરાયું છે તેમાં રિસ્કની કેટેગરીમાં 18 વર્ષથી ઓછી ઉંમરનો સમાવેશ કરાયો છે. અત્યાર સુધી આ ઉંમરના બાળકોને માટે વેક્સીન નહીં આવે ત્યાં સુધી તેમને માટે ખતરો વધારે જોવા મળી રહ્યો છે.
બાળકો માટે ખતરનાક સાબિત થશે ત્રીજી લહેર
શૂન્યથી લઈને 18 વર્ષના બાળકો માટે દેશની કુલ આબાદી 30 ટકા છે. આ આબાદીમાં વાયરસથી લડવાની હર્ડ ઇમ્યુનિટી ત્યાં સુધી તૈયાર થઈ શકતી નથી જ્યાં સુધી તેમનું વેક્સીનેશન થશે નહીં અને જો વેક્સીનેશન નહીં થાય તો આ લહેરમાં બાળકોને ઈન્ફેક્શન વધશે અને તેઓ અન્યને ફરીથી સંક્રમિત કરશે.
90 દિવસમાં બની શકે છે બાળકોને માટે વેક્સીન
બાળકોને માટે વેક્સીનની તૈયારીને લઈને કહેવાઈ રહ્યું છે કે વેક્સીન પાઈપલાઈનમાં છે તો તેને માટે કેટલા સમયની રાહ જોવી પડશે, એક્સપર્ટના અનુસાર તેના પીડિએટ્રિક ટ્રાયલમાં વધારે સમય લાગશે નહીં. સરકારની પાસેથી ગ્રીન સિગ્નલ મળતાં જ 90 દિવસમાં બાળકોને માટે વેક્સીન રોલ આઉટ થઈ શકે છે.
No comments:
Post a Comment