રાહતના સમાચાર : બીજી લહેરમાં પહેલી વખત ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ કરતા સાજા વધારે થયા
posted on at
- ગુજરાતમાં આજે 12,955 નવા કેસ સાથે 133 દર્દીઓના થયાં મોત
- બીજી લહેરમાં કેસ કરતા પ્રથમ વખત વધુ લોકો થયાં સાજા
- મહેસાણામાં ફરી ચિંતા વધી
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 12,955 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 133 લોકોના મોત નિપજ્યા છે. તો પ્રથમ ઘટના છે કે, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા પ્રથમ વખત સાજા થનારનો આંકડો વધુ છે.
છેલ્લા 24 કલાકમાં 131 દર્દીઓના મોત અને સાજા થનારનો આંકડો રાહત આપનારો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 133 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 7912 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે, જો કે, આજે ગુજરાતમાં 12,995 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 4,77,391 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ વધ્યા છે પરંતુ સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 792 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,48,124 પર પહોંચ્યો છે.
ઉત્તર ગુજરાતના મહેસાણાએ ચિંતા વધારી
કોરોનાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ મહેસાણા જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે. ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગત 24 કલાકમાં અહીં 525 નવા કેસ નોંધાયા હતા.
અત્યાર સુધીમાં 1,28,43,483 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 1,28,43,483 લોકોનો કોરોનાની રસી આપવામાં આવી છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 4174 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 74 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1168 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 298 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 722 કેસ, જ્યારે ગ્રામ્યમાં 385 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 391 કેસ અને ગ્રામ્યમાં 170 કેસ નોંધાયા છે.ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત…
No comments:
Post a Comment