Search This Website

Wednesday, May 5, 2021

કોરોના પર વિદેશી મીડિયા અને ગોદી મીડિયાના કવરેજમાં કેટલો ફરક?
કોરોના પર વિદેશી મીડિયા અને ગોદી મીડિયાના કવરેજમાં કેટલો ફરક?

“મને શ્વાંસ લેવામાં મુશ્કેલી પડી રહી છે. કોઈ સાંભળી રહ્યું નથી, મારી ગભરામણ વધીરહી છે. હું બોલું છું પણ અહીં કોઈ સાંભળતું નથી. અહીં સારવાર યોગ્ય રીતે કરી શકી રહ્યાં નથી. “
4 દિવસથી મેરઠની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની ભીખ માંગતી 32 વર્ષિય કવિતાની આ લાચારી CNNના રિપોર્ટમાં જોવા મળી હતી.

ભારતમાં કોરોના સંકટ પર ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરતાં આંતરાષ્ટ્રીય મીડિયા

55 વર્ષિય રાજબાલા મેરઠની સરકારી હોસ્પિટલના એક ICU બેડ પર મરવા પથારીએ પડી છે. તેમના બે પુત્રો પોતે તેમના પગના તળીયા અને હાથો ઘસી રહ્યાં છે અને ત્રીજો પોતાના હાથોથી CPR આપી રહ્યો છે, તેમને આશા છે કે, તેમની માં બચી જશે. વચ્ચે-વચ્ચે તેઓ કોઈ ડોક્ટરને બોલાવવા માટે આશાભરી અવાજ પણ લગાવતા રહે છે.

રાજબાલાના પુત્ર વિશાલ કશ્યપે CNNના ચીફ ઈન્ટરનેશલ કોરસ્પોડેન્ટ ક્લેરિસ્સા વાર્ડને રડતા-રડતા જણાવે છે કે, “અમે અહીં પાછલા 6 દિવસથી છીએ, પરંતુ આજે જઈને મારી માંને વેન્ટિલેટર મળ્યું છે. ઓક્સિજનની વ્યવસ્થા પણ પોતે અમે જ કરી હતી. અમે ડોક્ટરને બોલાવીએ છીએ, ડોક્ટર આવતો નથી.”

જ્યાર સુધીમાં ક્લોરિસ્સા વોર્ડ પીપીઈ કિટ્સ વગર કામ કરી રહેલા સફાઈ કર્મચારીઓ સાથે વાત કરતી ત્યાર સુધીમાં ICUમાંથી ચીસો પાડવાનો અવાજ આવે છે. ડોક્ટર રાજબાલાની ધબકારા જૂએ છે, પરંતુ ખુબ જ મોડૂ થઈ જાય છે. પુત્રોની આટલી કોશિશ કરવા છતાં ફાયદો થયો નહીં. નાનો પુત્ર મર્યા પછી પણ માંની હથેળી રગડતો રહ્યો છે. તે આશાથી કે, માં ફરીથી જીવંત થઈ જશે.

આ રિપોર્ટને કવર કરતાં CNN રિપોર્ટર વોર્ડ મેરઠ (દક્ષિણ)થી BJP ધારાસભ્ય ડો સોમેન્દ્ર તોમરથી જ્યારે 55 બેડવાળા હોસ્પિટલમાં 100થી વધારે દર્દીઓની સારવાર મેનેજમેન્ટ સાથે જોડાયેલા પ્રશ્ન કરવાની કોશિશ કરે છે, તો હોસ્પિટલ પ્રશાસન ધારાસભ્યજીને તે શિખવાડે છે કે, શું બોલવાનું છે. આ બધુ ઓન કેમેરા થઈ રહ્યું છે. સોમેન્દ્ર તોમર જવાબ આપે છે, અમે કોશિશ કરી રહ્યાં છીએ, હવે સ્થિતિ સારી છે.

આનાથી પહેલા ક્લેરિસ્સા વાર્ડે CNN માટે દિલ્હીની સીમાપુરીના સ્મશાનઘાટથી રિપોર્ટિંગ કર્યું હતુ, જ્યાંથી પ્રતિદિવસ 100-120 કોરોનાથી મરેલા લોકોની ચિતા સળગવાના સમાચારો સામે આવ્યા છે. તે પછી બધા ભારતીય મીડિયાના રિપોર્ટર ત્યાં કવર કરવા પહોંચવા લાગ્યા.

ભારતના સ્વાસ્થ્ય ઈમરજન્સી પર બીજા કાર્યક્રમમાં CNNના પત્રકાર Robyn Curnow સાથે વાતચીતના ક્રમમાં ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટર કરણ દીપ સિંહે જણાવ્યું છે કે, ડોક્ટર અજય કોહલીએ ટ્વિટ કર્યું કે, “તેમને કાલે પોતાના પિતા ગુમાવી દીધા અને હવે માંનું ઓક્સિજન લેવલ 80થી 85 છે. તેમને સાઉથ વેસ્ટ દિલ્હીમાં ઓક્સિજન સિલેન્ડરની સખ્ત જરૂરત છે. તેઓ પોતાની માંને ગુમાવવા માંગતા નથી.”

આ ટ્વિટના વાયરલ થઈ ગયા છતાં તેમના પાસે ઓક્સિજન સિલેન્ડર માટે 45000 સુધી માંગવામા આવ્યા. હવે ડોક્ટર અજય કોહલી પોતે કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.

રોયટર્સના પત્રકાર દાનિશ સિદ્દીકીએ 22 એપ્રિલે દિલ્હીની એક સ્મશાનથી સળગતી ચિતાઓની તસવીર ટ્વિટ પર શેર કરી હતી.

આ ટ્વિટ ટૂંક જ સમયમાં વાયરલ થઈ ગઈ અને દક્ષિણપંથી સોશિયલ મીડિયા યૂઝર્સે આને વિદેશી પત્રકારો અને મીડિયા દ્વારા ભારતની છબિ ખરાબ કરવાનું ષડયંત્ર ગણાવ્યું. તેમને આની નિંદા કરતાં તેવો પણ આરોપ લગાવ્યો કે, તેઓ ગિદ્ધ છે અને તેઓ પશ્ચિમી દેશોમાં કોરોનાથી મરતા લોકોની તસ્વીર પ્રકાશિત કરતાં નથી પરંતુ ભારતની છબિ ખરાબ કરવા માટે એવું કરી રહ્યાં છે.

તો બીજી તરફ ભારતીય મીડિયા… !!!!

જ્યારે ક્વિન્ટ દ્વારા દેશની મુખ્ય ચાર હિન્દી ચેનલો દ્વારા પાછલા 24 કલાક (12:30PM, 4 મેથી 12:30PM 5 મે) યૂટ્યુબ પર અપલોડ કરવામાં આવેલા 127 વીડિયોનું વિશ્લેષણ કર્યું, તો જાણ્યું કે તેમાંથી માત્ર 16 વીડિયો એવા હતો, જેમાં સ્પષ્ટ રૂપથી હોસ્પિટલો અથવા વેક્સિન સેન્ટરથી ગ્રાઉન્ડ રિપોર્ટિંગ હતી. એટલે આ આંકડો માત્ર 7.3% રહે છે. આ ગ્રાઉન્ડમાં રિપોર્ટિંગની અનુપસ્થિતિમાં મેરઠના ધારાસભ્ય જેવા પ્રતિનિધિઓ અને પ્રશાસનને લાગે છે કે, હવે સ્થિતિ સારી છે, અને કદાચ દેશની ખુબ જ મોટી આબાદીને પણ.

તો બીજી તરફ વોટ્સએપ યૂનિવર્સિટી અને સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝનો પૂર છે. સરકારની ટીકાને ખોટી ગણાવવા અને તેને રોકવા માટે આખી દિવાર ઉભી કરી દેવામાં આવી છે. તેવું સાબિત કરવા કે, સબ ચિંગા સી.

No comments:

Post a Comment