Search This Website

Saturday, May 8, 2021

હવે, બાળકોને સાચવશે સરકાર:માતા-પિતા કોરોના પોઝિટિવ આવશે તો તેમના બાળકોને હવે ચિલ્ડ્રન હોમ કેર સંસ્થા સાચવશે




હવે, બાળકોને સાચવશે સરકાર:માતા-પિતા કોરોના પોઝિટિવ આવશે તો તેમના બાળકોને હવે ચિલ્ડ્રન હોમ કેર સંસ્થા સાચવશે




તસવીર પ્રતિકાત્મક છે

સમાજ સુરક્ષા વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં બાળ સંભાળ સંસ્થા જાહેર કરવામાં આવી
રોના વાયરસની બીજી લહેરમાં અનેક લોકો સપડાયા છે ત્યારે કેટલાક પરિવારના તમામ લોકો અથવા બાળકો સિવાયના તમામ લોકો સંક્રમિત થયા છે. ત્યારે આવા સંજોગોમાં બાળકોને સંક્રમિતથી દુર રાખવાની જરૂર હોય છે. તેને ધ્યાનમાં રાખીને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં બાળ સંભાળ સંસ્થા જાહેર કરવામાં આવી છે. આ સંસ્થામાં બાળકને રાખવામાં આવશે અને માતા- પિતા સાજા થયા બાદ આવે ત્યારે તેમને સોંપવામાં આવશે.


બાળકો માટે જાહેર કરેલી સંસ્થાની યાદી માટે અહીં ક્લિક કરો...

તસવીર પ્રતિકાત્મક છે

બાળકોને ચકાસણી કરી પ્રવેશ મળશે
સમાજ સુરક્ષા વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કોરોના વાયરસની મહામારીનો ધ્યાનમાં રાખીને અનેક જિલ્લાના બાળ સંભાળ સંસ્થા જાહેર કરવામાં આવી છે. કોરોના મહામારીમાં જે બાળકોના માતા-પિતા કોરોના પોઝિટિવ હોય અથવા એક વાલી પોઝિટિવ હોય અને હોસ્પિટલમાં દાખલ હોય તેવા બાળકની સાર સંભાળ લઈ શકે તેમ ના હોય તેવા બાળકોને જરૂરી તપાસ ચકાસણી કરાવીને બાળકોને ચાઇલ્ડ વેલ્ફેર કમિટી મંજૂરી મેળવી જરૂરિયાત મુજબના દિવસો માટે પ્રવેશ આપશે.

તસવીર પ્રતિકાત્મક છે

છોકરીઓ માટે મહિલા કર્મચારી
જિલ્લામાં ચિલ્ડ્રન હોમ કેર ફર બોયઝ કે ગર્લ્સ ના હોય તો અન્ય જિલ્લાની સંસ્થામાં પ્રવેશ આપવામાં આવશે. અન્ય જિલ્લામાં લઈ જવા માટેનો ખર્ચ પણ ચાઇલ્ડ વેલફર કમિટી આપશે ઉપરાંત બાળકને અન્ય જિલ્લામાં મૂકવા સ્ટાફના વ્યક્તિ સાથે જશે. છોકરીઓ માટે મહિલા કર્મચારી પણ રહેશે.

6 વર્ષના બાળકો માટે અલગ અલગ સંસ્થા
ગુજરાત રાજ્યમાં કોરોના ને લઈને કાળજી અને રક્ષણની જરૂરિયાત વાળા બાળકો માટે સંસ્થાની યાદી જાહેર કરવામાં આવી છે.જેમાં છોકરાઓ, છોકરીઓ તથા 6 વર્ષના બાળકો માટે અલગ અલગ સંસ્થા રાખવામાં આવી છે.રાજ્યના 33 જિલ્લાઓમાં અલગ અલગ 3 સંસ્થાઓ જાહેર કરવામાં આવી છે જ્યાં બાળકોને રાખવામાં આવશે. અમદાવાદમાં બાળકો માટે બાવળા અને છોકરીઓ તથા બાળકો માટે ઓઢવ સંસ્થા આવેલી છે.
Soure 

No comments:

Post a Comment