હવામાન / ગુજરાતના હવામાનને લઈને ફરી આવ્યા મોટા સમાચાર, આ તારીખથી ગરમી વધશે
posted on at
- રાજ્યના તાપમાનમાં થશે વધારો
- તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો વધારો થવાની આગાહી
- 21 મે થી રાજ્યમાં કાળઝાળ ગરમીનું પ્રમાણ વધી શકે છે
રાજ્યના આગામી દિવાસોમાં ગરમીમાં વધારો થઈ શકે છે હવામાન વિભાગે આગાહી કરી છે, થોડા દિવસની ઠંડક બાદ હવે ગરમીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 21 મે થી રાજ્યમાં કાળઝાળ ગરમીનું પ્રમાણ વધી શકે છે, અને રાજ્યમાં ગરમીમાં વધારો થઈ શકે છે, મહત્વનું છે વાવાઝોડાની અસરને પગલે રાજ્યનના વાતાવરણમાં પલટો આવ્યો હતો જેને કમોસમી વરસાદ અને ભારે પવન ફુંકાયો હતો..જેના કારણે સમગ્ર રાજ્યના વાતાવરણમાં પરિવર્તન આવ્યું હતું કેટલાક શહેરામાં અને જિલ્લાઓમાં પણ તેની અસર જોવા મળી હતી. અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો.
તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો વધારો થવાની આગાહી
જો કે હવે તૌકતેવાઝોડું ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનમાં ફેરવાયું છે અને ગુજરાતમાં થયેલા વાવાઝોડાને કારણે થયેલા નુક્સાનનો અંદાજ કાઢવામાં આવી રહ્યા છે, ત્યારે ગુજરાત માટે થોડા સારા સમાચાર આવ્યા છે, ગુજરાતમાં હવે સંકટ ટળ્યું છે, વાતાવરણમાં હવે સુધારો જણાઈ રહ્યો છે, શુક્રવારથી રાજ્યના તમામ જિલ્લાઓમાં તાપમાનમાં વધારો થઈ શકે તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
વાવાઝોડાં બાદ વાતાવરણમાં સુધારો
હમત્વનું છે કે સોમવારે રાત્રે દીવ અને ઉના વચ્ચે થયેલા વાવઝોડાના લૅન્ડફોલ બાદ મંગળવારે વાવાઝોડું ગુજરાતના વિવિધ ભાગોમાંથી પસાર થયું હતું. વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધ્યું હતું. આ વાવાઝોડાએ રાજ્યનાં અનેક વિસ્તારોમાં તબાહી સર્જી છે. જેની સામે પીએમ મોદીએ આકાશી નિરિક્ષણ કરીને રાજ્યને એક હજાર કરોડની સહાય કરી છે. હવામાન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે, જ્યારે આજે એટલે 20મી તારીખે, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી અને કચ્છમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ પડશે તથા પ્રતિ કલાકે 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
કાળઝાળ ગરમી ફરીથી શરૂ થશે
ગુજરાત પરથી તૌકતે વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. ત્યારે હવે રાજ્યનાં વાતાવરણમાં બદલાવ આવશે. કાળઝાળ ગરમી ફરીથી શરૂ થશે. વાવાઝોડાની અસરને કારણે આજે ગુરૂવારે પણ સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતનાં કેટલાક સ્થળોએ ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે 21મી તારીખે શુક્રવારે રાજ્યભરમાં શુષ્ક વાતાવરણનો અનુભવ થશે અને તાપમાનમાં વધારો નોંધાશે. વાવાઝોડાની વિદાય બાદ શુક્રવારથી રાજ્યમાં ફરીથી વધશે ગરમીનું જોર 21મી તારીખે શુક્રવારે રાજ્યભરમાં શુષ્ક વાતાવરણનો અનુભવ થશે અને તાપમાનમાં વધારો નોંધાશે.
No comments:
Post a Comment