
ભારતની મદદ કરો, તેની હાલત બગડશે તો દુનિયા મુશ્કેલીમાં આવી જશે, જુઓ કોણે કહ્યું
posted on at
- ગ્લોબલ ટાસ્ક ફોર્સમાં દુનિયાની 40 કંપનીઓના CEO સામેલ
- ભારતે હંમેશા માનવતા દર્શાવી દરેક દેશની મદદ કરી
- US કંપનીઓએ સંભાળ્યો છે મોરચો
ગ્લોબલ ટાસ્ક ફોર્સમાં દુનિયાની 40 કંપનીઓના CEO સામેલ
નિશા દેસાઇ બિસ્વાલે કહ્યું કે કોરોના મહામારીથી બચવા માટે એક ગ્લોબલ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે. જેમાં દુનિયાની 40 કંપનીઓના CEO સામેલ છે. આ ફોર્સે અત્યાર સુધીમાં 1 હજાર વેન્ટિલેટર્સ અને 25 હજાર ઓક્સિજન કન્સનટ્રેટર્સ ભારત મોકલ્યા છે. આ ફોર્સ ભારત અને અમેરિકા સરકાર સાથે સીધા સંપર્કમાં છે.
ભારતે હંમેશા માનવતા દર્શાવી દરેક દેશની મદદ કરી
સંકટના આ સમયમાં આખું વિશ્વ ભારતની મદદ માટે આગળ આવ્યું છે. આ દરમ્યાન ટોપ અમેરિકાની ડિપ્લોમેટ અને યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલની પ્રેસિડેન્ટ નિશા દેસાઇ બિસ્વાલે ભારતને લઈ મોટું નિવેદન આપ્યું હતું. નિશાએ કહ્યું કે કોરોના મહામારી સામે લડવા માટે સમગ્ર વિશ્વએ ભારતને બનતી મદદ કરવી જોઈએ. કારણકે જો ભારતની સ્થિતિ બગડી તો આ દુનિયાની મુશ્કેલીઓ વધી જશે. તેમણે વધુમાં કહ્યું કે ભારતે હંમેશા માનવતા દર્શાવી દરેક દેશની મદદ કરી છે. હવે આપણો સમય આવી ગયો છે ભારતની મદદ કરવાનો.
US કંપનીઓએ સંભાળ્યો છે મોરચો
મૂળ ભારતની નિશા દેસાઇ 2017 સુધી સાઉથ એશિયાની સ્પેશ્યલ સેક્રેટરી રહી ચૂક્યા છે. આ ઉપરાંત પણ તેમણે ઘણા બધા પાડો પર સેવા આપી છે. ન્યૂઝ એજન્સી PTI ને આપેલા ઇંટરવ્યૂમાં નિશાએ કહ્યું કે ભારતમાં જે મુજબની આફત આવી પડી છે, તેની અસર આખી દુનિયાને થઈ રહી છે. અમેરિકાની કંપનીઓએ પહેલા એ અનુભવ્યું કે પરિસ્થિતિ ઘણી ગંભીર થઈ રહી છે. ભારતમાં આ કંપનીઓના કર્મચારીઓએ ટોપ મેનેજમેન્ટ સુધી આ વાત પહોંચાડી. ત્યાર બાદ અમે ભારતને મદદ કરવાનો નિર્ણય લીધો.
દેસાઇએ જણાવ્યું કે થોડા દિવસ પહેલા જ અમેરિકન વિદેશમંત્રી સાથે બેઠક કરી ભારતને મદદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
No comments:
Post a Comment